Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    કોંગ્રેસનું ગુજરાતમાં શિક્ષણ કૌભાંડો અને પેપરલીક વિરુદ્ધ 'છાત્ર-ગુંજ' અભિયાન:છેલ્લા 10 વર્ષમાં દેશભરમાં આશરે 89 પેપરલીક થયા છે અને 48 વખત પરીક્ષાઓ રદ કરીને પુનઃ લેવાની પરિસ્થિતિ સર્જાઈ - હિંમતસિંહ

    2 days ago

    ગુજરાત સહિત સમગ્ર દેશમાં શિક્ષણના નામે ચાલતી ઉઘાડી લૂંટ, વારંવાર થતા પેપરલીક અને પરીક્ષા કૌભાંડો સામે હવે કોંગ્રેસ પાર્ટી દ્વારા રાજ્યવ્યાપી લડતનું રણશિંગુ ફૂંકવામાં આવ્યું છે, આ ગંભીર મુદ્દાઓ અંગે પ્રદેશના આગેવાન હિંમતસિંહ પટેલએ માહિતી આપવા માટે યોજાયેલી પ્રેસ કોન્ફરન્સમાં શિક્ષણ વ્યવસ્થાની ખરાબ હાલત અને લાખો વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથેડાચેડાં થતા હોવાના આક્ષેપો કરવામાં આવ્યા છે, આ અંગે હિંમતસિંહ પટેલએ માહિતી આપતા જણાવ્યું હતું કે, ગુજરાતમાં શિક્ષણ વ્યવસ્થામાં આમૂલ પરિવર્તન લાવવા અને યુવાનોના અવાજને બુલંદ કરવા 'છાત્ર-ગુંજ' અભિયાન શરૂ કરાશે, NEETની તૈયારી પાછળ દેશભરમાં અંદાજે રૂ.1.32 લાખ કરોડનો ખર્ચ થાય છે, જે દેશના કુલ શિક્ષણ બજેટની લગભગ સમકક્ષ છે, કેન્દ્ર સરકારના છેલ્લા 10 વર્ષના શાસનમાં 89 જેટલા પેપરલીક અને 48 પરીક્ષાઓ ફરીથી લેવાની નોબત આવી છે, કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાની માંગ કરવામાં આવી છે, દેશમાં શિક્ષણ વ્યવસ્થા વેપારીકરણ બની ગઈ છે માત્ર 22 લાખ NEET પરીક્ષાર્થીઓની તૈયારી પાછળ વાલીઓ દ્વારા કોચિંગ, હોસ્ટેલ અને રહેવા-જમવા પેટે અંદાજે રૂ.1.32 લાખ કરોડનો ખર્ચ કરવામાં આવે છે, જે દેશના વાર્ષિક શિક્ષણ બજેટ રૂ.1.40 લાખ કરોડ ની નજીક છે, આ ઉપરાંત NEET, JEE, UPSC અને SSC જેવી પરીક્ષાઓ પાછળ કુલ મળીને અંદાજે રૂ.3.5 લાખ કરોડ જેટલો તોતિંગ ખર્ચ થાય છે, જે સરકારના કુલ શિક્ષણ બજેટ કરતાં ત્રણ ગણો વધુ છે, ​છેલ્લા એક દાયકામાં દેશભરમાં આશરે 89 પેપરલીક અને 48 વખત પરીક્ષાઓ રદ કરીને પુનઃ લેવાની પરિસ્થિતિ સર્જાઈ છે, વડાપ્રધાન મોદીના શાસનમાં આ સમસ્યા કાયમી બની ગઈ હોવા છતાં સરકારે કોઈ સંતોષકારક પગલાં લીધા નથી. ગુજરાતમાં પણ બિનસચિવાલય ક્લાર્ક, જુનિયર ક્લાર્ક, હેડ ક્લાર્ક અને ફોરેસ્ટ ગાર્ડ જેવી અનેક મહત્વની ભરતી પરીક્ષાઓના પેપર લીક થયા છે, લાખો યુવાનોએ રસ્તા પર ઉતરીને આંદોલનો કરવા છતાં તંત્ર દ્વારા જવાબદાર અધિકારીઓ સામે કોઈ દાખલારૂપ કડક કાર્યવાહી કરવામાં આવી નથી.,પેપરલીક અને પરીક્ષા રદ થવાના કારણે વિદ્યાર્થીઓમાં વ્યાપક માનસિક તણાવ જોવા મળી રહ્યો છે અને આત્મહત્યાના બનાવોમાં પણ ચિંતાજનક વધારો થયો છે, ​લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધી દ્વારા રાજસ્થાનના કોટા ખાતે શરૂ કરવામાં આવેલા 'છાત્ર-ગુંજ' કાર્યક્રમની તર્જ પર હવે ગુજરાતમાં પણ વિદ્યાર્થીઓના પ્રશ્નોને વાચા આપવા રાજ્યવ્યાપી અભિયાન ચલાવવામાં આવશે. ​કોંગ્રેસ પાર્ટી દ્વારા માંગ કરવામાં આવી છે કે, NEET પેપરલીક મામલે કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન તાત્કાલિક રાજીનામું આપે., ​તમામ સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં સંપૂર્ણ પારદર્શિતા જાળવવામાં આવે., ​પેપરલીક કરનાર માફિયાઓ સામે કડક કાયદાકીય પગલાં લેવામાં આવે.,આગામી સમયમાં વિદ્યાર્થીઓ અને યુવાનોના ભવિષ્ય સાથે ચેડાં કરતી આ સરકાર સામે કોંગ્રેસ દ્વારા ઉગ્ર જનઆંદોલન ચલાવવામાં આવશે તેવી જાહેરાતમાં કરવામાં આવી હતી..
    Click here to Read More
    Previous Article
    સુરતમાં VIP રોડ માટે 25 વર્ષનું ડ્રેનેજ પ્લાનિંગ નિષ્ફળ:જળબંબાકાર બાદ હવે નવી મોટી સ્ટોર્મ ડ્રેઇન લાઇન નાખવાનું આયોજન, કામગીરી માટે કમિશનરનો આદેશ
    Next Article
    ઈશ્વરીયામાં ત્રાસ વર્તાવનાર હિંસક દીપડો આખરે પાંજરે પુરાયો:વન વિભાગની ત્રણ દિવસની આકરી મહેનત બાદ વહેલી સવારે સફળ રેસ્ક્યુ ઓપરેશન

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment