Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    કર્મચારીના પેન્શન કેસોનો સત્વરે કાર્યવાહી કરવા સૂચના:ગીર સોમનાથમાં સંકલન સહ ફરિયાદ સમિતિની બેઠક,લોકપ્રશ્નો મુદ્દે ચર્ચા

    1 day ago

    કલેક્ટર જીતેન્દ્રસિંહ વાઘેલાના અધ્યક્ષસ્થાને જનહિતલક્ષી પ્રશ્નોના ત્વરિત નિરાકરણ લાવવાના હેતુથી કલેક્ટર કચેરીના સભાખંડ ખાતે ‘સંકલન સહ ફરિયાદ સમિતિ’ની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં જનપ્રતિનિધિશ્રીઓની ઉપસ્થિતિમાં લોકપ્રશ્નો તેમજ વિકાસલક્ષી કામોની સર્વગ્રાહી સમીક્ષા કરવામાં આવી હતી. સંકલન સમિતીની બેઠકમાં નાગરિકલક્ષી મુશ્કેલીઓના ઉકેલ માટે તેમજ જિલ્લાના વિકાસલક્ષી કામોની સર્વગ્રાહી સમીક્ષા હાથ ધરતાં કલેક્ટરશ્રીએ સુગમ પોર્ટલની અરજીઓ તેમજ મુખ્યમંત્રી આદિમજૂથ સર્વાંગી ઉત્કર્ષ યોજના હેઠળના બાકી આયોજન વિશે ચર્ચા કરી હતી. જ્યારે કર્મચારી નિવૃત થાય એ મહિનામાં જ કર્મચારીના પેન્શન કેસોનો સત્વરે કાર્યવાહી કરવા, શિક્ષણ, આરોગ્ય સહિતના ક્ષેત્રોમાં સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓનું જિલ્લામાં સુનિયોજીત અમલીકરણ, આંતરિક વિભાગના સંકલનથી કામગીરી કરવા માર્ગદર્શિત કર્યા હતાં. ફરિયાદ સમિતીની બેઠકમાં જનપ્રતિનિધિઓએ જિલ્લાના વિવિધ સ્થળોએ સર્વિસ રોડ બનાવવા બાબત, ઉના તાલુકાના વિવિધ ગ્રામ્ય વિસ્તારમાં બાયપાસથી જે-તે ગામમાં જવાના માર્ગને દુરસ્ત કરવા સહિતના પ્રશ્નો રજૂ કરવામાં આવ્યા હતા.
    Click here to Read More
    Previous Article
    100 કિમીથી વધુના પ્રવાસ માટે કન્ફર્મ સીટ મળશે:રાજ્યમાં સૌથી વધારે કચ્છમાં 170 લોકલ STમાં ઓનલાઈન બુકિંગ શરૂ
    Next Article
    Chhotaudepur IFS Officer on Liquor Prohibition LIVE | ગુજરાતમાં કેટલી દારૂબંધી? અધિકારીનો ખુલાસો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment