Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ભુજમાં કેન્દ્ર સરકારે ઘોરાડ સંરક્ષણની સમીક્ષા કરી:200 ચો.કિમી આવાસ પુનઃસ્થાપન પર ભાર, ગુજરાત એક્શન પ્લાનનું વિમોચન

    8 hours ago

    કેન્દ્ર સરકારે કચ્છની ઘાસભૂમિ અને કુદરતી પર્યાવરણના સંરક્ષણ માટે મહત્વનું પગલું ભર્યું છે. કેન્દ્રીય પર્યાવરણ, વન અને આબોહવા પરિવર્તન મંત્રી ભૂપેન્દ્ર યાદવે ભુજમાં એક ઉચ્ચસ્તરીય સમીક્ષા બેઠક યોજી હતી.આ બેઠકમાં ગ્રેટ ઇન્ડિયન બસ્ટર્ડ (ઘોરાડ)ના સંરક્ષણ, ઘાસભૂમિના પુનઃસ્થાપન અને પ્રોજેક્ટ ચિત્તાની પ્રગતિની સમીક્ષા કરવામાં આવી. ગુજરાતના વન અને પર્યાવરણ મંત્રી અર્જુન મોઢવાડિયા સહિત કેન્દ્ર અને રાજ્ય સરકારના વરિષ્ઠ અધિકારીઓ પણ હાજર રહ્યા હતા.આ બેઠકમાં ઘોરાડના સંરક્ષણ માટે તૈયાર કરાયેલા ‘ગુજરાત એક્શન પ્લાન’નું પણ વિમોચન થયું. આ પ્લાન વાઇલ્ડલાઇફ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયા અને ગુજરાત વન વિભાગે સાથે મળીને બનાવ્યો છે. તે ઘોરાડની નાની અને અલગ પડી ગયેલી વસ્તીને લાંબા સમય સુધી ટકાવી રાખવા માટે વૈજ્ઞાનિક સલાહ આપશે. આ યોજનાનો મુખ્ય હેતુ 30થી વધુ ઘોરાડની વસ્તી બનાવવાનો અને 200થી 500 ચોરસ કિલોમીટરનો સુરક્ષિત કુદરતી આવાસ વિકસાવવાનો છે.હાલમાં કચ્છના લાલા-રાવ વિસ્તારને આ માટે પ્રાથમિકતા અપાઈ છે. આશરે 200 ચોરસ કિલોમીટરના આ વિસ્તારમાં ઘાસભૂમિનું પુનઃસ્થાપન કરાશે.ચરાણનું વ્યવસ્થાપન, ગાંડા બાવળ જેવી આક્રમક વનસ્પતિ દૂર કરવી, શિકારી પ્રાણીઓનું જોખમ ઘટાડવું અને માનવસર્જિત માળખાથી થતા જોખમો ઓછા કરવા જેવા પગલાં લેવાશે. નલિયા વિસ્તારમાં અત્યાર સુધીમાં લગભગ 11 ચોરસ કિલોમીટર ઘાસભૂમિને ગાંડા બાવળથી મુક્ત કરીને ફરી સ્થાપિત કરાઈ છે. તેની સાથે જ લગભગ 15 ચોરસ કિલોમીટર વિસ્તારને આવરી લેતી 30 કિલોમીટર લાંબી પ્રેડેટર-પ્રૂફ ફેન્સિંગ પણ ઊભી કરાઈ છે.મંત્રી ભૂપેન્દ્ર યાદવે કહ્યું કે ઘોરાડનું સંરક્ષણ ફક્ત એક પક્ષીને બચાવવાનો પ્રયાસ નથી. તે કચ્છના સમગ્ર ખુલ્લા કુદરતી પર્યાવરણને જાળવવાનું કામ છે. આ આવાસ ખડમોર, ચિંકારા, રણની બિલાડી, ગીધ અને બીજા શિકારી પક્ષીઓ જેવી ઘણી પ્રજાતિઓ માટે પણ જરૂરી છે.બેઠક દરમિયાન પ્રોજેક્ટ ચિત્તાની પણ સમીક્ષા થઈ હતી. મંત્રાલયના જણાવ્યા મુજબ, દેશમાં ચિત્તાની સંખ્યા વધીને 52 થઈ છે. આમાં ભારતમાં જન્મેલા 49 બચ્ચાંનો સમાવેશ થાય છે. કૂનોમાં બચ્ચાંનો જીવિત રહેવાનો દર લગભગ 68 ટકા નોંધાયો છે. કૂનો અને ગાંધી સાગરના સંકલિત વ્યવસ્થાપનથી ચિત્તા માટેનું સુરક્ષિત આવાસ 3,428 ચોરસ કિલોમીટર સુધી ફેલાયું છે. ગુજરાતની બન્ની ઘાસભૂમિ સહિતના વિસ્તારોને ભવિષ્યમાં ચિત્તા માટે સંભવિત રિલીઝ સાઇટ તરીકે ઓળખવામાં આવ્યા છે. મંત્રીએ સ્પષ્ટ કર્યું કે વન્યજીવ સંરક્ષણની સફળતા ફક્ત પ્રાણીઓની સંખ્યા વધારવાથી નહીં મળે. તેમના સમગ્ર કુદરતી આવાસ, ખોરાકની ઉપલબ્ધતા અને પર્યાવરણીય જોડાણને મજબૂત બનાવવાથી જ તે નક્કી થશે.
    Click here to Read More
    Previous Article
    કેદારનાથ રૂટ પર વરસાદ-ભૂસ્ખલન, એકનું મોત, યાત્રા અટકી:બિહારના 14 જિલ્લામાં પૂર, ગંગામાં 6 દિવસથી ફસાયેલું ક્રુઝ; MP-રાજસ્થાનમાં ભારે વરસાદ
    Next Article
    વડોદરામાં વહેલી સવારથી વરસાદની ધમાકેદાર એન્ટ્રી:પાણીગેટ અને મચ્છીપીઠમાં રોડ પર પાણી ફરી વળ્યા, વાહન ચાલકોને હાલાકી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment