Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    કચરાની આગે ટેમ્પો લપેટમાં લીધો:ઉધનામાં કચરાના ઢગલાની આગ ટેમ્પામાં પ્રસરી, ફાયર બ્રિગેડે સમયસૂચકતા વાપરી મોટી હોનારત ટાળી

    2 days ago

    સુરત શહેરના ઉધના વિસ્તારમાં આજે એક આકસ્મિક આગની ઘટના સામે આવી છે. ઉધના ખાતે આવેલા હરીનગર-3 કોમ્યુનિટી હોલ પાસે ખુલ્લામાં પડેલા કચરાના ઢગલામાં અચાનક ભેદી સંજોગોમાં આગ ભભૂકી ઉઠી હતી. જોતજોતામાં આ આગ એટલી વિકરાળ બની ગઈ હતી કે તેની ઝપેટમાં બાજુમાં પાર્ક કરેલો એક ટેમ્પો પણ આવી ગયો હતો. ઘટનાને પગલે સ્થાનિક વિસ્તારમાં થોડીવાર માટે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. કચરાની આગે ટેમ્પો લપેટમાં લીધો મળતી માહિતી મુજબ, ઉધના હરીનગર-3 કોમ્યુનિટી હોલની બહાર જાહેર જગ્યા પર કચરાનો મોટો ઢગલો એકઠો થયેલો હતો. કોઈ અજ્ઞાત કારણોસર આ કચરાના ઢગલામાં આગ લાગી હતી. ઉનાળાની સિઝન અને ગરમીના કારણે આગે જોર પકડ્યું હતું અને પવનના લીધે લપેટો બાજુમાં જ પાર્ક કરી રાખેલા એક ટેમ્પા સુધી પહોંચી ગઈ હતી. જોતજોતામાં ટેમ્પો પણ સળગવા માંડ્યો હતો, જેને પગલે સ્થાનિક રહીશોએ તાત્કાલિક સુરત ફાયર વિભાગને આ અંગે જાણ કરી હતી. ફાયર ફાઈટરોએ ગણતરીની મિનિટોમાં આગ પર કાબૂ મેળવ્યો આગની ઘટનાની માહિતી મળતા જ સુરત ફાયર બ્રિગેડની ટીમ સહેજ પણ સમય બગાડ્યા વિના ઘટનાસ્થળે દોડી આવી હતી. ફાયરના જવાનોએ તાત્કાલિક વોટર કેનન વડે પાણીનો મારો ચલાવીને આગ બુઝાવવાની કામગીરી શરૂ કરી દીધી હતી. ભારે જહેમત બાદ ફાયરની ટીમે આગ પર સંપૂર્ણ કાબૂ મેળવી લીધો હતો અને તેને વધુ પ્રસરતી અટકાવી હતી. કોઈ જાનહાનિ નહીં, મોટો અકસ્માત ટળ્યો ફાયર અધિકારીના જણાવ્યા અનુસાર, આગ લાગવાના કારણે ટેમ્પાના કેટલાક ભાગને નુકસાન થયું છે, પરંતુ સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ કે ઈજા થવા પામી નથી. સમયસર ફાયર ફાઈટરો ઘટનાસ્થળે પહોંચી જતાં આગ આસપાસના અન્ય વાહનો કે રહેણાંક વિસ્તાર સુધી પહોંચી શકી નહોતી, જેના કારણે મોટી હોનારત ટળી ગઈ હતી. પ્રાથમિક તબક્કે કચરામાં આગ કયા કારણે લાગી તે જાણી શકાયું નથી.
    Click here to Read More
    Previous Article
    મધ્યપ્રદેશમાં ગુજરાતી પ્રવાસીઓની બસ-કાર પર પથ્થરમારો:બેને ઈજા, હદ મામલે પોલીસે ખો આપ્યાનો આક્ષેપ, નીતિન ગડકરી હાઈવે બનાવે તો સિક્યુરિટીની જવાબદારી પણ લે: પ્રવાસી
    Next Article
    વડોદરામાં યુવક પર જાહેરમાં છરીથી હુમલો:કારેલીબાગમાં ઉછીના રૂપિયાની ઉઘસાણીમાં મિત્રનો યુવક પર હુમલો, હાથની નસ કાપતાં હોસ્પિટલ ખસેડાયો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment