Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    નવા પંચાયત પદાધિકારીઓનો વિધાનસભામાં એક દિવસીય તાલીમ વર્કશોપ:નવનિયુક્ત પ્રમુખ-ઉપપ્રમુખ, ચેરમેનોને સત્તા, જવાબદારીના પાઠ ભણાવાશે

    7 hours ago

    રાજ્યમાં નવનિયુક્ત થયેલા પંચાયત પદાધિકારીઓ માટે વિધાનસભા સચિવાલય ખાતે એક દિવસીય તાલીમ વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું છે. પંચાયતી રાજની વ્યવસ્થા, પદાધિકારીઓની સત્તા, જવાબદારી અને કામગીરી સહિતના વિવિધ વિષયો અંગે નવનિયુક્ત પદાધિકારીઓને માર્ગદર્શન આપવામાં આવશે. તાલીમ વર્કશોપમાં જિલ્લા પંચાયતના નવનિયુક્ત પ્રમુખ-ઉપપ્રમુખ તેમજ કારોબારી સમિતિના ચેરમેનોને તાલીમ આપવામાં આવશે. આ ઉપરાંત જિલ્લા મુખ્ય મથક ખાતે કાર્યરત તાલુકા પંચાયતના પ્રમુખ-ઉપપ્રમુખ અને કારોબારી સમિતિના ચેરમેનો પણ તાલીમ કાર્યક્રમમાં જોડાશે. પંચાયતી રાજના વિવિધ પાસાં અંગે માર્ગદર્શન એક દિવસીય વર્કશોપ દરમિયાન પંચાયતી રાજની કામગીરી સાથે સંકળાયેલા વિવિધ વિષયો અંગે પદાધિકારીઓને સમજ આપવામાં આવશે. સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં પદાધિકારીઓની ભૂમિકા, સત્તા અને જવાબદારી સહિતના મુદ્દાઓ પર માર્ગદર્શન આપવામાં આવશે. નવનિયુક્ત પદાધિકારીઓ પોતાની જવાબદારી વધુ અસરકારક રીતે નિભાવી શકે તે હેતુથી આ તાલીમનું આયોજન કરાયું છે. CM અને વિધાનસભા અધ્યક્ષની ઉપસ્થિતિ આ મહત્વના તાલીમ કાર્યક્રમમાં ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરી ઉપસ્થિત રહેશે. સાથે જ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ કાર્યક્રમમાં હાજરી આપશે. તાલીમના સમાપન સમારોહમાં નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી ઉપસ્થિત રહેશે. માવળંકર સંસદીય અભ્યાસ અને તાલીમ બ્યુરોનું આયોજન આ સમગ્ર તાલીમ કાર્યક્રમનું આયોજન ગુજરાત વિધાનસભા સચિવાલયના ગ.વા. માવળંકર સંસદીય અભ્યાસ અને તાલીમ બ્યુરો દ્વારા કરવામાં આવ્યું છે. રાજ્યના પંચાયતી રાજના નવનિયુક્ત પદાધિકારીઓને વહીવટી કામગીરી અને તેમની ભૂમિકા અંગે વ્યવહારુ માર્ગદર્શન મળી રહે તે આ વર્કશોપનો મુખ્ય હેતુ છે.
    Click here to Read More
    Previous Article
    'કોઈ અમને આતંકવાદી કહે છે, કોઈ ફતવો જાહેર કરે છે':શબાના આઝમીએ કહ્યું- 'મને અને જાવેદ અખ્તરને હિંદુ-મુસ્લિમ, બંને સહન કરી શકતા નથી'
    Next Article
    એકના એક પુત્રના મોતથી પિતાની હિંમત ખૂટી, રડી પડ્યા:ન્યૂ VIP રોડ પર ઘરની બહાર રમતા 3 વર્ષના બાળકને અર્ટિગા કારે કચડ્યું, સ્થળે જ મોત

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment