Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    301 વેરા નિરીક્ષકોને નિમણૂક પત્ર અનાયત:CM ભૂપેન્દ્ર પટેલે કહ્યું- જનસેવા અને પ્રામાણિકતા સાથે ફરજ બજાવજો

    2 days ago

    રાજ્યના વેરા વિભાગને વધુ મજબૂત બનાવવા માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે બુધવારે ગાંધીનગરમાં યોજાયેલા સમારોહમાં GPSC દ્વારા પસંદગી પામેલા 301 રાજ્ય વેરા નિરીક્ષકોને નિમણૂક પત્રો અર્પણ કર્યા. કાર્યક્રમમાં નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી, નાણા મંત્રી કનુ દેસાઈ સહિતના મહાનુભાવો હાજર રહ્યા હતા. મુખ્યમંત્રીએ તમામ નવનિયુક્ત અધિકારીઓને અભિનંદન પાઠવતાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના 'Reform, Perform, Transform' મંત્રનો ઉલ્લેખ કર્યો અને કર્તવ્યનિષ્ઠા, પારદર્શિતા તથા પ્રામાણિકતા સાથે જનસેવાની ભાવનાથી ફરજ બજાવવાનો સંદેશ આપ્યો. 2.35 લાખમાંથી માત્ર 301 ઉમેદવારોની પસંદગી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું કે, 2.35 લાખ ઉમેદવારોમાંથી માત્ર 301 ઉમેદવારોની પસંદગી થઈ છે, જે તેમની મહેનત અને ક્ષમતાનું પ્રતિબિંબ છે. તેમણે કહ્યું કે સરકારી નોકરી માત્ર ગૌરવની બાબત નથી, પરંતુ લોકોની અપેક્ષાઓ પૂર્ણ કરવાની મોટી જવાબદારી પણ છે. નાણાં વિભાગનું મહત્વ સમજાવતાં તેમણે કહ્યું કે સરકારના વિકાસ કાર્યોમાં આ વિભાગની ભૂમિકા અત્યંત મહત્વપૂર્ણ છે અને રાજ્યની આવકમાં વધારો થશે તો વિકાસના પ્રોજેક્ટોને વધુ ગતિ મળશે. લોકોની સમસ્યાઓનું ઝડપી નિરાકરણ લાવવું તેમણે નવનિયુક્ત અધિકારીઓને સંબોધતા કહ્યું કે, લોકોની સમસ્યાઓનું ઝડપી નિરાકરણ લાવવું, પારદર્શક કામગીરી કરવી અને પ્રામાણિકતા જાળવવી એ જ સાચી સરકારી સેવા છે. વિકસિત ભારત અને વિકસિત ગુજરાતના સંકલ્પને સાકાર કરવામાં આ અધિકારીઓ મહત્વપૂર્ણ યોગદાન આપશે તેવો વિશ્વાસ પણ મુખ્યમંત્રીએ વ્યક્ત કર્યો. હર્ષ સંઘવીએ નિરીક્ષકોને શુભેચ્છા પાઠવી નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ પોતાના સંબોધનમાં કહ્યું કે, "જેના કદમ અસ્થિર હોય તેને રસ્તો ન મળે અને જેના મનમાં મક્કમતા હોય તેને હિમાલયનો પણ રસ્તો મળી જાય છે." તેમણે નવનિયુક્ત વેરા નિરીક્ષકોને જીવનભર મહેનત અને નિષ્ઠા સાથે કામ કરવાની શુભેચ્છા પાઠવી. રાજ્યના હિતમાં નિષ્પક્ષ રીતે કામગીરી કરવા અપીલ તેમણે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું કે વેપારીઓને ખોટી રીતે હેરાન કરવામાં આવશે તો તે માત્ર વેપારીની નહીં પરંતુ સમગ્ર રાજ્ય સરકારની તકલીફ ગણાશે. અધિકારીઓને વેપારીઓની વાત સાંભળવા, તેમની સમસ્યાઓનો યોગ્ય નિકાલ લાવવા અને રાજ્યના હિતમાં નિષ્પક્ષ રીતે કામગીરી કરવા અપીલ કરી હતી. વેપારને સરળ-પારદર્શક બનાવવાની જવાબદારી વેરા નિરીક્ષકોના ખભે હર્ષ સંઘવીએ વધુમાં જણાવ્યું કે ગુજરાતમાં GST વસૂલાતના આંકડાઓ સતત વધતા રહ્યા છે અને આગામી સમયમાં પણ તેમાં વધુ વૃદ્ધિની અપેક્ષા છે. રાજ્યના વિકાસ માટે આવક વધારવાની સાથે વેપારને સરળ અને પારદર્શક બનાવવાની જવાબદારી પણ નવા વેરા નિરીક્ષકોના ખભા પર રહેશે તેમ તેમણે ઉમેર્યું.
    Click here to Read More
    Previous Article
    જાંબુડીમાં મધરાતે વૃદ્ધા પાર દીપડાનો હુમલો.:જૂનાગઢના વિસાવદરના જાંબુડીમાં મધરાતે 18 ફૂટ ઊંચો વંડો ઠેકીને ઘરમાં ઘૂસેલા દીપડાએ વૃદ્ધા પર કર્યો હિંસક હુમલો, જૂનાગઢ સિવિલમાં સારવાર હેઠળ
    Next Article
    સુરતમાં VIP રોડ માટે 25 વર્ષનું ડ્રેનેજ પ્લાનિંગ નિષ્ફળ:જળબંબાકાર બાદ હવે નવી મોટી સ્ટોર્મ ડ્રેઇન લાઇન નાખવાનું આયોજન, કામગીરી માટે કમિશનરનો આદેશ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment