Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    BSFએ ધોરડોની 6 શાળાઓને રૂ. 5 લાખની સામગ્રી આપી:સરહદી વિસ્તારની શાળાઓમાં રમતગમત અને શૈક્ષણિક સુવિધાઓનું વિતરણ કરાયું

    1 day ago

    સરહદની સુરક્ષા સાથે સરહદી વિસ્તારોમાં વસતા નાગરિકોના કલ્યાણ અને વિકાસ માટે પણ સીમા સુરક્ષા દળ (BSF) સતત પ્રયત્નશીલ છે. આ જ અભિગમ સાથે BSFની 90મી બટાલિયન દ્વારા કચ્છના ધોરડો ગામની સરકારી પ્રાથમિક શાળામાં વર્ષ 2026-27ના નાગરિક કલ્યાણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પહેલ અંતર્ગત સરહદી વિસ્તારની છ સરકારી શાળાઓને અંદાજે પાંચ લાખ રૂપિયાની રમતગમતની સામગ્રી અને આવશ્યક સુવિધાઓ અર્પણ કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં 90મી બટાલિયન BSFના કમાન્ડન્ટ વિજય કુમાર સહિત BSFના અધિકારીઓ, સ્થાનિક જનપ્રતિનિધિઓ, શિક્ષકો, વિદ્યાર્થીઓ અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ વિદ્યાર્થીઓને અભ્યાસની સાથે રમતગમતમાં આગળ વધવાની તક પૂરી પાડવાનો અને શાળાઓમાં જરૂરી સુવિધાઓ ઉપલબ્ધ કરાવવાનો હતો. BSF દ્વારા ધોરડો, પન્નાવરી, ગોરેવાળી-2, ગોરેવાળી ગ્રુપ શાળા, ઉડમા અને અધિયાંગની સરકારી શાળાઓને વિવિધ ઉપયોગી સાધનો આપવામાં આવ્યાં હતાં. તેમાં 150 લિટરની ક્ષમતાવાળા બે વોટર કૂલર, 100 લિટરની ક્ષમતાવાળા બે વ્યાવસાયિક RO વોટર પ્યુરિફાયર, ફૂટબોલ, વૉલીબૉલ, નેટ, ક્રિકેટ અને બેડમિન્ટનની સામગ્રીનો સમાવેશ થાય છે. આ ઉપરાંત કેરમ બોર્ડ, પ્લાસ્ટિકની ખુરશીઓ, ટેબલો, મોટી સ્ટીલની અલમારીઓ અને કચરાપેટીઓ પણ આપવામાં આવી હતી. આ સુવિધાઓથી શાળાઓમાં સ્વચ્છતા, પીવાના પાણીની વ્યવસ્થા અને રમતગમતની પ્રવૃત્તિઓને પ્રોત્સાહન મળશે. કમાન્ડન્ટ વિજય કુમારે વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરતાં શિક્ષણને રાષ્ટ્રના ઘડતરમાં મહત્ત્વપૂર્ણ ગણાવ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે આવા કાર્યક્રમો સરહદી વિસ્તારોના નાગરિકો સાથે વિશ્વાસ અને સદભાવનાના સંબંધો મજબૂત બનાવે છે. કાર્યક્રમમાં ધોરડોના સરપંચ મિયા હુસૈન, પોલીસ ઇન્સ્પેક્ટર તેજલ, અન્ય સ્થાનિક પ્રતિનિધિઓ તથા એગ્રોસેલના પ્રતિનિધિઓ સહિત આશરે 200 વિદ્યાર્થીઓ અને શિક્ષકો, 110 ગ્રામજનો અને BSFના 40 જવાનો જોડાયા હતા. BSF અધિકારીઓએ ગ્રામજનોને ગામમાં કોઈ અજાણી કે શંકાસ્પદ વ્યક્તિ જોવા મળે તો નજીકની BSF છાવણીને જાણ કરવા અપીલ કરી હતી.શિક્ષણ, રમતગમત અને સામાજિક સદભાવનાને પ્રોત્સાહન આપતી આ પહેલ સરહદની સુરક્ષા સાથે સ્થાનિક સમાજના વિકાસ પ્રત્યે BSFની પ્રતિબદ્ધતાનું ઉદાહરણ બની છે.
    Click here to Read More
    Previous Article
    સેમસને કહ્યું- તિલકની વિકેટ મેચનો ટર્નિંગ પોઇન્ટ હતી:અહીંથી ભારતની જીતની આશા તૂટી; અર્શદીપની ઈજા અંગે અપડેટ પણ આપ્યું
    Next Article
    વડોદરાના VNF ગરબા ગ્રાઉન્ડ પર ફૂડ વિભાગના દરોડા:FSSAI ના લાયસન્સ અને સ્વચ્છતા મુદ્દે કડક ચકાસણી;અખાદ્ય ચીજવસ્તુઓનો નાશ કરાયો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment