Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ફોટો-વીડિયો વાયરલ કરવાની પણ ધમકી:દામનગરમાં સગીરાને લગ્નની લાલચ આપી દુષ્કર્મ આચર્યું

    4 days ago

    દામનગરમાં રહેતી સગીર યુવતી સાથે દુષ્કર્મ આચરવા અને તેને ધમકી આપવાના મામલે સીતારામ નગરમાં રહેતા એક યુવક સામે ફરિયાદ નોંધાઈ છે. સતત બે વર્ષથી વીડિયો ફોટા વાયરલ કરવાની ધમકી આપી અવાર નવાર લગ્નની લાલચ આપી દુષ્કર્મ કર્યાનો બનાવ સામે આવ્યો છે. લાઠીના દામનગરમાં રહેતી 17 વર્ષ અને 3 માસની સગીર યુવતીને સીતારામ નગર વિસ્તારમાં રહેતા મલીન્દર ઉર્ફે મલી કરણસિંહ રાજપૂતે લગ્ન કરવાની લાલચ આપી આશરે બે વર્ષના સમયગાળા દરમિયાન યુવતી સાથે અવારનવાર શારીરિક સંબંધ બાંધી દુષ્કર્મ આચર્યું હતું . શખ્સે યુવતીના ફોટા અને વીડિયો વાયરલ કરવાની તેમજ મારી નાખવાની ધમકી પણ આપી હતી. આ બનાવ દામનગરના સીતારામનગર વિસ્તારમાં ભોગ બનનારના રહેણાંક મકાન તથા શખ્સના રહેણાંકની બાજુમાં આવેલા ખાલી મકાનમાં બન્યો હતો. આ મામલે સગીર યુવતીની ફરિયાદના આધારે દામનગર પોલીસે મલીન્દર ઉર્ફે મલી કરણસીંહ રાજપુત ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
    Click here to Read More
    Previous Article
    રાજ્યમંત્રીના હસ્તે માર્ગના કામનું ખાતમુહૂર્ત:અમરેલીના સાંગાડેરીથી નાના આંકડિયા ગામ વચ્ચે નવા માર્ગથી અવરજવર સુગમ બનશે
    Next Article
    નવરાત્રીના પર્વને લઈ એસટી વિભાગ તરફથી નવો રૂટ શરૂ કરાયો‎:રાજપીપળાથી બેચરાજી બસ સેવાનો પ્રારંભ કરાયો, બપોરે 12 વાગ્યે ઉપડશે

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment