Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વરસાદી માહોલમાં 'માઉન્ટ આબુ' બન્યું ધરતીનું સ્વર્ગ!:પહાડોમાંથી વાદળો ને લીલીછમ ચાદર વચ્ચે સહેલાણીઓ ઝૂમી ઉઠ્યા; પ્રવાસીઓએ કહ્યું- આબુનો સાચો જાદુ તો વર્ષાઋતુમાં જ જોવા મળે

    1 day ago

    ગરમીમાંથી રાહત મેળવવા માટે જ નહીં, પરંતુ ચોમાસાની ઋતુમાં પ્રકૃતિના અદભુત રૂપોને માણવા માટે જો કોઈ સ્થળ સહેલાણીઓની પહેલી પસંદ હોય તો તે છે રાજસ્થાનનું એકમાત્ર હિલ સ્ટેશન — માઉન્ટ આબુ. હાલમાં અરવલ્લીની ગિરિમાળાઓ વચ્ચે આવેલું આ મનમોહક હિલ સ્ટેશન વરસાદી માહોલમાં સોળે કળાએ ખીલી ઉઠ્યું છે. ઝરમર વરસાદ અને લીલીછમ પહાડીઓના નજારાને માણવા માટે દેશભરમાંથી, ખાસ કરીને ગુજરાતમાંથી મોટી સંખ્યામાં પ્રવાસીઓ માઉન્ટ આબુ તરફ ઉમટી પડ્યા છે. જુઓ પ્રકૃતિનો અદભુત નજારો 'ધરતીના સ્વર્ગ'માં આવી ગયા હોય તેવો અહેસાસ વરસાદ પડાતાની સાથે જ માઉન્ટ આબુ જાણે કોઈ નવવધૂએ સોળે શણગાર સજ્યા હોય તેમ ખીલી ઉઠ્યું છે. અરાવલ્લીની ગિરીકંદરાઓની સૌથી ઊંચી ચોટી પર વસેલા આ સ્થળે ચોમાસાનો નજારો કંઈક અલગ જ અનુભવ કરાવે છે. પર્વતોની ઊંચાઈ પર ફરતા પ્રવાસીઓને સ્પર્શીને પસાર થતા વાદળો જોઈને જાણે 'ધરતીના સ્વર્ગ'માં આવી ગયા હોય તેવો અહેસાસ સહેલાણીઓ કરી રહ્યા છે. માઉન્ટ આબુનું મુખ્ય આકર્ષણ એવું નખી લેક હાલમાં સહેલાણીઓથી ભરચક જોવા મળી રહ્યું છે. હળવા વરસાદી ઝાપટાં વચ્ચે નખી લેકમાં બોટિંગ કરવાની મજા જ કંઈક ઓર છે. પ્રવાસીઓ વરસાદી છાંટા વચ્ચે બોટિંગનો આહલાદક આનંદ માણી રહ્યા છે અને આ મનોહર ક્ષણોને કેમેરામાં કંડારી રહ્યા છે. ગુજરાતીઓ માટે પહેલી પસંદ અમદાવાદ, પાલનપુર અને ઉત્તર ગુજરાત સહિત સમગ્ર ગુજરાતમાંથી હજારોની સંખ્યામાં પ્રવાસીઓ આહલાદક વાતાવરણનો લુપ્ત ઉઠાવવા માઉન્ટ આબુ પહોંચ્યા છે. 18 કિલોમીટરના વાંકડા ઘાટ અને ઊંચાઈ પર સફર કરતી વખતે ચારેય બાજુ પથરાયેલી હરિયાળી અને ઝરણાં પ્રવાસીઓને મંત્રમુગ્ધ કરી રહ્યા છે. પ્રવાસીઓએ પોતાનો અનુભવ વર્ણવતા જણાવ્યું હતું કે, સામાન્ય રીતે લોકો ગરમીમાં માઉન્ટ આબુ આવે છે, પણ સાચો જાદુ તો વર્ષાઋતુમાં જ જોવા મળે છે. પહાડો પરથી વાદળો આપણી સાવ નજીકથી પસાર થાય છે તે અનુભવ અદ્ભુત છે. માઉન્ટ આબુ અત્યારે ખરેખર ધરતીનું સ્વર્ગ બની ગયું છે. કુદરતનો અનમોલ ખજાનો જોવા ઉમટી જનમેદની હાલમાં માઉન્ટ આબુની તમામ હોટલો, રિસોર્ટ અને પ્રવાસન સ્થળો સહેલાણીઓથી ધમધમી રહ્યા છે. સનસેટ પોઈન્ટ, ગુરુ શિખર અને નખી લેક જેવા સ્થળોએ મેળાવડા જેવો માહોલ સર્જાયો છે. ચોમાસાની આ ઋતુમાં માઉન્ટ આબુનો એકવાર પ્રવાસ કરનાર વ્યક્તિ દરેક વર્ષાઋતુમાં અહીં આવવાનું જ પસંદ કરશે, તેમ સહેલાણીઓ ઉત્સાહભેર જણાવી રહ્યા છે.
    Click here to Read More
    Previous Article
    બરવાળામાં નદીમાં છકડો રીક્ષા-ચાલક તણાયા:12 કલાક પછી પણ પતો નહીં, બોટાદ ફાયરનું સર્ચ ઓપરેશન શરૂ
    Next Article
    સાપ કરડતાં મહિલાને સ્ટ્રેચરમાં 3 કિમી લઈ જવાઈ:નસવાડીના કુંડા ગામના નલિયાબારી ફળિયામાં રસ્તાનો અભાવે સ્થાનિકોને હાલાકી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment