Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    લિંબાયતમાં નળમાંથી ઓઈલ જેવું ઝેરી પાણી નીકળ્યું, VIDEO:SMCની બેદરકારી સામે જનતાનો આક્રોશ, અધિકારીઓને કોર્પોરેટરે ફટકાર લગાવી તપાસના આદેશ આપ્યા

    1 week ago

    સુરત મહાનગરપાલિકાના લિંબાયત ઝોનમાં સમાવિષ્ટ સંજયનગર વિસ્તારમાં પીવાના પાણીની લાઈનમાં ગંદુ અને દુર્ગંધ મારતું પાણી આવવાની ગંભીર સમસ્યા ફરી એકવાર સપાટી પર આવી છે. આ વિસ્તારના સ્થાનિક રહીશો દ્વારા છેલ્લા લાંબા સમયથી પાલિકાના સ્થાનિક વહીવટી તંત્ર તેમજ અધિકારીઓ સમક્ષ વારંવાર લેખિત અને મૌખિક રજૂઆતો કરવામાં આવી રહી હતી, તેમ છતાં તંત્ર દ્વારા કોઈ નક્કર પગલાં ભરવામાં આવ્યા ન હતા. પરિણામે સ્થાનિક રહીશો દૂષિત પાણી વાપરવા અને રોગચાળાના ભય હેઠળ જીવવા મજબૂર બન્યા હતા. સ્થાનિકોમાં આ બાબતે ઉગ્ર આક્રોશ જોવા મળી રહ્યો છે. લોકોનો સીધો આક્ષેપ છે કે સામાન્ય જનતા જ્યારે અધિકારીઓ સમક્ષ પોતાની સમસ્યા કે વેદના રજૂ કરે છે ત્યારે પાલિકા તંત્ર આંખ આડા કાન કરી લેશે. જ્યારે કોઈ ચૂંટાયેલા પ્રતિનિધિ, રાજકીય નેતા કે વગદાર વ્યક્તિ દરમિયાનગીરી કરે ત્યારે જ અધિકારીઓ હરકતમાં આવે છે. લોકો સવાલ ઉઠાવી રહ્યા છે કે જો તંત્ર જાગૃત હોય તો સામાન્ય નાગરિકોની ફરિયાદો દિવસો સુધી કેમ વણઉકેલાયેલી પડી રહે છે? કોર્પોરેટરે નળ ચાલુ કરીને પાણી જોતાં સ્તબ્ધ થઈ ગયા દરમિયાન, રહીશોની મુશ્કેલી વધતા આખરે સ્થાનિક લોકોએ વોર્ડ નંબર 25ના કોર્પોરેટર સંજયભાઈ પાટીલનો સંપર્ક સાધ્યો હતો. સ્થાનિક મહિલાઓએ શુક્રવારે સાંજે ફોન કરી સમગ્ર વાસ્તવિકતા જણાવતા કોર્પોરેટર સંજયનગર વિસ્તારની ગલીઓમાં પહોંચ્યા હતા. ત્યાં જઈને તેમણે નળ ચાલુ કરાવીને જોતાં ખુદ સ્તબ્ધ થઈ ગયા હતા. 'પાણી એકદમ કાળા ઓઈલ જેવું અને અસહ્ય દુર્ગંધ મારતું નીકળી રહ્યું હતું' સમગ્ર મામલે વોર્ડ નંબર 25ના કોર્પોરેટર સંજયભાઈ પાટીલે જણાવ્યું હતું કે, શુક્રવારે સાંજે સાડા પાંચ વાગ્યે સંજયનગર વિસ્તારની બહેનોનો મારા પર ફોન આવ્યો હતો કે અમારી ગલીમાં કેવું ગંદુ પાણી આવે છે તે આવીને જુઓ. જેથી હું તાત્કાલિક સ્થળ પર પહોંચ્યો હતો. સાંજે સાડા છ વાગ્યે પાણી શરૂ થતાં મેં મારી સામે જ ડોલ ભરાવીને જોયું તો પાણી એકદમ કાળા ઓઈલ જેવું અને અસહ્ય દુર્ગંધ મારતું નીકળી રહ્યું હતું. આ જોઈ મેં તરત જ પાલિકાના સંબંધિત અધિકારીઓને જાણ કરી હતી. 'ફોલ્ટ શોધી ડ્રેનેજ મિક્સિંગ દૂર કરી સમસ્યાનો કાયમી નિકાલ લવાશે' અધિકારીઓએ તાત્કાલિક સેમ્પલ લેવા માટે ટીમ મોકલી આપી હતી. અધિકારીઓ સાથે થયેલી ચર્ચા મુજબ પીવાના પાણીની લાઈન ક્યાંક લીકેજ થઈને ડ્રેનેજ સાથે મિક્સ થઈ ગઈ હોવાનું જણાય છે. અધિકારીઓએ ખાતરી આપી છે કે સોમવારે આખી લાઈન ચેક કરવામાં આવશે અને જરૂર પડ્યે કેમેરો ઉતારીને પણ ફોલ્ટ શોધી ડ્રેનેજ મિક્સિંગ દૂર કરી સમસ્યાનો કાયમી નિકાલ લવાશે. હાલ તો કોર્પોરેટરની સૂચના બાદ તંત્રએ તપાસ હાથ ધરી છે, પરંતુ સ્થાનિકો માત્ર એક જ માગ કરી રહ્યા છે કે વહેલી તકે શુદ્ધ પીવાનું પાણી ઉપલબ્ધ કરાવી લોકોના આરોગ્ય સાથે થતા ચેડાં અટકાવવામાં આવે.
    Click here to Read More
    Previous Article
    જ્ઞાનેશ કુમારને સસ્પેન્ડ કરવાનો સુપ્રીમ કોર્ટનો ઇનકાર:SIR અંગે ચૂંટણી પંચને પૂછ્યું- શું નિર્ણયો સર્વસંમતિથી લેવામાં આવ્યા હતા; એકતરફી નિર્ણય લેવાનો આરોપ
    Next Article
    ગુજરાત ભાડા વિધેયકના વિરોધમાં રાજ્યભરના વકીલો અચોક્કસ મુદતની હડતાળ પર:વડોદરાના વકીલોએ કાળો કાયદો પાછો ખેંચોના સૂત્રોચ્ચાર કર્યા, પ્રમુખે કહ્યું: ધારાશાસ્ત્રીઓને ધારાસભ્યો કરતાં કાયદાનું જ્ઞાન વધુ છે. જેથી સરકાર કમિટીઓની વાત બાજુ પર મૂકી દે

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment