Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    કૂતરું આડે આવતાં અલોડા-ધિણોજ હાઈવે પર અકસ્માત:સ્વિફ્ટ કાર ડિવાઇડર કૂદીને પલટી, એક જ પરિવારના ત્રણ સભ્યને ઈજા

    7 hours ago

    મહેસાણાના અલોડાથી ધિણોજ હાઈવે રોડ પર માતાજીના દર્શન કરીને પરત ફરી રહેલા પરિવારની સ્વિફ્ટ કાર સામે અચાનક કૂતરું આવી જતાં ગંભીર અકસ્માત સર્જાયો હતો. ચાલકે કાબૂ ગુમાવતાં કાર ડિવાઇડર કૂદીને રોંગ સાઈડમાં પલટી મારી ગઈ હતી. આ અકસ્માતમાં કારમાં સવાર એક જ પરિવારના 3 સભ્યો ઈજાગ્રસ્ત થયા હતા. બનાવ અંગે મહિલાએ પોતાના જ કારચાલક પુત્ર સામે બેદરકારીથી વાહન ચલાવ્યા અંગે મહેસાણા તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે. દિવાળીયા પૂજા કરી પરત ફરતાં સર્જાયો અકસ્માત ચાણસ્માના ઈંદિરાનગરમાં રહેતો નાઈ પરિવાર દેલા મુકામે સિકોતર માતાજીના મંદિરે દર્શન કરીને પોતાની સ્વિફ્ટ કાર (GJ 24 X 7019)માં પરત ફરી રહ્યો હતો. બપોરે 12 વાગ્યાના સુમારે અલોડા-ધિણોજ રોડ પર પૂરઝડપે જતી કાર સામે કૂતરું આવી જતાં ચાલકે સ્ટીયરિંગ પરનો કાબૂ ગુમાવ્યો હતો અને કાર ડિવાઇડર કુદાવીને બે-ત્રણ ગોથાં ખાઈ ગઈ હતી. ઈજાગ્રસ્ત સાસુને અમદાવાદ સિવિલ ખસેડાયા અકસ્માતમાં કારમાં સવાર કપિલાબેન નાઈ, તેમના સાસુ સકરીબેન તથા પુત્ર પાર્થ ઈજાગ્રસ્ત થયા હતા. સ્થાનિકોએ 108 મારફતે તમામને મહેસાણા સિવિલ હોસ્પિટલ પહોંચાડ્યા હતા. જ્યાં સકરીબેનને બંને ઢીંચણના ભાગે ગંભીર ઈજા હોવાથી વધુ સારવાર અર્થે અમદાવાદની અસારવા સિવિલ હોસ્પિટલ રીફર કરવામાં આવ્યા છે. પુત્ર સામે માતાએ નોંધાવી પોલીસ ફરિયાદ અકસ્માતમાં ભોગ બનેલા કપિલાબેન નાઈએ પોતાની જ કાર પૂરઝડપે અને બેદરકારીપૂર્વક ચલાવી અકસ્માત સર્જવા બદલ પોતાના પુત્ર અને કારચાલક પાર્થ અશોકકુમાર નાઈ વિરુદ્ધ મહેસાણા તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતાં પોલીસે કાયદેસરની તપાસ શરૂ કરી છે.
    Click here to Read More
    Previous Article
    એકના એક પુત્રના મોતથી પિતાની હિંમત ખૂટી, રડી પડ્યા:ન્યૂ VIP રોડ પર ઘરની બહાર રમતા 3 વર્ષના બાળકને અર્ટિગા કારે કચડ્યું, સ્થળે જ મોત
    Next Article
    ટ્રાફિક સમસ્યા ને લઈ 15 હોસ્પિટલોને નોટિસ:જૂનાગઢમાં ટ્રાફિક અને અકસ્માત રોકવા પોલીસ કડક: બેઝમેન્ટ પાર્કિંગ ન ખોલનાર 15 હોસ્પિટલો સીલ થશે, તંત્રની આકરી ચેતવણી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment