Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વડોદરાના VNF ગરબા ગ્રાઉન્ડમાં બે મહિલા જૂથ વચ્ચે છૂટાહાથની મારામારી:અચાનક ધક્કો લાગતા બે મહિલા વચ્ચે બોલાચાલી બાદ મામલો ઉગ્ર બન્યો, થોડીવાર માટે અફરાતફરી મચી

    11 hours ago

    નવરાત્રીને પગલે વડોદરામાં ખેલૈયાઓમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. જોકે, ગરબાના મેદાનો પર અવારનવાર વિવાદો અને મારામારીની ઘટનાઓ પણ સામે આવી રહી છે. વડોદરાના VNF ગરબા ગ્રાઉન્ડ ખાતે સામાન્ય અને નજીવી બાબતથી શરૂ થયેલો વિવાદે ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું. બે મહિલા જૂથોએ ગ્રાઉન્ડ વચ્ચે જ છૂટાહાથની મારામારી શરૂ કરી હતી. જેનો વીડિયો વાયરલ થયો છે. આ ઘટનાને પગલે ગરબાના પવિત્ર માહોલમાં થોડીવાર માટે અફરાતફરી મચી ગઈ હતી. બે મહિલાઓને ધક્કો વાગતા મામલો બિચક્યો VNF ગરબા ગ્રાઉન્ડ પર ખેલૈયાઓ મન મૂકીને ગરબે ઘૂમી રહ્યા હતા, તે દરમિયાન ભીડભાડમાં અચાનક ધક્કો લાગતા બે મહિલાઓ વચ્ચે બોલાચાલી થઈ હતી. જે બાદ બંને પક્ષે અન્ય મહિલાઓ પણ જોડાઈ જતાં મામલો ઉગ્ર બન્યો હતો. એકબીજાના ચોટલા પકડીને છૂટાહાથે મારામારી વાત એટલી વધી ગઈ કે, બંને જૂથની મહિલાઓએ એકબીજાના ચોટલા પકડીને જાહેરમાં જ છૂટાહાથે મારામારી શરૂ કરી દીધી હતી. ગરબાના તાલે ઝૂમી રહેલા લોકો અચાનક થયેલી આ મારામારીને કારણે સ્તબ્ધ થઈ ગયા હતા અને ગ્રાઉન્ડ પર મોટી સંખ્યામાં લોકો ભેગા થઈ ગયા હતા, જેના કારણે સમગ્ર ગરબા આયોજનમાં થોડા સમય માટે ભારે અવ્યવસ્થા સર્જાઈ હતી. પરિસ્થિતિ વધુ વણસે અને કોઈ મોટી દુર્ઘટના કે ગંભીર ઈજા ન થાય તે માટે તાત્કાલિક ધોરણે VNF આયોજકો સક્રિય બન્યા હતા. સંચાલકો અને બાઉન્સરોએ મામલો થાળે પાડ્યો સંચાલકો દ્વારા ત્વરિત પગલાં લેવામાં આવ્યા હતા અને ગ્રાઉન્ડ પર તૈનાત કરવામાં આવેલી મહિલા બાઉન્સરોની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવી હતી. મહિલા બાઉન્સરોની ટીમે બંને મહિલાઓને છૂટી પાડી હતી. આ ઉપરાંત, ગરબા ગ્રાઉન્ડની સુરક્ષા માટે ઉપસ્થિત રહેલી પોલીસ ટીમે પણ તાત્કાલિક હસ્તક્ષેપ કરી મામલો શાંત પાડ્યો હતો. પોલીસ અને બાઉન્સરોએ સમયસર સ્થિતિ સંભાળી લેતા મોટો વિવાદ થતા અટક્યો હતો. પોલીસ દ્વારા બંને પક્ષની સમજાવટ કરી મામલો થાળે પાડવામાં આવ્યો હતો.
    Click here to Read More
    Previous Article
    ચાલુ ગરબામાં સિંગરે શર્ટ કાઢી ઠુમકા લગાવ્યા, VIDEO:ગુજરાત યુનિવર્સિટી કન્વેશન સેન્ટરમાં ગરબાના નામે બોલિવૂડ સોંગ્સ ગૂંજ્યા, ખેલૈયાએ દુપટ્ટી ઉછાળ્યો; સમગ્ર મામલે આયોજક અજાણ
    Next Article
    ડૉ. પંડ્યા શાળામાં નાના ભૂલકાઓ પરંપરાગત વેશમાં ઘૂમ્યા:પાટણમાં જગદંબાના નવલા નોરતાની ઉજવણી; ધોરણ 1 થી 5 ના વિદ્યાર્થીઓએ ગરબાની રંગત જમાવી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment