Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    નવસારીના મેયર અશોક ધોરાજીયાએ સરકારી કાર, બંગલો નકાર્યા:VIP કલ્ચર ખતમ કરવા PM મોદીની અપીલને માન આપ્યું, મેયરનો પ્રજાલક્ષી અને પ્રશંસનીય નિર્ણય

    2 days ago

    નવસારી મહાનગરપાલિકાના પ્રથમ મેયર અશોક ધોરાજીયાએ પદભાર સંભાળતા જ એક મહત્વનો નિર્ણય લીધો છે. તેમણે મહાનગરપાલિકા દ્વારા ફાળવવામાં આવતી સરકારી કાર અને સરકારી બંગલાનો સ્વીકાર કરવાનો ઇનકાર કર્યો છે. આ નિર્ણયને શહેરમાં VIP કલ્ચરનો અંત લાવવાના પગલા તરીકે જોવામાં આવી રહ્યો છે. સામાન્ય રીતે મેયરને પ્રોટોકોલ મુજબ નવી ઇનોવા કાર ફાળવવામાં આવે છે. જોકે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ઇંધણનો કરકસરપૂર્વક ઉપયોગ કરવાની અપીલને ધ્યાનમાં રાખીને મેયર અશોક ધોરાજીયાએ સરકારી વાહન પરત મોકલી આપ્યું છે. તેમણે જણાવ્યું કે, તેઓ જનસેવાના કાર્યો માટે પોતાના ખાનગી વાહનનો જ ઉપયોગ કરશે, જેનાથી મહાનગરપાલિકાની તિજોરીને લાખો રૂપિયાની બચત થશે. જોકે, તાત્કાલિક જરૂરિયાત હોય તો પ્રોટોકોલ મુજબ કારનો ઉપયોગ કરી શકાય છે. આ ઉપરાંત, નવસારીમાં જયશંકર પાર્ટી પ્લોટ નજીક મેયર માટે એક સરકારી બંગલાનું નિર્માણ કાર્ય ચાલી રહ્યું છે. આ બંગલો તૈયાર થયા પછી પણ મેયર અશોક ધોરાજીયા ત્યાં રહેવા નહીં જાય. તેમણે જાહેરાત કરી છે કે, તેઓ જલાલપોર રોડ પર આવેલા પોતાના હાલના નિવાસસ્થાનેથી જ નગરજનોની સેવા કરશે. સરકારી સવલતોના દુરુપયોગના કિસ્સાઓ વચ્ચે જનતાના પૈસાનો આ પ્રકારે સદુપયોગ કરવાનો તેમનો નિર્ણય વહીવટી તંત્રમાં ચર્ચાનો વિષય બન્યો છે. આ પગલાથી વહીવટી તંત્રમાં પારદર્શિતા અને જવાબદારીનો સંદેશો પહોંચ્યો છે. અશોક ધોરાજીયા છેલ્લા 42 વર્ષથી ભાજપ સંગઠનમાં સક્રિય છે અને દક્ષિણ ગુજરાતમાં પક્ષને મજબૂત કરવામાં તેમની મહત્વની ભૂમિકા રહી છે. સ્થાનિક ચૂંટણીમાં તેમણે વોર્ડ નંબર 2 માંથી 6,273 મતો મેળવીને જીત હાંસલ કરી હતી. શહેરના બુદ્ધિજીવીઓ અને ક્રેડાઈ પ્રમુખે નિર્ણયને વધાવ્યો. મેયર અશોક ધોરાજીયાના આ પ્રજાલક્ષી નિર્ણયને શહેરના પ્રબુદ્ધ નાગરિકોએ આવકાર્યો છે. ક્રેડાઈ (CREDAI) સંગઠનના પ્રમુખ ભરત સુખડિયાએ આ અંગે પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે, મેયર અશોક ધોરાજીયાનો આ નિર્ણય ખરેખર પ્રશંસનીય અને પ્રજાલક્ષી છે. પ્રજાના ટેક્સના પૈસાનો આ પ્રકારે સદુપયોગ થવો જોઈએ અને અન્ય નેતાઓએ પણ આમાંથી પ્રેરણા લેવી જોઈએ.
    Click here to Read More
    Previous Article
    વડોદરામાં યુવક પર જાહેરમાં છરીથી હુમલો:કારેલીબાગમાં ઉછીના રૂપિયાની ઉઘસાણીમાં મિત્રનો યુવક પર હુમલો, હાથની નસ કાપતાં હોસ્પિટલ ખસેડાયો
    Next Article
    'દેશભરમાંથી ઘૂસણખોરોને વીણી-વીણીને બહાર કાઢીશું:કેન્દ્રીય ગૃહમંત્રીએ કહ્યું- આજે દેશના 80 ટકા ભૂભાગ પર ભાજપનું શાસન, 2029 સુધીમાં ગાંધીનગરના દરેક ગામ આત્મનિર્ભર બનશે

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment