Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વેરાવળ બંદર પર 3 નંબરનું ભયસૂચક સિગ્નલ ફરકાવ્યું:માછીમારોને દરિયો ન ખેડવા તાકીદ; તેજ પવન અને તોફાની દરિયાની આગાહીને પગલે તંત્ર એલર્ટ

    7 hours ago

    અરબી સમુદ્રમાં તેજ પવન ફૂંકાવા અને દરિયો તોફાની બનવાની હવામાન વિભાગની આગાહી જોતા વેરાવળ બંદર પર 3 નંબરનું ભયસૂચક સિગ્નલ ફરકાવાયું છે. આ સાથે બંદર સત્તામંડળ અને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા માછીમારો માટે હાઈ એલર્ટ જાહેર કરાયું છે. બંદર તંત્રએ તમામ માછીમારોને આગામી સૂચના ન મળે ત્યાં સુધી દરિયો ન ખેડવા સાફ સૂચના આપી છે. સમુદ્રમાં રહેલી માછીમારી બોટોને શક્ય તેટલી વહેલી તકે સુરક્ષિત રીતે બંદરે પરત લાવવા તેમજ બંદરે ઊભેલી બોટોને મજબૂત રીતે બાંધી રાખવા અપીલ કરાઈ છે. તંત્રએ માછીમારોને હવામાન સામાન્ય ન થાય ત્યાં સુધી કોઈ જોખમ ન લેવા કહ્યું છે. હવામાન વિભાગના અનુમાન પ્રમાણે, આગામી કલાકોમાં દરિયામાં તેજ પવન સાથે ઊંચા મોજાં ઉછળી શકે છે. તેનાથી નાની અને મધ્યમ કદની બોટોને વધુ જોખમ થઈ શકે છે. આ પરિસ્થિતિ જોતા બંદર પર સતત દેખરેખ રખાઈ રહી છે. જરૂરી ઈમરજન્સી વ્યવસ્થાઓ પણ તૈયાર રખાઈ છે. બંદર સત્તામંડળે માછીમારોને અધિકૃત હવામાન બુલેટિન અને તંત્રની સૂચનાઓનું પાલન કરવા અપીલ કરી છે. માછીમારો અને બોટ માલિકોને દરિયાકાંઠે બિનજરૂરી અવરજવર ટાળવા અને સુરક્ષિત સ્થળે રહેવા સૂચના અપાઈ છે. કોઈ આકસ્મિક પરિસ્થિતિ સર્જાય તો તાત્કાલિક સ્થાનિક વહીવટી તંત્ર અથવા બંદર કંટ્રોલ રૂમનો સંપર્ક કરવા પણ કહ્યું છે. ગીર સોમનાથ જિલ્લાનું વેરાવળ બંદર રાજ્યના મહત્વના મત્સ્ય બંદરોમાંનું એક છે. દર વર્ષે ચોમાસા દરમિયાન હવામાનની ગંભીર સ્થિતિમાં ભયસૂચક સિગ્નલો લગાવી માછીમારોને સમયસર ચેતવણી અપાય છે. હાલ પણ સાવચેતીના ભાગરૂપે 3 નંબરનું સિગ્નલ લગાવી દરિયાઈ પ્રવૃત્તિઓ પર નજર રખાઈ રહી છે. પ્રશાસને માછીમાર સમાજને અફવાઓથી દૂર રહી માત્ર અધિકૃત માહિતી પર વિશ્વાસ રાખવા વિનંતી કરી છે. તંત્ર દ્વારા જાહેર કરાતી સૂચનાઓનું સંપૂર્ણ પાલન કરવા પણ કહ્યું છે.
    Click here to Read More
    Previous Article
    સાબરકાંઠામાં 24 કલાકમાં સરેરાશ 15.5 મિમી વરસાદ:વડાલીમાં 34 મિમી, પ્રાંતિજમાં 25 મિમી અને ખેડબ્રહ્મા-હિંમતનગરમાં 21-21 મિમી વરસાદ
    Next Article
    BCCI Selectors And Officials In 'Cold War', Ajit Agarkar's Fate To Be Decided In 2 Days: Report

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment