Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    જસાધાર રેન્જમાં સિંહ-સિંહણની પજવણી;VIDIO:લાઈક્સ અને વ્યુઝ મેળવવાની ઘેલછામાં વનરાજની પ્રાઈવસીનો ભંગ કરતા યુવકો; વન્યજીવની સુરક્ષા સામે સવાલ

    1 day ago

    એશિયાટિક સિંહોના ગઢ ગણાતા ગીર વિસ્તારમાં વન વિભાગના સુરક્ષાના દાવાઓ વચ્ચે વન્યજીવોની પજવણીનો વધુ એક ચોંકાવનારો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. ઉના નજીક આવેલી જસાધાર રેન્જની સરહદે અજાણ્યા શખ્સો દ્વારા સિંહ યુગલને ઉશ્કેરીને જીવના જોખમે શૂટિંગ કરવામાં આવ્યું હોવાની ઘટના સામે આવી છે. આ મામલે વન વિભાગે વીડિયોના લોકેશન અને પજવણી કરનારા તત્વોને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. સોશિયલ મીડિયા પર વીડિયો વાયરલ ગીરના જંગલ અને રેવન્યુ વિસ્તારના સરહદી ગામ નજીક શૂટ થયેલો એક વીડિયો હાલ ઇન્ટરનેટ પર ભારે વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં એક શખ્સ પોતાના જીવનું જોખમ ખેડીને સિંહ અને સિંહણની બિલકુલ નજીક, તેમની પાછળ જતો જોવા મળે છે. સિંહપ્રેમીઓમાં આ દૃશ્યો જોઈને ભારે આક્રોશ ફાટી નીકળ્યો છે, કારણ કે આ પ્રકારનું કૃત્ય મનુષ્ય અને વન્યજીવ બંને માટે અત્યંત ઘાતક સાબિત થઈ શકે છે. કેમેરામાં કેદ થયો જીવસટોસટનો ખેલ વાયરલ ક્લિપમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે જ્યારે એક યુવક સિંહ યુગલની પાછળ જઈને તેમને પરેશાન કરી રહ્યો છે, ત્યારે તેના અન્ય મિત્રો આ સમગ્ર ઘટનાનું મોબાઈલ કેમેરામાં શૂટિંગ કરી રહ્યા છે. આ શખ્સો સિંહને વહાલ વગર, માત્ર ઉશ્કેરણીના ઈરાદાથી 'જાંબો' નામથી બોલાવી રહ્યા હોવાનું પણ ઓડિયોમાં સંભળાય છે. લાઈક્સ અને વ્યુઝ મેળવવાની ઘેલછામાં વનરાજની પ્રાઈવસીનો ભંગ કરવામાં આવ્યો છે. ધારી બાદ ઉનામાં પુનરાવર્તન અહીં ઉલ્લેખનીય છે કે ગીરમાં વનરાજોની પજવણીની આ કોઈ પ્રથમ ઘટના નથી. આ પૂર્વે પણ ગીર પૂર્વના ધારી વન વિભાગ હેઠળના વિસ્તારમાં સિંહને હેરાન કરતો વીડિયો વાયરલ થયો હતો, જેમાં વન વિભાગે ત્વરિત એક્શન લઈને ગુનેગારોને જેલભેગા કર્યા હતા. આ કડક કાર્યવાહી છતાં ઉના પંથકમાં આવી ઘટનાનું પુનરાવર્તન થતાં સિંહપ્રેમીઓમાં વન વિભાગની ક્ષેત્રીય કામગીરી સામે દુઃખ અને ચિંતાની લાગણી વ્યાપી છે. વન વિભાગ દ્વારા કાયદેસરની તપાસ શરૂ આ ગંભીર ઘટના અંગે જસાધાર રેન્જના RFO કે.સી. ચૌહાણનો સંપર્ક સાધતા તેમણે જણાવ્યું હતું કે, "આ બાબત વન વિભાગના ધ્યાને આવી છે અને સમગ્ર મામલે સઘન તપાસના આદેશ અપાયા છે. સોશિયલ મીડિયા પર વાયરલ થયેલો આ વીડિયો ચોક્કસ કયા લોકેશનનો છે તે શોધવા માટે સ્ટાફને દોડતો કરાયો છે. વીડિયોના આધારે શખ્સોની ઓળખ કરી તેમની સામે વન્યજીવ સંરક્ષણ ધારા હેઠળ કડક કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે." પજવણી બદલ કડક સજાની જોગવાઈ RFO ચૌહાણે વધુમાં ઉમેર્યું હતું કે, સિંહ જેવા હિંસક વન્યજીવની પજવણી કરવી કે તેમને ખોરાક-વીડિયોના બહાને હેરાન કરવા એ કાયદાકીય રીતે ગંભીર અને બિનજામીનપાત્ર ગુનો છે. વન્યજીવોના વર્તનને ન સમજવાના કારણે પજવણી દરમિયાન સિંહ ગમે ત્યારે મનુષ્ય પર જીવલેણ હુમલો કરી શકે છે. વન વિભાગે પ્રવાસીઓ અને સ્થાનિકોને વન્યજીવોથી સુરક્ષિત અંતર જાળવવા અપીલ કરી છે. આ પણ વાંચો ગીર પૂર્વની જસાધાર રેન્જમાં સિંહની પજવણીનો વીડિયો વાઈરલ:ચાલકે સાવજ પાછળ પૂરપાટ ઝડપે બાઈક દોડાવી, વન્યજીવ પ્રેમીઓ અને સ્થાનિકોમાં આક્રોશ આઠ દિવસ પહેલા સમગ્ર વિશ્વમાં જેની ગર્જના અને ઠાઠની ઓળખ છે, તેવા ગીરના સિંહની પજવણી કરતો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થયો હતો. આ વીડિયો ગીર પૂર્વની જસાધાર રેન્જનો હોવાનું અનુમાન લગાવાઈ રહ્યું હતું. વાઈરલ વીડિયોમાં સ્પષ્ટ જોવા મળ્યું હતું કે, એક બાઈક ચાલક સિંહને જોઈને પોતાનું વાહન પૂરપાટ ઝડપે તેની પાછળ દોડાવે છે. સિંહ પણ બાઈકને આવતી જોઈ પોતાનો જીવ બચાવવા દોટ મૂકે છે. (સંપૂર્ણ અહેવાલ માટે અહીં ક્લિક કરો)
    Click here to Read More
    Previous Article
    યુવતીની આત્મહત્યા મામલે મિત્ર સામે દુષ્પ્રેરણનો ગુનો નોંધાયો:ઇન્સ્ટાગ્રામ આઈડીનો દુરુપયોગ કરી બિભત્સ વીડિયો વાયરલ કર્યો
    Next Article
    પાટણમાં ગેરકાયદે હોર્ડિંગ્સ હટાવવા નગરપાલિકાની નોટિસ:7 દિવસમાં નહીં હટે તો નગરપાલિકા દૂર કરશે, ખર્ચ વસૂલાશે

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment