Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સાયબર ઠગો હોટલમાં સૂતા હતા'ને પોલીસ ત્રાટકી, VIDEO:PNB Oneના નામે APK ફાઈલ મોકલી 31 હજાર મોબાઈલ હેક કર્યા, 5613 લોકો પાસેથી 125 કરોડ પડાવ્યા

    18 hours ago

    PNB Oneના નામે બોગસ APK ફાઈલ બનાવી લોકોના મોબાઈલ પર મોકલી હેક કરતી ગેંગને સુરત પોલીસે બિહારથી ઝડપી પાડી છે. ચાર આરોપીઓ પટનાની હોટલમાં રાત્રે ઊંઘી રહ્યા હતા ત્યારે જ સુરત પોલીસની ટીમે હોટલ પર પહોંચી ચારેયને દબોચી લીધા. પોલીસ તપાસમાં આરોપીનું જામતારા ગેંગ સાથે કનેકશન મળ્યું છે. બોગસ APK ફાઈલ તૈયાર કરી ટોળકી દેશભરમાં અલગ અલગ મોબાઈલ નંબર મોકલતી. જે પણ મોબાઈલ યુઝર ફાઈલ ઓપન કરતા તેના મોબાઈલનો તમામ ડેટા હેક કરી લેતા. બેંક ડીટેઈલનો ઉપયોગ કરી તુરંત જ પૈસા પણ ઉપાડી લેતા. અત્યાર સુધીમાં ટોળકીએ 31,174 મોબાઈલ હેક કરી રૂ. 125 કરોડ રૂપિયા ટ્રાન્સફર કરી લીધા હોવાનું સામે આવ્યું છે. 5 લાખની છેતરપિંડીની તપાસમાં 125 કરોડનું ફ્રોડ ઝડપાયું સુરતના એક વ્યકિત સાથે 5 લાખની છેતરપિંડી થયાનો કેસ પોલીસ સમક્ષ આવ્યો હતો. જેમાં આરોપીઓએ 15 થી 18 મે દરમિયાન પંજાબ નેશનલ બેંકના નામે એક બનાવટી "PNB One.APK" ફાઈલ બનાવી ફરિયાદી મોકલી હતી. ફરિયાદીએ પોતાના મોબાઈલમાં ડાઉનલોડ કરતા જ તેના ફોનનો સંપૂર્ણ એક્સેસ આરોપીઓ પાસે જતો રહ્યો હતો અને તેની જાણ બહાર જ 5 લાખ રૂપિયા ઉપડી ગયા હતા. સુરત 2456 કિમી સુધી આરોપીનો પીછો કરી પટનાથી દબોચ્યા સુરત સાયબરની ટીમને તપાસ કરતા સાયબર ફ્રોડના તાર ઝારખંડના જામતારા અને દેવધર પટ્ટામાં મળ્યા. જેથી ટીમ જામતારા પહોંચી ટ્રેન અને રોડ માર્ગે આરોપીઓનો સતત પીછો કર્યો. ચારેય આરોપીઓ પટનાની એક હોટલમાં રોકાયા હોવાની માહિતી મળતા જ પોલીસ વેશપલટો કરી મધરાતે જ હોટલમાં ત્રાટક્યા અને ચારેયને દબોચી લીધા. આરોપીઓ સુધી પહોંચવા માટે સુરત પોલીસ 2456 કિમીનો પ્રવાસ ખેડ્યો. દેશભરના 5613 લોકો પાસેથી 125 કરોડથી વધુ રૂપિયા પડાવ્યા ઝડપાયેલા આરોપીઓ પાસેથી મળી આવેલી APK ફાઇલોની તપાસમાં બેંક, સરકારી યોજનાઓ, RTO ચલણ, કસ્ટમર સપોર્ટ અને હોસ્પિટલના નામે બનાવેલી 336 જેટલી બોગસ APK ફાઇલોનો ડેટા મળી આવ્યો છે. આ વાયરસયુક્ત ફાઇલો દેશભરમાં વોટ્સએપ મારફતે ફેલાવીને આશરે 31,174 મોબાઈલ ડિવાઇસમાં ઇન્સ્ટોલ કરાવવામાં આવી હતી. જેમાંથી 5,613 નિર્દોષ નાગરિકોના મોબાઈલનો સંપૂર્ણ એક્સેસ મેળવીને કુલ 1,06,643 ડેબિટ ટ્રાન્ઝેક્શન મારફતે રૂ. 1,25,39,48,187/- (આશરે 125.39 કરોડ) નું સાયબર ફ્રોડ આચરવામાં આવ્યું હોવાનું સામે આવ્યું છે. અગાઉ ઝડપાયેલ 18 વર્ષનો માસ્ટર માઇન્ડ ડેવલપર અને આગળની તપાસ આ જ ગુનાની તપાસ દરમિયાન અગાઉ ઉત્તર પ્રદેશના કાસગંજથી 18 વર્ષીય રોહિત શાક્ય નામના માસ્ટરમાઇન્ડ ડેવલપરની ધરપકડ કરવામાં આવી હતી. માત્ર ધોરણ 11 પાસ આ સગીર વયના કોડરે જામતારા ગેંગની માગ મુજબ 121 જેટલી બોગસ APK ફાઇલો ડેવલપ કરી આપી હતી, જેના દ્વારા ₹64.38 કરોડનું સાયબર ફ્રોડ આચરવામાં આવ્યું હતું. સુરત સાઇબર ક્રાઇમ સેલે હાલ આ ચારેય આરોપીઓની ધરપકડ કરી આંતરરાજ્ય નાણાકીય કડીઓ અને અન્ય નાસતા-ફરતા આરોપીઓને ઝડપી પાડવા માટે વધુ તપાસ હાથ ધરી છે.
    Click here to Read More
    Previous Article
    સુરત મનપાના સરથાણા ઝોનમાં સ્ટ્રીટ લાઈટ મુદ્દે વિવાદ:પેવર બ્લોકનો ખર્ચ સોસાયટીઓ પર ઠોપી બેસાડાતાં પૂર્વ કોર્પોરેટર મહેશ અણઘણના ભાજપ શાસકો પર પ્રહાર
    Next Article
    વેરાવળમાં તિરંગા યાત્રાની તૈયારીઓ, પ્રાંત અધિકારીએ બેઠક યોજી:'હર ઘર તિરંગા' અભિયાનને વેગ આપવા અધિકારીઓ-પદાધિકારીઓ સાથે ચર્ચા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment