Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    રાજ્યમંત્રીના હસ્તે માર્ગના કામનું ખાતમુહૂર્ત:અમરેલીના સાંગાડેરીથી નાના આંકડિયા ગામ વચ્ચે નવા માર્ગથી અવરજવર સુગમ બનશે

    4 days ago

    અમરેલીના સાંગાડેરીથી નાના આંકડિયા વચ્ચે 1.50 કરોડના ખર્ચે નવો માર્ગ બનાવવામાં આવશે. માર્ગ અને મકાન પંચાયત વિભાગ હસ્તકના આ માર્ગના કામનું ખાતમુહૂર્ત ઉર્જા અને કાયદા રાજ્યમંત્રી કૌશિકભાઈ વેકરિયાના હસ્તે કરાયું હતું. આ માર્ગનું નિર્માણ પૂર્ણ થતાં સાંગાડેરી અને નાના આંકડિયા સહિત આસપાસના ગ્રામ્ય વિસ્તારના નાગરિકોને અવરજવરમાં સુવિધા મળશે. માર્ગ સુવિધા વધુ સુદૃઢ બનવાથી ગ્રામ્ય વિસ્તારના લોકોને દૈનિક અવરજવર, વાહનવ્યવહાર તથા સ્થાનિક જરૂરિયાતો માટે વધુ સરળતા રહેશે. આ પ્રસંગે જિલ્લા પંચાયતની સામાજિક ન્યાય સમિતિના ચેરમેન ડેનીભાઇ પરમાર, જિલ્લા પંચાયતના સભ્ય આશિષભાઈ અકબરી, અમર ડેરીના ચેરમેન અશ્વિનભાઈ સાવલિયા, તાલુકા પંચાયતના ચેરમેન અરવિંદભાઈ કાકડીયા, મનસુખભાઈ ગાંગડીયા, મધુભાઈ હરખાણી, મુકેશભાઈ બગડા, ગામના સરપંચ નટુભાઈ સહિતના આસપાસના ગામના સરપંચઓ અને અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.
    Click here to Read More
    Previous Article
    મારી નાખવાની ધમકી પણ આપી:વડલીમાં ભૂગર્ભ ગટરનું કામ બંધ કરાવી શખ્સનો સરપંચ સહિત 2 પર હુમલો
    Next Article
    ફોટો-વીડિયો વાયરલ કરવાની પણ ધમકી:દામનગરમાં સગીરાને લગ્નની લાલચ આપી દુષ્કર્મ આચર્યું

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment