Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સ્કૂલ-ટ્યુશન ક્લાસીસમાં ફાયર વિભાગનું ચેકીંગ:લખનઉ અને સુરતમાં સદભાવના સ્કૂલની ઘટના બાદ ફાયરબ્રિગેડ એક્શન મોડમાં; સિસ્ટમ બંધ હશે તો નોટિસ અપાશે: ફાયર ઓફિસર

    1 day ago

    સુરત શહેરમાં ફરી એકવાર શૈક્ષણિક સંસ્થાઓમાં વિદ્યાર્થીઓની સુરક્ષાને લઈને ફાયર વિભાગ એલર્ટ બન્યું છે. 22 જૂન સોમવારના રોજ લખનઉમાં સુરતની તક્ષશીલા જેવી જ સર્જાયેલી ભયાનક આગની દુર્ઘટનામાં 15 વિદ્યાર્થીઓના મોત અને ગત મંગળવારે 23 જૂન સુરતની જ સદભાવના સ્કૂલમાં એસી બ્લાસ્ટની ઘટના બાદ તંત્ર સફાળું જાગ્યું છે. ફાયરબ્રિગેડ દ્વારા આજથી શહેરની અલગ-અલગ સ્કૂલો અને ટ્યુશન ક્લાસીસમાં ફાયર સેફ્ટીની સુવિધાઓ અંગે સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે. દરેક ફ્લોર અને ક્લાસરૂમમાં ઝીણવટભરી તપાસ ફાયર વિભાગની ટીમો દ્વારા શાળાઓના દરેક ફ્લોર પર આવેલા અલગ-અલગ ક્લાસરૂમમાં જઈને બારીકાઈથી તપાસ કરવામાં આવી રહી છે. શાળામાં લગાવવામાં આવેલા ફાયર સેફ્ટીના સાધનો માત્ર શોભાના ગાંઠિયા સમાન છે કે ખરેખર વર્કિંગ કન્ડિશનમાં છે, તેની ચકાસણી કરાઈ રહી છે. આ ઉપરાંત, જો કોઈ અણધારી આગની દુર્ઘટના બને, તો તાત્કાલિક અસરથી આ સાધનોનો ઉપયોગ કેવી રીતે કરવો તેની પૂરતી માહિતી શાળાના સ્ટાફ પાસે છે કે નહીં તે અંગે સ્ટાફની સામસામે પૂછપરછ પણ કરવામાં આવી હતી. શાળા પ્રશાસન દ્વારા સમયસર ફાયરની NOC લેવામાં આવી છે કે નહીં તેની પણ કાગળો પર તપાસ કરાઈ હતી. વધુ ભીડવાળી જગ્યાઓ પર નજર, વિદ્યાર્થીઓને લાઈવ માર્ગદર્શન ફાયર ઓફિસર દીનુભાઈ એમ. પટેલે આ ઝુંબેશ અંગે માહિતી આપતા જણાવ્યું હતું કે, હાલના તબક્કે કતારગામ વિસ્તારની અંદર આવેલ ટ્યુશન ક્લાસીસ અને સ્કૂલ-કોલેજોમાં ખાસ ચેકિંગ અભિયાન શરૂ કરાયું છે. જેનો મુખ્ય હેતુ આગની ઘટનાઓને અટકાવવાનો અને લોકોમાં જાગૃતિ લાવવાનો છે. સ્કૂલ અને ટ્યુશન ક્લાસીસમાં વિદ્યાર્થીઓની સંખ્યા ખૂબ વધારે હોય છે, જેથી તેમની સલામતી સર્વોપરી છે. અમે માત્ર સાધનો નથી તપાસતા, પરંતુ ક્લાસરૂમમાં જઈને વિદ્યાર્થીઓને પણ ગાઈડલાઈન આપી રહ્યા છીએ કે આગ કઈ રીતે લાગે છે અને આવી કટોકટીની સ્થિતિમાં પોતાનો બચાવ કઈ રીતે કરવો. ખામી જણાશે તો નોટિસ ફટકારાશે: ફાયર ઓફિસર ફાયર ઓફિસરે વધુમાં ઉમેર્યું કે, સંસ્થાઓમાં લગાવવામાં આવેલી આખી ફાયર સિસ્ટમ જેવી કે ફાયર પંપ, જોકી પંપ, રાઈઝર સિસ્ટમ, સ્પ્રિંકલર, હોઝ રીલ અને એલાર્મ પેનલ ચાલુ સ્થિતિમાં છે કે નહીં તેની ટેકનિકલ તપાસ કરવામાં આવી રહી છે. જો કોઈપણ સંસ્થામાં આ સિસ્ટમ બંધ અથવા ખામીયુક્ત જણાશે, તો તેમને તાત્કાલિક નોટિસ ફટકારવામાં આવશે અને વહેલી તકે સિસ્ટમ રિપેર કરાવવાની કડક જવાબદારી સોંપવામાં આવશે. અક્ષરજ્યોતિ હાઈસ્કૂલના આચાર્યએ તંત્રના પગલાંને આવકાર્યું ફાયર વિભાગના આ સરપ્રાઈઝ ચેકિંગ અંગે અક્ષરજ્યોતિ હાઈસ્કૂલના આચાર્ય પરમાર મનીષાબેને જણાવ્યું હતું કે, ફાયર વિભાગ દ્વારા કરવામાં આવેલી આ કામગીરી ખૂબ જ પ્રશંસનીય છે. અન્ય જગ્યાઓએ જે દુર્ઘટનાઓ બને છે, તેમાંથી પાઠ ભણીને આપણા બાળકોનો જીવ કેવી રીતે બચાવી શકાય તેની સરસ સમજૂતી અધિકારીઓએ ક્લાસમાં જઈને વિદ્યાર્થીઓને આપી છે. તેમણે વધુમાં ઉમેર્યું કે, અમારી શાળામાં ફાયર સેફ્ટીની NOC અને આગ બુઝાવવાના તમામ સાધનો ઓકે કન્ડિશનમાં છે. દરેક સ્કૂલ અને ટ્યુશન ક્લાસના સંચાલકોએ જાનહાનિ નિવારવા માટે સમયસર (ટાઈમ ટુ ટાઈમ) સાધનોનું ચેકિંગ કરાવવું જોઈએ, જેથી આવી કોઈ પણ મોટી દુર્ઘટના સામે જીવ બચાવી શકાય.
    Click here to Read More
    Previous Article
    વુમન્સ T20 વર્લ્ડ કપમાં ઓસ્ટ્રેલિયાની સતત ચોથી જીત:પાકિસ્તાનને 113 રનથી હરાવ્યું, પેરી-વોલની 100+ રનની ભાગીદારી
    Next Article
    યુવતીની આત્મહત્યા મામલે મિત્ર સામે દુષ્પ્રેરણનો ગુનો નોંધાયો:ઇન્સ્ટાગ્રામ આઈડીનો દુરુપયોગ કરી બિભત્સ વીડિયો વાયરલ કર્યો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment