Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    100 કિમીથી વધુના પ્રવાસ માટે કન્ફર્મ સીટ મળશે:રાજ્યમાં સૌથી વધારે કચ્છમાં 170 લોકલ STમાં ઓનલાઈન બુકિંગ શરૂ

    1 day ago

    ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ (જીએસઆરટીસી) દ્વારા મુસાફરોની સુવિધામાં વધારો કરવા મહત્વપૂર્ણ ડિજિટલ પહેલ હાથ ધરાઇ છે. હવે 100 કિલોમીટરથી વધુ અંતરની પસંદગીની લોકલ (ઓર્ડિનરી) બસ સેવામાં પણ ઓનલાઈન ટિકિટ બુકિંગની સુવિધા શરૂ કરાઈ છે. રાજ્યભરમાં 2,500થી વધુ બસ ટ્રિપોને આ વ્યવસ્થામાં સામેલ કરાઈ છે, જેમાં કચ્છ જિલ્લાની અંદાજે 170 જેટલી લોકલ બસ ટ્રિપોનો સમાવેશ થાય છે. જે રાજ્યમાં સૌથી વધારે છે. જીએસઆરટીસીએ ગત ફેબ્રુઆરી માસથી પ્રાયોગિક ધોરણે આ સેવા શરૂ કરી હતી. છેલ્લા કેટલાક મહિનામાં મુસાફરોનો સારો પ્રતિસાદ મળતા તબક્કાવાર આ સુવિધાનો વ્યાપ વધારાયો છે. અત્યાર સુધી ઓનલાઈન રિઝર્વેશનની સુવિધા મુખ્યત્વે એક્સપ્રેસ, ગુર્જર નગરી, વોલ્વો અને સ્લીપર બસોમાં ઉપલબ્ધ હતી, પરંતુ હવે લાંબા અંતરની પસંદગીની લોકલ બસોમાં પણ મુસાફરો મુસાફરી પહેલાં જ બેઠક અનામત કરાવી શકશે. પરિણામે બસ સ્ટેશન પર લાંબી કતારમાં ઊભા રહેવાની ઝંઝટમાંથી રાહત મળશે. જીએસઆરટીસી દ્વારા સ્પષ્ટ કરાયું છે કે, હાલ આ સુવિધા માત્ર 100 કિમિથી વધુ અંતરની પસંદગીની F-2 લોકલ બસ સેવા માટે જ ઉપલબ્ધ છે, જ્યારે તેનાથી ઓછા અંતરની મુસાફરી માટે ઓનલાઈન રિઝર્વેશનની સુવિધા ઉપલબ્ધ નહીં હોય. આ પહેલને કચ્છના મુસાફરો દ્વારા પણ આવકારવામાં આવી છે. એપ્લિકેશન પરથી ટિકિટ બુક થઈ શકશે મુસાફરો જીએસઆરટીસીની સત્તાવાર વેબસાઇટ અથવા મોબાઇલ એપ્લિકેશન મારફતે પ્રસ્થાન સ્થળ, ગંતવ્ય સ્થળ અને મુસાફરીની તારીખ પસંદ કરીને ઉપલબ્ધ બસોમાંથી બેઠક પસંદ કરી શકશે. ત્યારબાદ યુપીઆઈ, ડેબિટ કાર્ડ, ક્રેડિટ કાર્ડ અથવા નેટ બેન્કિંગ દ્વારા ચુકવણી કરીને ઈ-ટિકિટ મેળવી શકાશે. બુકિંગ પૂર્ણ થયા બાદ ટિકિટ એસએમએસ અને ઈ-મેઈલ મારફતે પ્રાપ્ત થશે અને મુસાફરી દરમિયાન મોબાઇલમાં ઈ-ટિકિટ દર્શાવીને પ્રવાસ કરી શકાશે.
    Click here to Read More
    Previous Article
    ભુજ આરટીઓમાં AI આધારિત ડ્રાઈવિંગ ટેસ્ટ શરૂ:હવે સંપૂર્ણ ઓટોમેટેડ પ્રક્રિયા હેઠળ લેવાશે ટેસ્ટ, પ્રથમ દિવસે કુલ 8 ઉમેદવારોએ નવી પદ્ધત્તિથી ટેસ્ટ આપી
    Next Article
    કર્મચારીના પેન્શન કેસોનો સત્વરે કાર્યવાહી કરવા સૂચના:ગીર સોમનાથમાં સંકલન સહ ફરિયાદ સમિતિની બેઠક,લોકપ્રશ્નો મુદ્દે ચર્ચા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment