Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    યુવતીની આત્મહત્યા મામલે મિત્ર સામે દુષ્પ્રેરણનો ગુનો નોંધાયો:ઇન્સ્ટાગ્રામ આઈડીનો દુરુપયોગ કરી બિભત્સ વીડિયો વાયરલ કર્યો

    1 day ago

    વલસાડમાં એક 18 વર્ષીય યુવતીએ આત્મહત્યા કરી છે. આ મામલે તેના મિત્ર પ્રતિક સુરેશભાઈ પટેલ સામે ભારતીય ન્યાય સંહિતા-2023 ની કલમ 108 હેઠળ દુષ્પ્રેરણનો ગુનો નોંધવામાં આવ્યો છે. આરોપીએ યુવતીની ઇન્સ્ટાગ્રામ આઈડીનો દુરુપયોગ કરીને બિભત્સ વીડિયો વાયરલ કર્યો હોવાનો આરોપ છે. ફરિયાદ મુજબ, મૃતક ખુશીનો મિત્ર પ્રતિક સુરેશભાઈ પટેલ ખુશીના મોબાઈલ નંબર અને ઇન્સ્ટાગ્રામ પાસવર્ડની જાણકારી ધરાવતો હતો. તેણે ખુશીની જાણ બહાર અને બદઇરાદે તેની ઇન્સ્ટાગ્રામ આઈડીનો ઉપયોગ કરીને બીજી આઈડી બનાવી હતી. આ નવી આઈડી પરથી વલસાડ પોલીસ વિરુદ્ધ ગાળો આપતો એક બિભત્સ વીડિયો બનાવીને વાયરલ કરવામાં આવ્યો હતો. આ ઘટનાની જાણ થતાં ખુશીને માનસિક આઘાત લાગ્યો હતો. આરોપીના આ કૃત્યથી દુષ્પ્રેરિત થઈને ખુશીએ 21 જૂન, 2026 ના રોજ બપોરે 12:00 થી 3:30 કલાક દરમિયાન લીલાપોર ગામના આટાપાટા ફળિયામાં આવેલા ફરિયાદીના ઘરની બાજુના કાચા મકાનમાં ગળેફાંસો ખાઈને આપઘાત કર્યો હતો. પોલીસને ઘટનાસ્થળેથી એક સુસાઈડ નોટ પણ મળી આવી હતી. મૃતકે પોતાના હસ્તાક્ષરમાં લખ્યું હતું કે: ‘’પપ્પા મેં OTP નથી આપ્યો, મને ફસાવવામાં આવી છે'' આ બનાવ અંગે પોલીસે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.
    Click here to Read More
    Previous Article
    સ્કૂલ-ટ્યુશન ક્લાસીસમાં ફાયર વિભાગનું ચેકીંગ:લખનઉ અને સુરતમાં સદભાવના સ્કૂલની ઘટના બાદ ફાયરબ્રિગેડ એક્શન મોડમાં; સિસ્ટમ બંધ હશે તો નોટિસ અપાશે: ફાયર ઓફિસર
    Next Article
    જસાધાર રેન્જમાં સિંહ-સિંહણની પજવણી;VIDIO:લાઈક્સ અને વ્યુઝ મેળવવાની ઘેલછામાં વનરાજની પ્રાઈવસીનો ભંગ કરતા યુવકો; વન્યજીવની સુરક્ષા સામે સવાલ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment