Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મારી નાખવાની ધમકી પણ આપી:વડલીમાં ભૂગર્ભ ગટરનું કામ બંધ કરાવી શખ્સનો સરપંચ સહિત 2 પર હુમલો

    4 days ago

    રાજુલા તાલુકાના વડલી ગામે ભૂગર્ભ ગટર યોજનાનું સરકારી કામ ચાલી રહ્યું હતું તે દરમિયાન સરપંચ ખેડૂત સહિત બે લોકો પર હુમલો કરી માર મારવાની ઘટના સામે આવી છે. અવાર નવાર નશો કરી ગામમાં દાદાગીરી કરતા શખ્સે સગાભાઈને પણ માર માર્યાની ફરિયાદ રાજુલા પોલીસમાં નોંધાઈ છે. રાજુલાના વડલી ગામના સરપંચની ફરજ બજાવતા મગનભાઈ ઘુઘાભાઈ હડીયા (ઉં.વ.57) એ રમેશ ભીમાભાઈ બાબરીયા સામે ફરિયાદ નોંધાવી છે. તેઓએ જણાવ્યું હતું કે, ગત તા. 9 ઓક્ટોબર,ના રોજ સાંજના આશરે 6:30 વાગ્યાના અરસામાં વડલી ગામે હીરાભાઈ બાબરીયાના ઘર પાસે ભૂગર્ભ ગટર યોજનાનું કામ ચાલી રહ્યું હતું. તે દરમિયાન રમેશ બાબરીયા ત્યાં નશો કરી ધસી આવ્યો હતો. અને કામ બંધ કરાવી મગનભાઇ સાથે ગાળાગાળી કરી માથામાં હાથ વડે ઢીકો માર્યો હતો અને ઝપાઝપી કરીને શરીરે મુંઢ ઈજાઓ પહોંચાડી હતી. આ સમયે વચ્ચે પડેલા ઘુઘાભાઈ બલદાણીયાને પણ નીચે પછાડી ઢીકાપાટુનો માર માર્યો હતો. બાદમાં સરપંચ મગનભાઈને મારી નાખવાની ધમકી આપી હતી. તો બીજા બનાવમાં રમેશ બાબરિયાએ 7:30 કલાકે ગામમાં આવેલ તળાવની પાળે બેઠેલા શખ્સના સગાભાઇ હિંમતભાઇ ભીમાભાઇ બાબરીયા (ઉ.વ.45) પાસે જઈ કોઈજ કરણ વગર ગાળો આપી ઢીકાપાટુનો માર મારી, મારી નાખવાની ધમકી આપ્યાની ફરિયાદ પણ હિંમતભાઈએ આપી છે. આ અંગે રમેશ ભીમાભાઇ બાબરીયા નામના શખ્સ વિરુદ્ધ એકજ ગામના બે લોકોએ ફરિયાદ આપતા રાજુલા પોલીસે તેમના વિરુદ્ધ ગુનો નોંધ્યો છે. 15 દિવસ અગાઉ દારૂ બંધ કરાવવા પોલીસને અરજી આપી છે: સરપંચ અમારા ગામમાં દારૂની વેચાણ ખૂબ જવધી ગયું છે. માથાભારે તત્વો ગેરકાનૂની પ્રવૃતિઓ કરે છે. જેના પગલે ગ્રામજનોની અરજીને ધ્યાને લઈ રાજુલા પોલીસમાં દારૂ બંધ કરાવવા લેખિત રજૂઆત કરી છે. > મગનભાઇ હડીયા, વડલી ગામના સરપંચ
    Click here to Read More
    Previous Article
    SPનો એક્શન પ્લાન:જામનગરમાં નવરાત્રીમાં બંદોબસ્ત માટે SPનો એક્શન પ્લાન, 1371 પોલીસકર્મી રહેશે તૈનાત
    Next Article
    રાજ્યમંત્રીના હસ્તે માર્ગના કામનું ખાતમુહૂર્ત:અમરેલીના સાંગાડેરીથી નાના આંકડિયા ગામ વચ્ચે નવા માર્ગથી અવરજવર સુગમ બનશે

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment