Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ભુજ આરટીઓમાં AI આધારિત ડ્રાઈવિંગ ટેસ્ટ શરૂ:હવે સંપૂર્ણ ઓટોમેટેડ પ્રક્રિયા હેઠળ લેવાશે ટેસ્ટ, પ્રથમ દિવસે કુલ 8 ઉમેદવારોએ નવી પદ્ધત્તિથી ટેસ્ટ આપી

    1 day ago

    ભુજ પ્રાદેશિક પરિવહન કચેરી (RTO) ખાતે AI આધારિત ઓટોમેટેડ ડ્રાઈવિંગ ટેસ્ટ સિસ્ટમનો પ્રારંભ કરાયો છે. પ્રથમ દિવસે કુલ 8 ઉમેદવારોએ ટેસ્ટ આપ્યો હતો, જેમાં 5 ફોર-વ્હીલર ચાલકો નપાસ થયા હતા જ્યારે 3 દ્વિચક્રી વાહન ચાલકો પાસ થયા હતા. મળતી માહિતી મુજબ, હાલમાં ભુજ આરટીઓ કચેરીમાં દરરોજ સરેરાશ 80થી 100 દ્વિચક્રી વાહનચાલકો તથા એટલા જ ફોર-વ્હીલર અરજદારો મળીને અંદાજે 170થી 180 જેટલા ડ્રાઈવિંગ ટેસ્ટ લેવામાં આવે છે. નવી ટેક્નોલોજી માટે જરૂરી ડેટા અપડેટ કરવાની કામગીરી ચાલુ હોવાથી છેલ્લા અઠવાડિયા દરમિયાન નવા ટેસ્ટ લેવાયા ન હતા. જોકે, આ દરમિયાન જેમણે અગાઉથી ઓનલાઈન બુકિંગ કરાવ્યું હતું, તેમની એપોઇન્ટમેન્ટ રિશિડ્યુલ કરાઈ છે. નવી AI આધારિત વ્યવસ્થાથી ડ્રાઈવિંગ ટેસ્ટ પ્રક્રિયા વધુ પારદર્શક, ઝડપી અને માનવ હસ્તક્ષેપ વગરની બનશે તેવી અપેક્ષા વ્યક્ત કરાઈ છે. ડ્રાઈવિંગ ટેસ્ટની પ્રક્રિયા હવે સંપૂર્ણપણે ટેક્નોલોજી આધારિત ઉમેદવારોએ નિયત સમયે હાજર રહી સૌપ્રથમ રજિસ્ટ્રેશન કરાવવાનું રહેશે. ઉમેદવારે કયા પ્રકારના વાહન માટે ટેસ્ટ આપવાનો છે તેની વિગતો નોંધાવ્યા બાદ RFID ટેગ આપવામાં આવશે, જેને ટેસ્ટ દરમિયાન વાહન પર લગાવવો ફરજિયાત રહેશે. ટેસ્ટ શરૂ થાય તે પહેલાં ઉમેદવારોએ 10 મિનિટનો ફરજિયાત ટ્રેનિંગ વીડિયો જોવાનો રહેશે. વીડિયો જોયા બાદ જ સિસ્ટમ ટેસ્ટ માટે મંજૂરી આપશે. ત્યારબાદ ટ્રેક પર લગાવાયેલા કેમેરા સામે ચહેરાની ઓળખ પ્રક્રિયા કરવામાં આવશે. વિવિધ ટ્રેક માટે સમય મર્યાદા નક્કી AI સિસ્ટમ હેઠળ દરેક ટેસ્ટ માટે નિશ્ચિત સમય મર્યાદા નક્કી કરવામાં આવી છે. સમય મર્યાદા પૂર્ણ ન કરી શકનાર ઉમેદવારને નાપાસ જાહેર કરવામાં આવશે. ગ્રેડિયન્ટ ટ્રેક દરમિયાન વાહન 15 ઇંચથી વધુ પાછળ નહીં જવું જોઈએ, જ્યારે રિવર્સ ‘S’ ટ્રેકમાં વાહન માત્ર રિવર્સ ગિયરમાં જ ચલાવવાનું રહેશે. ટ્રાફિક સિગ્નલ અને નિયમોનું પાલન ફરજિયાત ટેસ્ટ દરમિયાન ટ્રેક પર લગાવાયેલા ટ્રાફિક સિગ્નલનું કડક પાલન કરવું પડશે. લાલ અથવા પીળી લાઈટ દરમિયાન આગળ વધવાની મંજૂરી નહીં હોય અને માત્ર લીલી લાઈટ થયા બાદ જ વાહન આગળ લઈ જઈ શકાશે. ઉપરાંત વાહન પીળી લાઈનોની વચ્ચે જ ચલાવવાનું રહેશે. દ્વિચક્રી વાહનચાલકો માટે હેલ્મેટ પહેરવું ફરજિયાત રાખવામાં આવ્યું છે.
    Click here to Read More
    Previous Article
    પાટણમાં ગેરકાયદે હોર્ડિંગ્સ હટાવવા નગરપાલિકાની નોટિસ:7 દિવસમાં નહીં હટે તો નગરપાલિકા દૂર કરશે, ખર્ચ વસૂલાશે
    Next Article
    100 કિમીથી વધુના પ્રવાસ માટે કન્ફર્મ સીટ મળશે:રાજ્યમાં સૌથી વધારે કચ્છમાં 170 લોકલ STમાં ઓનલાઈન બુકિંગ શરૂ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment