Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    કચરામાંથી કંચન:VMC અને NIUA વચ્ચે કરાર શહેરમાં બનશે આધુનિક કમ્પ્રેસ્ડ બાયોગેસ પ્લાન્ટ

    4 days ago

    શહેરમાં ટકાઉ કચરા વ્યવસ્થાપન, નવીનીકરણીય ઊર્જાનું ઉત્પાદન અને ગ્રીનહાઉસ ગેસના ઉત્સર્જનમાં ઘટાડો કરવાના આશય સાથે પાલિકા દ્વારા એક મહત્વપૂર્ણ પગલું ઉઠાવવામાં આવ્યું છે. શહેરમાં ઉત્પન્ન થતા સોલિડ વેસ્ટમાંથી કમ્પ્રેસ્ડ બાયોગેસ પ્લાન્ટના વિકાસ માટે પાલિકા અને નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ અર્બન અફેર્સ વચ્ચે ક્લાઇમેટ પ્રોજેક્ટ પ્રિપેરેશન ફેસિલિટી હેઠળ સમજૂતી કરાર પર હસ્તાક્ષર કરવામાં આવ્યા છે. દિલ્હીના વિજ્ઞાન ભવન ખાતે આયોજિત NIUAના સુવર્ણ જયંતી સમારોહ દરમિયાન આ કરાર પર વડોદરાના મ્યુનિ. કમિશનર અરુણ મહેશ બાબુ અને NIUAના ડિરેક્ટર ડૉ. દેબોલિના કુંડુએ 13 જૂને નવી હસ્તાક્ષર કરી કરારોની આપ-લે કરી હતી. આ કાર્યક્રમના ઉદ્ઘાટન સત્રમાં વડાપ્રધાનના મુખ્ય સચિવ ડૉ.પી.કે. મિશ્ર મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા હતા. મ્યુનિ. કમિશનરે જણાવ્યું હતું કે, NIUA સાથેનો આ સહયોગ વડોદરાના વૈજ્ઞાનિક કચરા પ્રોસેસિંગના પ્રયાસોને વધુ મજબૂત બનાવશે અને કચરાને મૂલ્યવાન સ્વચ્છ ઊર્જા સ્ત્રોતમાં પરિવર્તિત કરી શહેરી સેવાઓમાં મોટો સુધારો લાવશે. કમ્પ્રેસ્ડ બાયોગેસ પ્લાન્ટ પ્રોજેક્ટના મુખ્ય ફાયદા અને હેતુ વડોદરામાં રોજ અંદાજિત 1200 મેટ્રિક ટન જેટલો કચરો એકત્ર થાય છે. જેનું રોજે રોજ પ્રોસેસિંગ થાય તે માટે તંત્ર દ્વારા કવાયત હાથ ધરાઈ રહી છે. જુના 10 લાખ મેટ્રિક ટન લેગ્સી બેસ્ટનો રૂ.80 કરોડના ખર્ચે નિકાલ કરાયો છે. તેવામાં કચરામાંથી ગેસ ઉત્પન્ન કરવાનો પ્રોજેક્ટ આગામી સમયમાં હાથ પર લેવાશે. આ પ્રોજેક્ટ શેરખી અથવા જાંબુવા લેન્ડ વ્હીલ સાહેબની પાછળ આવેલી જગ્યા પર નાખવામાં આવે તેવી શક્યતાઓ છે. મહત્વનું છે કે, ઘણા વર્ષોથી વેસ્ટ ટુ એનર્જી પ્લાન્ટ કાર્યરત નથી. જેના કારણે પાલિકાનું આર્થિક વારણ બેઠું પડી રહ્યું છે.
    Click here to Read More
    Previous Article
    ક્રાઈમ બ્રાંચે 22 બેંક પાસે રિપોર્ટ માગ્યો, BOB-ICICIએ રિપોર્ટ આપ્યો:ટેન્સાઈલ, શ્રીમ કન્સ્ટ્રક્શન, બિલ્ડકોનનાં 121 કરોડનાં શંકાસ્પદ ટ્રાન્ઝેક્શન ખૂલ્યાં
    Next Article
    સ્વાગત ન થતાં નેતાજી મંચ પર જ રઝળ્યા:રાજપીપળામાં ભાજપના સુશાસન વર્ષની ઉજવણીમાં જ કુશાસન, ધારાસભ્યનું સન્માન ન કરાતાં જતા રહ્યા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment