Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વડોદરામાં યુવક પર જાહેરમાં છરીથી હુમલો:કારેલીબાગમાં ઉછીના રૂપિયાની ઉઘસાણીમાં મિત્રનો યુવક પર હુમલો, હાથની નસ કાપતાં હોસ્પિટલ ખસેડાયો

    2 days ago

    વડોદરાના કારેલીબાગ વિસ્તારમાં ઉછીના આપેલા રૂપિયા પરત માંગતા યુવક પર છરીથી હુમલો કરવામાં આવ્યો હોવાનો બનાવ સામે આવ્યો છે. ઇજાગ્રસ્ત યુવકને હાથમાં ગંભીર ઇજા થતાં પહેલા એસએસજી હોસ્પિટલ અને બાદમાં વધુ સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. ઘટનાને પગલે પોલીસે ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે. ઉછીના રૂપિયા પરત માંગતા યુવક ઉશ્કેરાયો પ્રાપ્ત વિગતો અનુસાર કારેલીબાગના કાસમ આલા કબ્રસ્તાન નજીક શ્રીનાથ પેટ્રોલ પંપ પાસે રહેતા સાજીદ જાવેદઅલી પઠાણ (ઉ.વ.20) મજૂરી કામ કરી પરિવારનું ગુજરાન ચલાવે છે. ગત 27 મેના રોજ બપોરે તેઓ કાસમ આલા વિસ્તારમાં આવેલી કબીર હોટલ ખાતે જમવા ગયા હતા. જમ્યા બાદ હોટલ બહાર બેઠા હતા, ત્યારે મહોલ્લામાં રહેતો સોહેબ બુંદુખાન પઠાણ ત્યાં આવ્યો હતો. વાતચીત દરમિયાન સાજીદે અગાઉ ઉછીના આપેલા રૂ.2 હજાર પરત માંગતા સોહેબ ઉશ્કેરાઈ ગયો હતો. અંગૂઠા પર બટકું ભરી હાથમાં છરીના બે ઘા માર્યા આક્ષેપ મુજબ સોહેબે ગાળો બોલી ઝપાઝપી શરૂ કરી સાજીદના જમણા હાથના અંગૂઠા પર બટકું ભર્યું હતું. બાદમાં તે પોતાના ઘરેથી છરી લઈને આવ્યો હતો અને હુમલો કરતા સાજીદના જમણા હાથના કાંડા પાસે બે ઘા માર્યા હતા. ઇજાના કારણે ભારે લોહી વહેતા સાજીદને તાત્કાલિક સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો. ડોક્ટરે હાથની નસ કપાઈ હોવાનું જણાવ્યું હોવાનું ફરિયાદમાં ઉલ્લેખાયું છે. ઘટના અંગે સાજીદ પઠાણે સોહેબ બુંદુખાન પઠાણ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા ફરિયાદ નોંધાવી છે. પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
    Click here to Read More
    Previous Article
    કચરાની આગે ટેમ્પો લપેટમાં લીધો:ઉધનામાં કચરાના ઢગલાની આગ ટેમ્પામાં પ્રસરી, ફાયર બ્રિગેડે સમયસૂચકતા વાપરી મોટી હોનારત ટાળી
    Next Article
    નવસારીના મેયર અશોક ધોરાજીયાએ સરકારી કાર, બંગલો નકાર્યા:VIP કલ્ચર ખતમ કરવા PM મોદીની અપીલને માન આપ્યું, મેયરનો પ્રજાલક્ષી અને પ્રશંસનીય નિર્ણય

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment