Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ટ્રાફિક સમસ્યા ને લઈ 15 હોસ્પિટલોને નોટિસ:જૂનાગઢમાં ટ્રાફિક અને અકસ્માત રોકવા પોલીસ કડક: બેઝમેન્ટ પાર્કિંગ ન ખોલનાર 15 હોસ્પિટલો સીલ થશે, તંત્રની આકરી ચેતવણી

    8 hours ago

    ​જૂનાગઢના ઝાંઝરડા ચોકડી વિસ્તારમાં છેલ્લા 15 દિવસથી સતત વધી રહેલા અકસ્માતોના બનાવો અને વણસેલી ટ્રાફિક સમસ્યાને પગલે પોલીસ તંત્ર ભારે કડક મૂડમાં આવી ગયું છે. આ વિસ્તારમાં આવેલી અંદાજે 15 જેટલી નાની-મોટી હોસ્પિટલો દ્વારા પાર્કિંગ માટેના બેઝમેન્ટ બંધ રાખવામાં આવતા હોવાથી મુખ્ય માર્ગો પર વાહનોનું ગેરકાયદે પાર્કિંગ થાય છે, જે અકસ્માતોનું મુખ્ય કારણ બની રહ્યું છે. આ ગંભીર બેદરકારી સામે તંત્રએ આકરું વલણ અપનાવીને તમામ હોસ્પિટલોને બેઝમેન્ટ પાર્કિંગ તાત્કાલિક ખુલ્લા કરવા આકરી નોટિસો ફટકારી દીધી છે અને આ અંગે જિલ્લા આરોગ્ય અધિકારીને પણ લેખિતમાં પત્ર મોકલીને જાણ કરી દેવામાં આવી છે. ​ટ્રાફિક શાખાના પીએસઆઈ સંજયસિંહ જાડેજાએ જણાવ્યું છે કે નોટિસ મળ્યા બાદ પણ જે હોસ્પિટલો પોતાના બેઝમેન્ટ પાર્કિંગ ખુલ્લા નહીં કરે, તેમની સામે મહાનગરપાલિકાને સાથે રાખીને હોસ્પિટલોને સીલ મારવા સુધીની કાયદાકીય કાર્યવાહી હાથ ધરવામાં આવશે. આ ઉપરાંત, જે હોસ્પિટલો પાસે બેઝમેન્ટની સુવિધા નથી, તેમણે અલગથી પાર્કિંગ પ્લોટની વ્યવસ્થા કરીને દર્દીઓ અને મુલાકાતીઓના વાહનો ત્યાં જ પાર્ક કરાવવાના રહેશે. બેઝમેન્ટ કે અલગ પાર્કિંગ પ્લોટ વગર ચાલતી હોસ્પિટલોને રસ્તા પર વાહનો પાર્ક કરવાની બિલકુલ પરવાનગી આપવામાં આવશે નહીં અને આવી હોસ્પિટલો, સંકળાયેલા મેડિકલ સ્ટોર્સ કે ગેરકાયદે પાર્ક થતા વાહનો સામે આકરાં પગલાં ભરવામાં આવશે. ​અકસ્માતો રોકવા અને વાહનવ્યવહાર સુચારૂ બનાવવા માટે તંત્ર દ્વારા ઝાંઝરડા ચોકડી, મધુરમ સહિત જિલ્લાના અન્ય તમામ અકસ્માત સંભવિત બ્લેક સ્પોટ્સની સંયુક્ત તપાસ કરવામાં આવી છે. ઝાંઝરડા ચોકડી અને નવા બાયપાસ આસપાસના રસ્તાઓ પર ટ્રાફિક વ્યવસ્થા સંપૂર્ણપણે સુદ્રઢ બને તે માટે પોલીસ વિભાગ, નેશનલ હાઈવે ઓથોરિટી, મહાનગરપાલિકા અને આર.ટી.ઓ. સહિત તમામ સંબંધિત વિભાગોની ટીમોએ સંકલન સાધીને યુદ્ધના ધોરણે કડક અમલીકરણ સાથે કામગીરી શરૂ કરી દીધી છે.
    Click here to Read More
    Previous Article
    કૂતરું આડે આવતાં અલોડા-ધિણોજ હાઈવે પર અકસ્માત:સ્વિફ્ટ કાર ડિવાઇડર કૂદીને પલટી, એક જ પરિવારના ત્રણ સભ્યને ઈજા
    Next Article
    દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ વે પર ટ્રેલર-LPG ભરેલા ટેન્કરની ટક્કર:પાદરા નજીક સરસવણી પાસે 12 કલાકથી 'જીવતા બોમ્બ' સમાન પડી રહ્યું ટેન્કર, એક્સપ્રેસ વે વન-વે કરાયો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment