Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    નવરાત્રીના પર્વને લઈ એસટી વિભાગ તરફથી નવો રૂટ શરૂ કરાયો‎:રાજપીપળાથી બેચરાજી બસ સેવાનો પ્રારંભ કરાયો, બપોરે 12 વાગ્યે ઉપડશે

    4 days ago

    નવરાત્રી અને દશેરાના પાવન પર્વ નિમિત્તે ભક્તોની સુવિધાને ધ્યાનમાં રાખીને રાજપીપળાથી બેચરાજી સુધી એસટી બસ સેવા શરૂ કરવામાં આવી છે. આ બસ બપોરે 12 વાગ્યે રાજપીપળા ડેપોમાંથી ઉપડશે. નવરાત્રી અને દશેરાના પર્વ દરમિયાન ભક્તો સરળતાથી ધાર્મિક સ્થળોએ પહોંચી શકે તે હેતુથી રાજપીપળાથી બેચરાજી સુધી વિશેષ બસ સેવા શરૂ કરવામાં આવી છે. આ બસ અમદાવાદ, ડભોઈ, વડોદરા, રાણીપ, છત્રાલ, કડી સહિતનાં સ્થળો થઈને જશે. ભરૂચના યાંત્રિક ઇજનેર જી.કે. પટેલે જણાવ્યું હતું કે આ વિશેષ બસ રાજપીપળા બસ સ્ટેશનથી બપોરે 12 વાગ્યે ઉપડશે. આ બસ સેવાના માધ્યમથી નવરાત્રી અને દશેરાના પર્વ દરમિયાન બેચરાજી જવા ઇચ્છતા ભાવિક ભક્તોને મુસાફરીમાં સુવિધા મળશે. આ વિશેષ બસ સેવા માત્ર નવરાત્રી અને દશેરાના પર્વ દરમિયાન જ કાર્યરત રહેશે. રાજપીપળા ડેપો ખાતે યોજાયેલા કાર્યક્રમમાં સાંસદ મનસુખ વસાવા, ધારાસભ્ય દર્શના દેશમુખ, પાલિકા પ્રમુખ શિવાની મહેતા, ડીડીઓ આર.વી. વાળા, ઇન્ચાર્જ નિયામક ડીઆરડીએ પિનાકીની ભગોરા સહિત એસટી ડેપો સ્ટાફ ઉપસ્થિત રહ્યા હતા.
    Click here to Read More
    Previous Article
    ફોટો-વીડિયો વાયરલ કરવાની પણ ધમકી:દામનગરમાં સગીરાને લગ્નની લાલચ આપી દુષ્કર્મ આચર્યું
    Next Article
    મંડે પોઝિટીવ:આ વિસ્તારમાં પક્ષીઓની 124 પ્રજાતિનું અત્યાર સુધી અવલોકન

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment