Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    એકના એક પુત્રના મોતથી પિતાની હિંમત ખૂટી, રડી પડ્યા:ન્યૂ VIP રોડ પર ઘરની બહાર રમતા 3 વર્ષના બાળકને અર્ટિગા કારે કચડ્યું, સ્થળે જ મોત

    7 hours ago

    વડોદરાના ન્યૂ VIP રોડ પર આવેલા શિલ્પગ્રીન ફ્લેટના ગેટ નજીક ઘર બહાર રમી રહેલા 3 વર્ષના માસૂમ બાળક જોય સોલંકીને અર્ટિગા કારચાલકે કચડી નાખતાં સ્થળ પર જ કમકમાટીભર્યું મોત નીપજ્યું છે. અકસ્માત સર્જીને બાળકને હોસ્પિટલ પહોંચાડ્યા બાદ આરોપી કારચાલક ત્યાંથી નાસી છૂટ્યો હતો. આ મામલે બાપોદ પોલીસે મૃતક બાળકના પિતાની ફરિયાદના આધારે ગુનો નોંધી ફરાર કારચાલકને ઝડપી પાડવા ચક્ર ગતિમાન કર્યા છે. રમી રહેલા માસૂમ પર સોસાયટીના રહીશે કાર ચડાવી દીધી બનાવની વિગતો મુજબ, 31 ઓગસ્ટની રાત્રે સાડા નવ વાગ્યાના અરસામાં 3 વર્ષીય જોય સોલંકી ફ્લેટના ગેટ પાસે રમી રહ્યો હતો. આ દરમિયાન એ જ સોસાયટીમાં રહેતા વિપુલ ચુનીલાલ માછીએ પોતાની અર્ટિગા કાર પૂરઝડપે અને બેદરકારીપૂર્વક હંકારીને માસૂમ બાળકને જોરદાર ટક્કર મારી હતી. માથા અને કાનના ભાગે ગંભીર ઈજાઓ પહોંચતાં બાળકે સ્થળ પર જ દમ તોડી દીધો હતો. હોસ્પિટલ પહોંચાડ્યા બાદ આરોપી કારચાલક નાસી છૂટ્યો અકસ્માત સર્જાયા બાદ પિતા મનોજભાઈ સોલંકી તાત્કાલિક પુત્રને ઊંચકીને આરોપી વિપુલની કારમાં જ સારવાર અર્થે હોસ્પિટલ લઈ ગયા હતા. જોકે, હોસ્પિટલ પહોંચતાં જ ડોક્ટરોએ બાળકને મૃત જાહેર કરતાં આરોપી વિપુલ માછી ત્યાંથી ફરાર થઈ ગયો હતો અને હાલ પોતાના ઘરેથી પણ ભાગી છૂટ્યો છે. એકના એક પુત્રના મોતથી પરિવારમાં આક્રંદ, કડક સજાની માગ છૂટક મજૂરી કરીને પરિવારનું ગુજરાન ચલાવતા મનોજભાઈ સોલંકીના એકના એક માસૂમ પુત્રના અકાળે મોતથી પરિવાર પર આભ તૂટી પડ્યું છે. શોકમગ્ન પિતા અને પરિવારે તંત્ર પાસે ન્યાયની ગુહાર લગાવીને બેફામ કાર ચલાવનાર આરોપી ચાલક વિપુલ માછી સામે કડકમાં કડક કાનૂની કાર્યવાહી કરી તેને સખત સજા આપવાની માંગ કરી છે.
    Click here to Read More
    Previous Article
    નવા પંચાયત પદાધિકારીઓનો વિધાનસભામાં એક દિવસીય તાલીમ વર્કશોપ:નવનિયુક્ત પ્રમુખ-ઉપપ્રમુખ, ચેરમેનોને સત્તા, જવાબદારીના પાઠ ભણાવાશે
    Next Article
    કૂતરું આડે આવતાં અલોડા-ધિણોજ હાઈવે પર અકસ્માત:સ્વિફ્ટ કાર ડિવાઇડર કૂદીને પલટી, એક જ પરિવારના ત્રણ સભ્યને ઈજા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment