Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ક્રાઈમ બ્રાંચે 22 બેંક પાસે રિપોર્ટ માગ્યો, BOB-ICICIએ રિપોર્ટ આપ્યો:ટેન્સાઈલ, શ્રીમ કન્સ્ટ્રક્શન, બિલ્ડકોનનાં 121 કરોડનાં શંકાસ્પદ ટ્રાન્ઝેક્શન ખૂલ્યાં

    4 days ago

    માંજલપુર વિસ્તારમાં આવેલી ટેન્સાઈલ સ્ટીલ કંપનીની 1165 કરોડ રૂપિયાની વિવાદાસ્પદ જમીન મામલે ક્રાઈમ બ્રાંચની તપાસમાં મોટો ખુલાસો થયો છે. તપાસ દરમિયાન ટેન્સાઈલ સ્ટીલ, શ્રીમ કન્સ્ટ્રક્શન અને બિલ્ડકોન કંપની વચ્ચે 121 કરોડના નાણાકીય ટ્રાન્ઝેક્શન થયા હોવાનું બહાર આવ્યું છે. ક્રાઈમ બ્રાંચે આ કંપનીઓ વચ્ચે જમીન બાબતે થયેલા વ્યવહારોની વિગતો મેળવવા માટે કુલ 22 બેંક પાસે રિપોર્ટ માગ્યો હતો. ક્રાઈમ બ્રાંચના અધિકારીએ જણાવ્યું હતું કે, બેંકો પાસે માગેલા અહેવાલમાં બેંક ઓફ બરોડા અને આઈસીઆઈસીઆઈ બેંકે પોતાના રિપોર્ટ સોંપ્યા છે. જેમાં આ 121 કરોડ રૂપિયાના શંકાસ્પદ વ્યવહારો વિશે સત્તાવાર માહિતી આપવામાં આવી છે. આ ઉપરાંત, ક્રાઈમ બ્રાંચ દ્વારા આ જમીન વિવાદના તાર શોધવા માટે મુંબઈ અને અમદાવાદમાં પણ તપાસ કરવામાં આવી રહી છે, પરંતુ હજુ સુધી પોલીસને ત્યાંથી કોઈ ચોક્કસ કડી મળી નથી. ઉલ્લેખનીય છે કે, માંજલપુર સ્થિત આ વિવાદાસ્પદ જમીન પર ફરિયાદી અને આત્મીય ગ્રુપના સંજય પટેલે કબજો મેળવી લીધો છે. જોકે, આ પહેલાં આ જમીનનો કબજો શ્રીમ કન્સ્ટ્રક્શનના ભાવેશ અમીન પાસે હતો. સંજય પટેલે કંપનીમાં 87 ટકા હિસ્સો ખરીદ્યા બાદ પૂર્વ ડિરેક્ટર અમિત મુકેશભાઈ શાહે આ જમીન શ્રીમ કન્સ્ટ્રક્શનના ભાવેશ અમીનને લીઝ પર આપી દીધી હોવાનું જણાવ્યું હતું. મહત્વનું છે કે, માંજલપુર વિસ્તારમાં આવેલી ટેન્સાઈલ સ્ટીલની આ કિંમતી જમીનના વિવાદ પર રાજ્ય સરકાર દ્વારા પણ બાજ નજર રાખવામાં આવી રહી છે. આ જમીનનો કેટલોક હિસ્સો સરકારી છે, જ્યારે બાકીનો ભાગ ખાનગી માલિકીનો છે. જમીન ખરીદવામાં કેટલાક સંતોએ પણ રસ દાખવ્યો હતો માંજલપુર સ્થિત ટેન્સાઈલ સ્ટીલની જમીન ખરીદવામાં થોડા વર્ષ પૂર્વે કેટલાક સંતોએ પણ રસ દાખવ્યો હતો. જોકે આ જમીનમાં મોટા માથાઓ પહેલેથી જ હોવાની જાણ થતાં સંતોએ પોતાના હાથ પાછા ખેંચી લીધા હોવાનું સુત્રોએ જણાવ્યું હતું. પાસપોર્ટ વિભાગે અમિત શાહ અને ભાવેશ અમીનની માહિતી ક્રાઈમ બ્રાંચને આપી નથી ક્રાઈમ બ્રાંચે અમિત મુકેશ શાહ અને ભાવેશ અમીન વિદેશ હોવાની માહિતી પાસપોર્ટ વિભાગ દ્વારા આપવામાં ન આવી હોવાનું જણાવ્યું હતું. જ્યારે મોટાભાગે ક્રાઈમ બ્રાંચ જેવી એજન્સી સાથે સંકલન સાધીને કોઈ પણ આરોપી વિદેશ ભાગી ગયો હોય તો તેની જાણ કલાકોમાં કરી દેવાતી હોય છે.
    Click here to Read More
    Previous Article
    મંત્રી એરિક સોલહેમ નદીના પુનઃઉદ્ધાર માટે મહત્ત્વનાં સૂચનો કર્યાં:નૉર્વેના પર્યાવરણ મંત્રી શહેરની મુલાકાતે વિશ્વામિત્રી પ્રોજેક્ટનું પ્રેઝન્ટેશન નિહાળ્યું
    Next Article
    કચરામાંથી કંચન:VMC અને NIUA વચ્ચે કરાર શહેરમાં બનશે આધુનિક કમ્પ્રેસ્ડ બાયોગેસ પ્લાન્ટ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment