Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    બગસરામાં કપાસના ખેતરમાં સિંહનો ટ્રેકર પર હુમલો:18 દિવસમાં આઠમો બનાવ, વનવિભાગની કામગીરી અને પેટ્રોલિંગ સામે ગંભીર સવાલો ઉઠ્યા

    2 days ago

    અમરેલી જિલ્લામાં સિંહો દ્વારા વધી રહેલા હુમલા અને આતંકને લઈને સ્થાનિક રહીશો અને ખેડૂતોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. તાજેતરમાં બગસરા નજીક કપાસના ખેતરમાં છુપાયેલા સિંહે એક ટ્રેકર પર હુમલો કરતા ભારે ચકચાર મચી ગઈ છે. છેલ્લા 18 દિવસમાં સિંહના હુમલાની આઠમી ઘટના સામે આવતાં વનવિભાગની કામગીરી અને પેટ્રોલિંગના અભાવ સામે ગંભીર સવાલો ઊભા થયા છે. બગસરામાં ધોળા દિવસે કપાસના ખેતરમાં સિંહનો હુમલો બગસરાથી 2 કિલોમીટર દૂર આવેલા મંત્રેશ્વર મહાદેવ મંદિર પાસે વિશાલભાઈ ત્રાપસીયાની વાડી આવેલી છે. આ વાડીના કપાસના ખેતરમાં સિંહ બેઠો હતો, તે દરમિયાન મહેશભાઈ જસાભાઈ માટિયા નામના ટ્રેકર પર સિંહે અચાનક હુમલો કરી દીધો હતો. આ ગંભીર ઘટનામાં ઈજાગ્રસ્ત થયેલા મહેશભાઈને હાલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે. આટલી મોટી ઘટના બનવા છતાં વનવિભાગના ઉચ્ચ અધિકારીઓ દ્વારા યોગ્ય ગંભીરતા દાખવવામાં ન આવતા કર્મચારીઓમાં પણ ભારે ગણગણાટ અને નારાજગી જોવા મળી રહી છે. 18 દિવસમાં સિંહ હુમલાની 8 ઘટનાઓ છેલ્લા 18 દિવસમાં સિંહ હુમલાની કુલ 8 ઘટનાઓ પ્રકાશમાં આવી છે, જેમાંથી સામાન્ય નાગરિકો ઉપરાંત વનવિભાગના કર્મચારીઓ પર હુમલો થવાની આ ચોથી ઘટના છે. અગાઉ રાજુલાના બારપટોળી અને વડિયાના અરજણસુખ ગામ નજીક પણ સિંહ હુમલાની 5 જેટલી ઘટનાઓ બની ચૂકી છે. ધોળા દિવસે ખેતરોમાં ઘૂસીને સિંહો દ્વારા હુમલા કરવામાં આવતા ખેડૂતોમાં ખેતી કામ કરવા જવું પણ મુશ્કેલ બન્યું છે. વનવિભાગની નિષ્ક્રિયતા અને અધિકારીઓની ઉદાસીનતા સામે આક્રોશ સિંહોની વધતી જતી અવરજવર અને પેટ્રોલિંગના અભાવે ગ્રામ્ય વિસ્તારોમાં ભયનો માહોલ છે. આ સમગ્ર મામલે વનવિભાગની નિષ્ક્રિયતા સામે લોકઆક્રોશ ચરમસીમાએ પહોંચ્યો છે. વિવાદ અને સવાલો વધતા ડિવિઝનના જવાબદાર ડીસીએફ (DCF) દક્ષાબેન ભરાઈએ ખેડૂતો અને મીડિયાના ફોનનો જવાબ આપવાનું ટાળીને પોતાનો મોબાઈલ ફોન સ્વીચ ઓફ કરી દીધો હતો. આ બાબતની ગંભીર નોંધ લેતા મામલો હવે રાજકોટ સી.એફ. (CF) અને ગાંધીનગર પી.સી.સી.એફ. (PCCF) સુધી પહોંચ્યો છે, જેના કારણે જવાબદાર અધિકારીઓ સામે રોષ વધુ વ્યાપક બનવાની શક્યતા છે. વૈજ્ઞાનિક તપાસની માગ સ્થાનિક આગેવાન કાંતિભાઈ સતાસીયાએ જણાવ્યું હતું કે, અગાઉ ઘંટીયાણ હુમલા વખતે પણ વનવિભાગને તપાસ કરવા રજૂઆત કરવામાં આવી હતી, પરંતુ કોઈ જ ધ્યાન આપવામાં આવ્યું નથી. સિંહો શા માટે વારંવાર હુમલા કરી રહ્યા છે તેની વૈજ્ઞાનિક ઢંગથી તપાસ થવી જોઈએ. વિંસોની વધી રહેલી સંખ્યા અને ગ્રામ્ય વિસ્તારોમાં વધતા દૂષણ સામે વનવિભાગે તાત્કાલિક અસરકારક પગલાં લેવા જોઈએ તેવી ખેડૂતોની માંગ છે.
    Click here to Read More
    Previous Article
    રાજકોટમાં ફાયરીંગ કરી 3 કિલો સોના-ચાંદીના દાગીનાની લૂંટ:તનવી ગોલ્ડ નામની પેઢીનો કર્મચારી લૂંટાયો, બાઈક પર આવેલા બંને લૂંટારા ફરાર
    Next Article
    Navratri 2026 | ભાવનગર અને વડોદરામાં નવરાત્રીના રંગમાં ભંગ | Bhavnagar | Vadodara|Security | Gujarat

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment