Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પાટણમાં ગેરકાયદે હોર્ડિંગ્સ હટાવવા નગરપાલિકાની નોટિસ:7 દિવસમાં નહીં હટે તો નગરપાલિકા દૂર કરશે, ખર્ચ વસૂલાશે

    22 hours ago

    પાટણ નગરપાલિકાએ શહેરમાં મંજૂરી વિના લગાવવામાં આવેલા હોર્ડિંગ્સ સામે કડક કાર્યવાહી શરૂ કરી છે. નગરપાલિકાએ જાહેરાત એજન્સીઓ અને મિલકત માલિકોને નોટિસ પાઠવીને આવા તમામ ગેરકાયદેસર હોર્ડિંગ્સ સાત દિવસમાં દૂર કરવા આદેશ કર્યો છે. નગરપાલિકાના જણાવ્યા અનુસાર, રહેણાંક, કોમર્શિયલ વિસ્તારો, કોમન પ્લોટ અને કમ્પાઉન્ડ વોલ સહિતના વિવિધ સ્થળોએ જાહેરાત સાઇન એજન્સીઓ દ્વારા લગાવવામાં આવતા હોર્ડિંગ્સ માટે નગરપાલિકાની પૂર્વ મંજૂરી ફરજિયાત છે. ચોમાસા દરમિયાન તેજ પવન કે અન્ય કારણોસર હોર્ડિંગ્સ પડી જવાથી અકસ્માત સર્જાવાની શક્યતા રહે છે. આવા અકસ્માતોની સંપૂર્ણ જવાબદારી સંબંધિત મિલકત માલિક અને એજન્સીની રહેશે. જાહેરનામું પ્રસિદ્ધ થયાના સાત દિવસની અંદર જો મંજૂરી વિનાના હોર્ડિંગ્સ દૂર કરવામાં નહીં આવે, તો નગરપાલિકા દ્વારા તેને હટાવવાની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. આ કાર્યવાહીનો સંપૂર્ણ ખર્ચ મિલકત માલિક અને સંબંધિત એજન્સી પાસેથી વસૂલ કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે, અગાઉ પણ પાટણ નગરપાલિકાના ચીફ ઓફિસર દ્વારા શહેરના કેટલાક વિસ્તારોમાં જોખમી હોર્ડિંગ્સ ઉતારવા માટે પ્રયાસો કરાયા હતા અને નોટિસો પણ અપાઈ હતી. આ મામલો કલેક્ટર કચેરી સમક્ષ પણ પહોંચ્યો હતો, પરંતુ તેનું કોઈ નિરાકરણ આવ્યું ન હતું. આખરે, નગરપાલિકાએ હવે આ મામલે સખત તાકીદ કરી છે.
    Click here to Read More
    Previous Article
    જસાધાર રેન્જમાં સિંહ-સિંહણની પજવણી;VIDIO:લાઈક્સ અને વ્યુઝ મેળવવાની ઘેલછામાં વનરાજની પ્રાઈવસીનો ભંગ કરતા યુવકો; વન્યજીવની સુરક્ષા સામે સવાલ
    Next Article
    ભુજ આરટીઓમાં AI આધારિત ડ્રાઈવિંગ ટેસ્ટ શરૂ:હવે સંપૂર્ણ ઓટોમેટેડ પ્રક્રિયા હેઠળ લેવાશે ટેસ્ટ, પ્રથમ દિવસે કુલ 8 ઉમેદવારોએ નવી પદ્ધત્તિથી ટેસ્ટ આપી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment