Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    અભયમની ટીમે પરિવાર સાથે મિલન કરાવ્યું:સિટી બસના 32 વર્ષીય ડ્રાઇવરના પ્રેમમાં પડેલી 16 વર્ષની સગીરા રિસાઈને ઘર છોડી ભાગી, પ્રેમસંબંધની જાણ થતા માતાએ મોબાઇલ લઈ લીધો હતો

    11 hours ago

    વડોદરાના બાપોદ વિસ્તારમાં સિટી બસના ડ્રાઇવર સાથે પ્રેમસંબંધ બંધાતાં અને માતાએ મોબાઇલ ફોન લઈ લેતાં રિસાઈને ઘર છોડી ભાગી ગયેલી 16 વર્ષની સગીરાને અભયમ 181ની ટીમે તાત્કાલિક શોધી કાઢી હતી. કાઉન્સેલિંગ દરમિયાન સમગ્ર વિગત સામે આવ્યા બાદ અભયમની ટીમે સગીરા અને તેના પરિવારનું યોગ્ય માર્ગદર્શન કરી સુખદ મિલન કરાવ્યું હતું. જાગૃત નાગરિકના કોલ બાદ અભયમની ટીમ હરકતમાં આવી બાપોદ વિસ્તારમાં એક સગીરા ઘર છોડીને જતી રહી હોવાની જાણ એક જાગૃત નાગરિકે 181 અભયમ હેલ્પલાઇન પર કરી હતી. માહિતી મળતાં જ અભયમની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી અને 16 વર્ષીય સગીરાને શોધી કાઢી પ્રાથમિક પૂછપરછ કરી હતી. શરૂઆતમાં સગીરાએ પોતાની માતા દ્વારા મારપીટ અને હેરાનગતિ કરવામાં આવતી હોવાના કારણે ઘર છોડ્યું હોવાનું જણાવ્યું હતું. સ્કૂલ બસના ડ્રાઇવરે આપેલા મોબાઇલથી પ્રેમપ્રકરણ પ્રકાશમાં આવ્યું ત્યારબાદ મહિલા કાઉન્સેલરે સગીરાના પરિવારનો સંપર્ક કરી તેમને સ્થળ પર બોલાવ્યા હતા. પરિવાર સાથે વાતચીત દરમિયાન સામે આવ્યું કે, સગીરા જે સિટી બસમાં શાળાએ જતી હતી તેના 32 વર્ષીય ડ્રાઇવર સાથે તેને પ્રેમસંબંધ બંધાયો હતો. ડ્રાઇવરે તેને એક મોબાઇલ ફોન પણ આપ્યો હતો, જેના દ્વારા બંને સતત સંપર્કમાં રહેતા હતા. માતાને આ અંગે ખબર પડતાં તેમણે આકરી આપત્તિ દર્શાવી ફોન જપ્ત કરી લીધો હતો, જેથી ઉશ્કેરાઈને સગીરા ઘરેથી નીકળી ગઈ હતી. કાઉન્સેલિંગ બાદ સગીરાને ભૂલનો અહેસાસ થયો પરિસ્થિતિની નાજુકતા સમજીને અભયમની ટીમે સગીરાનું વિસ્તૃત કાઉન્સેલિંગ કર્યું હતું. ટીમે તેને સમજાવ્યું કે, આ ઉંમર અભ્યાસ અને ઉજ્જવળ ભવિષ્ય બનાવવાની છે અને નાના-મોટા કૌટુંબિક ઝઘડા કે અપરિપક્વ સંબંધોને કારણે ઘર છોડવું અત્યંત જોખમી સાબિત થઈ શકે છે. કાઉન્સેલિંગના અંતે સગીરાને પોતાની ભૂલનો અહેસાસ થયો હતો અને તેણે ભવિષ્યમાં ડ્રાઇવર સાથે તમામ સંપર્ક તોડી નાખવાની અને આવી ભૂલ ન દોહરાવવાની ખાતરી આપી હતી. પોલીસે કાયદાકીય કાર્યવાહીને બદલે સમાધાન કરાવ્યું સગીરાના માતા-પિતાએ બસ ડ્રાઇવર વિરુદ્ધ કાયદેસરની પોલીસ ફરિયાદ નોંધાવવાને બદલે સગીરાની સુરક્ષાને પ્રાથમિકતા આપી મામલો શાંતિપૂર્ણ રીતે પૂર્ણ કરવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. આથી, અભયમની ટીમે સગીરાને તેના પરિવારજનોને સોંપીને મામલાનો સુખદ અંત આણ્યો હતો.
    Click here to Read More
    Previous Article
    જોખમી બનેલી 2 ઓવરહેડ પાણીની ટાંકીઓનું સફળ ડિમોલિશન:અકસ્માતનું જોખમ ટળતાં આસપાસના સ્થાનિકોએ રાહતનો શ્વાસ લીધો
    Next Article
    ગીરસોમનાથમાં 'મહિલા નેતૃત્વ દિવસ'ની ઉજવણી:બાલિકા પંચાયત સભ્યોને માર્ગદર્શન, સેવા ક્ષેત્રે યોગદાન આપનાર મહિલાઓનું સન્માન

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment