Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ગુજરાત ભાડા વિધેયકના વિરોધમાં રાજ્યભરના વકીલો અચોક્કસ મુદતની હડતાળ પર:વડોદરાના વકીલોએ કાળો કાયદો પાછો ખેંચોના સૂત્રોચ્ચાર કર્યા, પ્રમુખે કહ્યું: ધારાશાસ્ત્રીઓને ધારાસભ્યો કરતાં કાયદાનું જ્ઞાન વધુ છે. જેથી સરકાર કમિટીઓની વાત બાજુ પર મૂકી દે

    1 week ago

    ગુજરાત ભાડા વિધેયકના વિરોધમાં રાજ્યભરના વકીલો આજથી અચોક્કસ મુદતની હડતાળ પર ઉતર્યા છે. વડોદરામાં પણ વકીલ મંડળની આગેવાનીમાં કોર્ટ પરિસરમાં વિરોધ પ્રદર્શન યોજાયું હતું. વડોદરા વકીલ મંડળની આગેવાનીમાં મોટી સંખ્યામાં વકીલોએ કોર્ટ પરિસરમાં એકત્ર થઈ ગુજરાત ભાડા વિધેયકનો વિરોધ નોંધાવ્યો હતો. આ દરમિયાન વકીલો માટેનો કોર્ટનો એન્ટ્રી ગેટ પણ બંધ કરવામાં આવ્યો હતો. વકીલોએ “કાળો કાયદો પાછો ખેંચો”ના સૂત્રોચ્ચાર સાથે વિરોધ વ્યક્ત કર્યો હતો. ઉલ્લેખનીય છે કે વડોદરાના વકીલો છેલ્લા પાંચ દિવસથી હડતાળ પર છે અને હવે રાજ્યભરના વકીલોએ પણ અચોક્કસ મુદતની હડતાળનું એલાન કર્યું છે. વડોદરા વકીલ મંડળના પ્રમુખ હસમુખ ભટ્ટે જણાવ્યું હતું કે, ધારાશાસ્ત્રીઓ તરીકે વકીલો ચૂંટાયેલા ધારાસભ્યો કરતાં કાયદાનું જ્ઞાન વધુ ધરાવે છે. તેથી સરકારે કમિટીઓની વાત બાજુ પર મૂકી દેવી જોઈએ. ગુજરાત બાર કાઉન્સિલ તેમની માતૃસંસ્થા છે અને હાઈકોર્ટ બાર એ મોટા ભાઈ સમાન છે. ગુજરાત બાર કાઉન્સિલ અને હાઈકોર્ટ બારે અચોક્કસ મુદતનું આંદોલન જાહેર કર્યું છે. વડોદરા વકીલ મંડળના તમામ વકીલોની સ્પષ્ટ માગણી છે કે રાજ્ય સરકારે રાજ્યપાલ કે મંજૂરી માટે મોકલેલો ખરડો પહેલાં પરત ખેંચવો જોઈએ અને તેમાં જરૂરી સુધારા કરવા જોઈએ, તે પછી જ આંદોલન પાછું ખેંચવાનો વિચાર કરવો જોઈએ. ગુજરાત બાર કાઉન્સિલ અને હાઈકોર્ટ કાયદાની ઊંડી સમજ ધરાવે છે, તેથી તેમની સાથે યોગ્ય ચર્ચા કર્યા વગર જો ગુજરાત બાર કાઉન્સિલ કોઈ સમાધાન કરશે, તો વડોદરા વકીલ મંડળ તેને માન્ય રાખશે નહીં. કમિટી બનાવવાની જાહેરાત અંગે પ્રતિક્રિયા આપતાં તેમણે ઉમેર્યું હતું કે, ગુજરાત અને દેશભરની સરકારો પોતાના કાળા કામો દબાવવા માટે આવી કમિટીઓ બનાવતી હોય છે. ભૂતકાળમાં પણ આવી ઘણી કમિટીઓ બની ચૂકી છે, તેથી આવી કોઈ પણ કમિટીને ધારાશાસ્ત્રીઓ ક્યારેય સ્વીકારશે નહીં.
    Click here to Read More
    Previous Article
    લિંબાયતમાં નળમાંથી ઓઈલ જેવું ઝેરી પાણી નીકળ્યું, VIDEO:SMCની બેદરકારી સામે જનતાનો આક્રોશ, અધિકારીઓને કોર્પોરેટરે ફટકાર લગાવી તપાસના આદેશ આપ્યા
    Next Article
    ભાડા કરારની હકુમત વહીવટી શાખાને સોંપવાનો વિરોધ:વઢવાણ બાર એસોસિએશને રાજ્યવ્યાપી વકીલ આંદોલનને આપ્યું સંપૂર્ણ સમર્થન

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment