Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મંત્રી એરિક સોલહેમ નદીના પુનઃઉદ્ધાર માટે મહત્ત્વનાં સૂચનો કર્યાં:નૉર્વેના પર્યાવરણ મંત્રી શહેરની મુલાકાતે વિશ્વામિત્રી પ્રોજેક્ટનું પ્રેઝન્ટેશન નિહાળ્યું

    4 days ago

    નોર્વેના પૂર્વ પર્યાવરણ મંત્રી અને વૈશ્વિક પર્યાવરણવાદી એરિક સોલહેમ વડોદરા શહેરની મુલાકાતે આવ્યા હતા. પર્યાવરણ ક્ષેત્રે આંતરરાષ્ટ્રીય સ્તરે મોટું નામ ધરાવતા સોલહેમની આ મુલાકાત વડોદરાના પર્યાવરણીય પ્રોજેક્ટ્સ માટે અત્યંત મહત્વપૂર્ણ સાબિત થઈ રહી છે. વડોદરા મ્યુનિસિપલ કમિશનર દ્વારા મહત્વાકાંક્ષી ‘વિશ્વામિત્રી નદી પ્રોજેક્ટ’ અંગે વિગતવાર માહિતી આપવામાં આવી હતી. મુલાકાત દરમિયાન મ્યુનિ. કમિશનરે એરિક સોલહેમને વિશ્વામિત્રી નદીના વિવિધ સ્થળોની પ્રત્યક્ષ મુલાકાત કરાવીને નદીની વર્તમાન સ્થિતિ અને તેના ભૌગોલિક મહત્વથી માહિતગાર કર્યા હતા. આ ઉપરાંત, કોર્પોરેશનની ટીમ દ્વારા એક વિશેષ પ્રેઝન્ટેશન રજૂ કરવામાં આવ્યું હતું. જેમાં વિશ્વામિત્રી નદીના શુદ્ધિકરણ, પૂર નિયંત્રણ, રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ, સ્થાનિક જૈવ-વૈવિધ્ય તેમજ મગરોના સંરક્ષણ માટેના આયોજનની વિસ્તૃત રૂપરેખા દર્શાવવામાં આવી હતી. એરિક સોલહેમે વડોદરા કોર્પોરેશનના આ આયોજનને મુક્તકંઠે બિરદાવ્યું હતું. તેમણે નદીના પુનઃઉદ્ધાર માટે પોતાના વૈશ્વિક અનુભવોના આધારે જરૂરી અને મહત્વના સૂચનો કર્યા હતા. આ ઉચ્ચ સ્તરીય બેઠક અને મુલાકાત પ્રસંગે વડોદરા મહાનગરપાલિકાના ઉચ્ચ અધિકારીઓ સહિત શહેરના જાણીતા પર્યાવરણવિદો અને નિષ્ણાતો ખાસ ઉપસ્થિત રહ્યા હતા.
    Click here to Read More
    Previous Article
    મહિલાઓમાં ફિટનેસ અને‎રમતગમતને પ્રોત્સાહન‎:200 શહેરોમાંથી વલસાડની પસંદગી, અસ્મિતા ખેલો ઈન્ડિયા મહિલા સાયકલ લીગ સફળતાપૂર્વક યોજાઈ
    Next Article
    ક્રાઈમ બ્રાંચે 22 બેંક પાસે રિપોર્ટ માગ્યો, BOB-ICICIએ રિપોર્ટ આપ્યો:ટેન્સાઈલ, શ્રીમ કન્સ્ટ્રક્શન, બિલ્ડકોનનાં 121 કરોડનાં શંકાસ્પદ ટ્રાન્ઝેક્શન ખૂલ્યાં

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment