Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સુરતમાં VIP રોડ માટે 25 વર્ષનું ડ્રેનેજ પ્લાનિંગ નિષ્ફળ:જળબંબાકાર બાદ હવે નવી મોટી સ્ટોર્મ ડ્રેઇન લાઇન નાખવાનું આયોજન, કામગીરી માટે કમિશનરનો આદેશ

    2 days ago

    સુરત શહેરમાં છેલ્લા બે દિવસથી વરસી રહેલા અવિરત અને મુશળધાર વરસાદને કારણે શહેરના પોશ અને VIP ગણાતા વિસ્તારો પાણીમાં ગરકાવ થઈ ગયા છે. ખાસ કરીને VIP રોડ, ખાટુશ્યામ મંદિર પરિસર, ભીમરાડ અને ભગવાન મહાવીર કોલેજની આસપાસના રસ્તાઓ પર અભૂતપૂર્વ જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. આ ગંભીર પરિસ્થિતિને પગલે સુરત મ્યુનિસિપલ કમિશનર એમ. નાગરાજન પોતે ગ્રાઉન્ડ ઝીરો પર ઉતરીને પરિસ્થિતિનું સીધું મોનિટરિંગ કરી રહ્યા છે. ખાડીઓના પાણીના ઝડપી નિકાલ માટે તાત્કાલિક કામગીરી શરુ VIP રોડ પર અગાઉ ક્યારેય ન ભરાયા હોય એટલા પાણી ભરાવાની સમસ્યા અંગે કમિશનરે સ્પષ્ટતા કરી હતી કે, છેલ્લા 10 વર્ષમાં આ વિસ્તારમાં થયેલા અત્યંત ઝડપી શહેરીકરણ અને વસ્તીવિસ્તારને કારણે ભૂતકાળમાં કરાયેલું 20થી 25 વર્ષનું સ્ટોર્મ વોટર ડ્રેઇનનું આયોજન હવે ઓવરફ્લો થઈ ગયું છે. આ વિસ્તારની નજીકથી જ બે મુખ્ય ખાડીઓ પસાર થતી હોવાથી ખાડીઓ ઓવરફ્લો થતાં જ શહેરનું પાણી પાછું બેક મારે છે. આથી, VIP રોડની ડ્રેનેજ કેપેસિટી વધારવા અને આસપાસની ખાડીઓના પાણીના ઝડપી નિકાલ માટે મહાનગરપાલિકા દ્વારા એક વિશાળ, આધુનિક અને દીર્ઘકાલીન નવા સંકલિત આયોજન પર તાત્કાલિક કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. તમામ ઝોનના કર્મચારીઓ સતત ફિલ્ડ પર તૈનાત હવામાન વિભાગ દ્વારા આગામી સમય માટે જાહેર કરવામાં આવેલા 6 કલાકના ભારે રેડ એલર્ટને ધ્યાનમાં રાખીને સુરત મહાનગરપાલિકાનું આખું તંત્ર અને તમામ ઝોનના કર્મચારીઓ સતત ફિલ્ડ પર તૈનાત કરવામાં આવ્યા છે. કમિશનરે જણાવ્યા મુજબ VIP રોડ અને અઠવા ઝોનમાં સર્જાયેલી જળબંબાકારની સ્થિતિમાંથી લોકોને રાહત આપવા તંત્ર દ્વારા સમસ્યાના મૂળ સુધી પહોંચીને નિવારણાત્મક પગલાં લેવામાં આવ્યા છે. છેલ્લા 2-3 દિવસથી સતત કામગીરી કરીને સ્ટોર્મ વોટર ડ્રેઇન લાઇનનું હાઇ-પ્રેશર ફ્લશિંગ કરવામાં આવ્યું છે, જેનાથી લાઇન બ્લોકેજ દૂર થતાં પાણીની વહનક્ષમતા અને નિકાલની ઝડપમાં નોંધપાત્ર વધારો થયો છે. આ ઉપરાંત, ભીમરાડ ખાડી પર જમા થયેલા વિપુલ પ્રમાણના કચરા અને ઝાડી-ઝાંખરા દૂર કરી ખાડીને પહોળી અને સાફ કરવામાં આવી છે, જેથી ભરાયેલા વરસાદી પાણીનો નિકાલ અત્યંત ઝડપથી શક્ય બન્યો છે. 25 વર્ષનું પ્લાનિંગ ટૂંકું પડ્યું સુરત શહેરમાં છેલ્લા એક દાયકામાં થયેલા આડેધડ અને વિરાટ વ્યાપારી તથા રહેણાંક વિકાસને કારણે જૂની પાયાની સુવિધાઓ હવે ટૂંકી પડી રહી છે. કમિશનર એમ. નાગરાજનના જણાવ્યા અનુસાર અગાઉ જે ક્ષમતા સાથે 20થી 25 વર્ષનું વિઝન રાખીને સ્ટોર્મ ડ્રેનેજ લાઇન નાખવામાં આવી હતી, તેની કેપેસિટી વર્તમાન વરસાદી પાણીના જથ્થા અને કોંક્રિટાઇઝેશન સામે સંપૂર્ણપણે ફુલ થઈ ગઈ છે. સ્માર્ટ સિટીના દાવાઓ વચ્ચે રસ્તાઓ પરથી વહીને આવતા પાણીનો જથ્થો જૂની ડ્રેનેજ લાઇન સમાવી શકતી નથી. આથી, હવે માત્ર હંગામી ધોરણે પંપ મૂકી પાણી નિકાલ કરવાને બદલે સમગ્ર વિસ્તારમાં મોટી અને વધુ ક્ષમતા ધરાવતી નવી આધુનિક સ્ટોર્મ વોટર ડ્રેઇન લાઇન નાખવી અત્યંત જરૂરી બની ગઈ છે. આ માટે મહાનગરપાલિકા દ્વારા લાંબા ગાળાનો સર્વે કરીને નવું માળખું ઊભું કરવાની દિશામાં ગંભીરતાથી વિચારણા કરવામાં આવી રહી છે. ખાડી પૂર એ મલ્ટી-ડિપાર્ટમેન્ટલ સમસ્યા સુરત શહેર અને તેની આસપાસની ખાડીઓ માત્ર મહાનગરપાલિકા પૂરતી મર્યાદિત ન હોવાથી આ એક મલ્ટી-ડાઇમેન્શનલ જટિલ પ્રશ્ન છે. સુરતની આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં પડતો ભારે વરસાદ પણ આ જ ખાડીઓ મારફતે સુરત શહેરના વિસ્તારોમાંથી પસાર થઈને આગળ દરિયા તરફ જાય છે. આ સંજોગોમાં ખાડી પૂરની સમસ્યાનો કાયમી ઉકેલ લાવવા માટે મ્યુનિસિપલ કોર્પોરેશન, ઈરિગેશન ડિપાર્ટમેન્ટ (સિંચાઈ વિભાગ), કલેક્ટર કચેરી અને ગ્રામ્ય પંચાયત તંત્ર વચ્ચે ત્રિસ્તરીય સંકલન સાધીને સંયુક્ત માસ્ટર પ્લાન તૈયાર કરવાનો નિર્ણય લેવાયો છે. જ્યાં સુધી આ કાયમી પ્રોજેક્ટ પૂર્ણ ન થાય ત્યાં સુધી નાગરિકોને તકલીફ ન પડે તે માટે હંગામી ધોરણે ટેમ્પરરી ડાયવર્ઝન અને વધારાની (એડિશનલ) સ્ટોર્મ ડ્રેઇન લાઇન નાખવાની યોજના પર પણ ઝડપથી કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. ઉધના, લિંબાયત અને મીઠી ખાડી માટે DPR આધારિત પ્લાનિંગ સમગ્ર સુરતમાં ખાડી કિનારે આવેલા તમામ સંવેદનશીલ ઝોન જેવા કે ઉધના ઝોનમાં આવેલ વેદરોડ ખાડી વિસ્તાર, લિંબાયત ઝોનના નીચાણવાળા ભાગો અને મીઠી ખાડી આસપાસના રહવાસી વિસ્તારો માટે અલાયદી વ્યુહરચના તૈયાર કરવામાં આવી રહી છે. પાલિકા તંત્ર દ્વારા આ તમામ ઝોનમાં હંગામી અને કાયમી ધોરણે પાણીના બેક-વોટર અટકાવવા માટે દ્વિસ્તરીય આયોજન કરાશે. ભવિષ્યમાં ખાડી પહોળી કરવી, તેની ઊંડાઈ વધારવી કે પ્રોટેક્શન વોલ બનાવવી તે તમામ ટેકનિકલ પાસાઓની ચકાસણી કરવા માટે તજજ્ઞોની મદદ લેવાશે. એન્જિનિયરિંગ નિષ્ણાતો અને હાઇડ્રોલોજીકલ એક્સપર્ટ્સ દ્વારા જે આધુનિક ટેકનિકલ સોલ્યુશન સુઝાડવામાં આવશે, તેના આધારે ડિટેઇલ્ડ પ્રોજેક્ટ રિપોર્ટ (DPR) તૈયાર કરીને યુદ્ધના ધોરણે કાયમી કામગીરી હાથમાં લેવામાં આવશે. VIP ટેગ સાથે આધુનિક સુવિધાઓની નવી જરૂરિયાત સુરતનો જે વિસ્તાર વી.આઈ.પી. વિસ્તાર તરીકે ઓળખાય છે, ત્યાં માત્ર 10 વર્ષના ગાળામાં થયેલા અણધાર્યા વિરાટ વિકાસ સામે ભૂતકાળનું 25 વર્ષનું આયોજન હવે ઓછું પડી રહ્યું છે. કમિશનરે પણ સ્વીકાર્યું છે કે, હવે જૂની પદ્ધતિઓથી કામ ચાલે તેમ નથી અને ડ્રેનેજ નેટવર્કની કેપેસિટી વધારવી જ પડશે. પાલિકા તંત્ર હાલ પૂરતા પ્રમાણમાં માનવબળ અને મશીનરી સાથે રસ્તા પરથી પાણી ઉતારવા મટી રહ્યું છે, પરંતુ સુરતવાસીઓ માટે ખાડી પૂર અને ડ્રેનેજ બ્લોકેજની આ વાર્ષિક મુસીબતમાંથી કાયમી મુક્તિ ત્યારે જ મળશે જ્યારે આ નવું આયોજન કાગળ પરથી ઉતરીને વાસ્તવિકતા બનશે. તંત્રના દાવા મુજબ જો DPR આધારે ઝડપી કામ થશે, તો આગામી ચોમાસામાં VIP રોડ સહિતના નીચાણવાળા વિસ્તારોને મોટી રાહત મળશે.
    Click here to Read More
    Previous Article
    301 વેરા નિરીક્ષકોને નિમણૂક પત્ર અનાયત:CM ભૂપેન્દ્ર પટેલે કહ્યું- જનસેવા અને પ્રામાણિકતા સાથે ફરજ બજાવજો
    Next Article
    કોંગ્રેસનું ગુજરાતમાં શિક્ષણ કૌભાંડો અને પેપરલીક વિરુદ્ધ 'છાત્ર-ગુંજ' અભિયાન:છેલ્લા 10 વર્ષમાં દેશભરમાં આશરે 89 પેપરલીક થયા છે અને 48 વખત પરીક્ષાઓ રદ કરીને પુનઃ લેવાની પરિસ્થિતિ સર્જાઈ - હિંમતસિંહ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment