Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સ્વાગત ન થતાં નેતાજી મંચ પર જ રઝળ્યા:રાજપીપળામાં ભાજપના સુશાસન વર્ષની ઉજવણીમાં જ કુશાસન, ધારાસભ્યનું સન્માન ન કરાતાં જતા રહ્યા

    4 days ago

    રાજપીપળાના આંબેડકર હોલમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના શાસનના 12 વર્ષ પૂર્ણ થતાં આયોજીત સુશાસનના કાર્યક્રમમાં જ ભાજપનું કુશાસન જોવા મળ્યું હતું. પ્રબુધ્ધ નાગરિક સંમેલનમાં નાંદોદના ધારાસભ્ય ડૉ. દર્શના દેશમુખનું સન્માન કરવામાં નહિ આવતાં તેઓ કાર્યક્રમ છોડીને રવાના થઇ ગયાં હતાં અને જતાં જતાં મંચ પર હાજર આગેવાનોને ખરીખોટી સંભળાવી હતી. ધારાસભ્ય 30 મિનિટ સુધી મંચ પર બેસી રહયાં હતાં પણ તેમનું સ્વાગત કરવામાં આવ્યું ન હતું અને વકતામાંથી પણ તેમનું નામ હટાવી દેવાયું હતું. આખી ઘટના બની ત્યારે મંચ પર જિલ્લાના પ્રભારીમંત્રી ઇશ્વરસિંહ પટેલ, આદિવાસી મોરચાના પ્રદેશ અધ્યક્ષ ગણપત વસાવા સહિતના આગેવાનો હાજર રહયાં હતાં. કાર્યક્રમ છોડીનેે રવાના થયેલાં ધારાસભ્યએ વડીયા નજીક ગાંધીજીની પ્રતિમા પાસે ધરણા શરૂ કરી દીધાં હતાં. તેમની સાથે ભરૂચના સાંસદ મનસુખ વસાવા પણ જોડાયાં હતાં. રાજપીપળામાં સુશાસન વર્ષની ઉજવણી દરમિયાન ભાજપમાં બખેડો થયો હતો. સંમેલન દરમિયાન નાંદોદના ધારાસભ્ય ડૉ. દર્શના દેશમુખનું અપમાન થતાં અને પ્રોટોકોલ ન જળવાતાં તેઓ કાર્યક્રમ છોડીને બહાર નીકળી ગયા હતા. તેઓ ઉગ્ર નારાજગી સાથે ગાંધી ચો ખાતે ધરણાં પર બેસી ગયાં હતાં.સાંસદ મનસુખ વસાવા પણ તેમના સમર્થનમાં ધરણાંમાં જોડાયા હતાં. ધારાસભ્યનો આક્ષેપ છે કે, નર્મદા જિલ્લા ભાજપના પ્રમુખ નીલ રાવ તેમની ઉપેક્ષા કરી રહયાં છે. તેમના ઇશારે જ આજના કાર્યક્રમમાં તેમને ઇરાદાપુર્વક અપમાનિત કરાયાં છે. જો કે આ બાબતે જિલ્લા ભાજપ પ્રમુખે જણાવ્યું હતું કે, ધારાસભ્યનું સન્માન કરાયું હતું અને આખો મામલો પારિવારિક છે અને તેનો હલ લાવી દેવામાં આવશે. ચૂંટણી જીતીને આવી છું, પેરાગ્લાઇડિંગ કરીને નહિ હું ચૂંટણી જીતીને આવી છું, ઉપરથી પેરાગ્લાઈડિગ કરીને નથી આવી. પ્રમુખના કહેવાથી જ મારું અપમાન થયું છે. શું ભાજપની આ જ શિસ્ત છે. આ લોકોને આદીવાસી સમાજની કાંઈ જ પડી નથી. જિલ્લા ભાજપ પ્રમુખ નીલ રાવ બે વર્ષથી તેમની ઉપેક્ષાની સાથે અપમાનિત કરી રહયાં છે. ગાંધીનગરના એક મોટા મંત્રીનું પીઠબળ હોવાને કારણે જિલ્લા પ્રમુખ પોતાની મનમાની ચલાવી રહ્યા છે. > ડૉ. દર્શના દેશમુખ, ધારાસભ્ય, નાંદોદ મંત્રીને મળવાનો ધારાસભ્યએ ઇનકાર કરી દીધો‎ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ખુદ દેડિયાપાડામાં સભા કરી હોવા છતાં જિલ્લામાં આમ આદમી પાર્ટીનું વર્ચસ્વ વધી રહયું છે. સ્થાનિક સ્વરાજની ચુંટણીના પરિણામો બાદ ભાજપમાં ચાલતો આંતરિક વિખવાદ ઉગ્ર બની ગયો છે. કાર્યક્રમ પૂરો કરીને પ્રભારી મંત્રી ઈશ્વરસિંહ પટેલ અને ગણપત વસાવા સીધા રાજપીપળા સર્કિટ હાઉસ પહોંચ્યા હતા. ડેમેજ કંટ્રોલ કરવા માટે મંત્રીઓએ નારાજ ધારાસભ્ય ડૉ. દર્શનાબેનને વાતચીત કરવા સર્કિટ હાઉસ તેડાવ્યા હતા. પરંતુ ધારાસભ્યએ મંત્રીઓને મળવા જવાનો સ્પષ્ટ ઈનકાર કરી દીધો હતો. સાંસદ: બેન બેસોને, ધારાસભ્ય: ના,‎સાહેબ આવું અપમાન કરવા બોલાવો છો ?‎ સાંસદ :- બેન બેસોને.. દર્શના દેશમુખ:- ના સાહેબ આવું અપમાન કરવા માટે ધારાસભ્યને સીટ આપો છો. મહિલા ધારાસભ્ય છું તો એનો મતલબ એવો છે કે આવી રીતે ભારતીય જનતા પાર્ટીની શિસ્તબદ્ધતા છે આપની? અહિયાં આદિવાસી સમાજના અમારા અધ્યક્ષ હોય ત્યારે આદિવાસી સમાજનું “ તમે વચ્ચે નઈ બોલો મારી આગળ” ત્યારે પછીને અપમાન કરવા માટે બોલાવો છો, ના સાહેબ તમે પ્રભારી મંત્રી છો તમે જુઓ છો સવારથી કેવી રીતે ચાલી રહ્યું છે મારું અપમાન કરવા માટે બોલાવો છો મને. ચૂંટણીમાં જીતીને આવી છુ ઉપરથી પેરા ગ્લાઈડિંગ કરીને નથી આવી, અહીં મારા વિસ્તારના અધ્યક્ષ છે, મારા આદિવાસી મોરચાના અધ્યક્ષ છે. (સાંસદને કહે છે) બસ આભાર આપનો થેંક્યું આપે મારા માટે લડ્યા એ માટે ખૂબ ખૂબ આભાર સર્વે જનતાનો. (રવિ દેશમુખે કહ્યું કોણે કરી માથાકૂટ) દર્શના દેશમુખ:- આ પેલો છે ને મહામંત્રી એ પણ પ્રમુખના આધાર ઉપર જ કીધું હશે ને રવા દેને ભાઈ ચાલ, એ તો પ્રમુખના આધારે જ કીધું હોય, ચાલ કોઈને કહેવાનો મતલબ નથી આ બધા લોકોને ગાંધારીની જેમ આંખે પાટા બાંધ્યા છે. આદિવાસી સમાજની કોઈને પડી નથી, આદિવાસી સમાજ જાય ભાડમાં બધાને એવું છે.
    Click here to Read More
    Previous Article
    કચરામાંથી કંચન:VMC અને NIUA વચ્ચે કરાર શહેરમાં બનશે આધુનિક કમ્પ્રેસ્ડ બાયોગેસ પ્લાન્ટ
    Next Article
    સરકારી આંગણવાડી, બાલવાટિકા, પ્રાથમિક, માધ્યમિકમાં પ્રવેશોત્સવ યોજાશે:રાજ્યમાં 23થી 25 જૂન દરમિયાન ત્રિ-દિવસીય શાળા પ્રવેશોત્સવ યોજાશે

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment