Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મંડે પોઝિટીવ:આ વિસ્તારમાં પક્ષીઓની 124 પ્રજાતિનું અત્યાર સુધી અવલોકન

    4 days ago

    રાજપીપળાના જીતનગર સ્થિત બિરસા મુંડા ટ્રાયબલ યુનિવર્સિટી કેમ્પસ નજીક ચાલી રહેલા પક્ષી સંશોધન દરમિયાન વિશિષ્ટ યાયાવર પક્ષી યુરેશિયન વ્રાઇનેકની નોંધ કરવામાં આવી છે. ગુજરાતીમાં આ પક્ષી ‘ડોકા મરડી’ તરીકે ઓળખાય છે. યુનિવર્સિટીની સ્કૂલ ઓફ સાયન્સના ઝૂઓલોજી વિભાગના આસિસ્ટન્ટ પ્રોફેસર ડૉ. દેવેન્દ્ર સોલંકીએ તેનું અવલોકન કર્યું છે. ડૉ. સોલંકી છેલ્લા 6 મહિનાથી આ વિસ્તારમાં પક્ષીઓની વિવિધતાનો અભ્યાસ કરી રહ્યા છે. અત્યાર સુધીમાં 124થી વધુ પક્ષીજાતિઓ નોંધાઈ છે. યુરેશિયન વ્રાઇનેકની નોંધ નર્મદા જિલ્લાના સમૃદ્ધ પક્ષીજીવન અને જૈવવિવિધતાની દૃષ્ટિએ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. આ પક્ષી લક્કડખોદ કુળનું અનોખું પક્ષી છે. ભય અનુભવાય ત્યારે તે સાપની જેમ પોતાની ગરદન મરડીને ફૂંફાડા જેવો અવાજ કાઢે છે. તેનું શરીર ઝાંખા બદામી, રાખોડી અને કથ્થઈ રંગનાં ટપકાં ધરાવતું હોવાથી તે ઝાડની છાલમાં સહેલાઈથી ભળી જાય છે. તે મુખ્યત્વે કીડીઓ, તેમનાં ઈંડાં અને લાર્વા ખાય છે. યુરેશિયન વ્રાઇનેક શિયાળાની ઋતુમાં ભારત તરફ સ્થળાંતર કરે છે. તે સામાન્ય રીતે ખેતીવિસ્તારો, ઝાડીવાળા પ્રદેશો તથા ખુલ્લા ઘાસના મેદાનોમાં જોવા મળે છે. તેનું કુદરતી છદ્માવરણ હોવાથી તેને શોધવું મુશ્કેલ બને છે. રાજપીપળા વિસ્તારમાં આ પક્ષીની નોંધથી સ્થાનિક પક્ષીવિવિધતા અંગે વધુ સંશોધન માટે નવી શક્યતાઓ ઊભી થઈ છે.
    Click here to Read More
    Previous Article
    નવરાત્રીના પર્વને લઈ એસટી વિભાગ તરફથી નવો રૂટ શરૂ કરાયો‎:રાજપીપળાથી બેચરાજી બસ સેવાનો પ્રારંભ કરાયો, બપોરે 12 વાગ્યે ઉપડશે
    Next Article
    અદ્વિતીય સિધ્ધિ‎:રોલા ટ્રસ્ટનું 12 કલાકમાં 3,621 યુનિટ રક્ત એકત્ર કરી ઇન્ડિયા બુકમાં સ્થાન

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment