Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સુરત મનપાના સરથાણા ઝોનમાં સ્ટ્રીટ લાઈટ મુદ્દે વિવાદ:પેવર બ્લોકનો ખર્ચ સોસાયટીઓ પર ઠોપી બેસાડાતાં પૂર્વ કોર્પોરેટર મહેશ અણઘણના ભાજપ શાસકો પર પ્રહાર

    19 hours ago

    સુરત મહાનગરપાલિકાના વોર્ડ નંબર 3 અને સરથાણા ઝોન-બી વિસ્તારમાં જનભાગીદારી યોજના હેઠળ સોસાયટીઓમાં સ્ટ્રીટ લાઈટની સુવિધા આપવા બાબતે એક નવો વિવાદ સર્જાયો છે. પૂર્વ કોર્પોરેટર મહેશ અણઘણે સુરત મનપાના સરથાણા ઝોન-બી તંત્ર અને શાસક પક્ષ ભાજપ સામે ગંભીર આક્ષેપો કર્યા છે. તેમણે જણાવ્યું છે કે, પાલિકા દ્વારા સોસાયટીઓમાં સ્ટ્રીટ લાઈટ આપ્યા બાદ, રોડ ખોદાણ દરમિયાન ઉખડેલા પેવર બ્લોક સોસાયટીએ પોતાના સ્વ-ખર્ચે રિપેર કરવા પડશે તેવી બાંહેધરી માંગતો કાગળ સોસાયટીઓને મોકલવામાં આવી રહ્યો છે, જે સંપૂર્ણપણે ગેરવાજબી છે. સ્ટ્રીટ લાઈટ નાખવા પાછળ 1.5થી 5 લાખનો ખર્ચ મહેશ અણઘણે 'આમદાની અઠ્ઠન્ની અને ખર્ચા રૂપૈયા' જેવી સ્થિતિ સર્જાઈ હોવાનું જણાવતા ઉમેર્યું કે, કોર્પોરેશન જે સ્ટ્રીટ લાઈટ નાખવા પાછળ 1.5 લાખથી 5 લાખ રૂપિયાનો ખર્ચ કરે છે, તેના બદલે સોસાયટીઓએ પોતાના બ્લોક રિપેર કરવા પાછળ 2.5 લાખથી લઈને 8 લાખ રૂપિયા સુધીનો મોટો ખર્ચ ભોગવવો પડે તેમ છે. વાલકની ઓક્યુલસ રેસિડેન્સી, રાજનંદિની બંગલોઝ, ઓમ ટાઉનશિપ વિભાગ-4, અવધ રેસિડેન્સી અને અલ્પાઈન ગ્રીન વિલા સહિતની અનેક સોસાયટીઓને આવા પત્રો પાઠવવામાં આવ્યા છે. તેમણે આક્ષેપ કર્યો છે કે આખા સુરતમાં ક્યાંય આવો નિયમ નથી, પરંતુ સરથાણા ઝોનમાં સ્થાનિક ચારેય ભાજપના કોર્પોરેટરો જીત્યા બાદ પ્રજા પર આર્થિક બોજ નાખવાનું કાવતરું ઘડવામાં આવ્યું છે. બીજી સોસાયટીમાં અમારે પ્રોબ્લેમ થતો હતો આ બાબતે સરથાણા ઝોનના કાર્યપાલક ઇજનેર ઉમંગ નાયકે જણાવ્યું હતું કે, જે જૂની સોસાયટીઓ છે તેને પહેલા ડેવલપરે બધી સુવિધાઓ કરીને આપી હતી, પરંતુ હવે જ્યારે આ સોસાયટીઓને સ્ટ્રીટ લાઈટની જરૂર છે, ત્યારે સ્ટ્રીટ લાઈટમાં ખાલી સ્ટ્રીટ લાઈટનું જ ટેન્ડર પાડવામાં આવે છે જેમાં રોડ રસ્તાનો સમાવેશ થતો અને આ અમારા વિસ્તારની અનેક સોસાયટીઓ ખૂબ જ મોટી છે જેથી પાલિકાને ખર્ચ વધી જાય છે. જોકે આનો કોઈ ઓફિશિયલી પત્ર બહાર પાડવામાં આવ્યો નથી, પરંતુ બીજી સોસાયટીમાં અમારે પ્રોબ્લેમ થતો હતો જેના કારણે આ વચ્ચેનો રસ્તો કાઢવામાં આવ્યો છે અને અનેક સોસાયટીઓના લોકો આ રીતે કામ કરાવવા તૈયાર છે. તમામ ખર્ચ કોર્પોરેશન પોતે જ ભોગવે તેવી માંગ પૂર્વ કોર્પોરેટરે સોસાયટીના રહીશોને અપીલ કરી છે કે તેઓ આવા બાંહેધરી પત્રો ભરીને ઝોન કચેરીએ ન આપે, અન્યથા સમગ્ર આર્થિક ભારણ સોસાયટી પર આવી જશે. તેમણે પાલિકા કમિશનર, સિટી ઈજનેર અને ઝોનલ ચીફને રજૂઆત કરીને માંગ કરી છે કે 70-20-10 યોજનાના મૂળ એસ્ટીમેટમાં જ પેવર બ્લોક રિપેરિંગનો તમામ ખર્ચ સાંકળી લેવામાં આવે. આ નીતિ ત્વરિત ધોરણે બદલીને તમામ ખર્ચ કોર્પોરેશન પોતે જ ભોગવે તેવી માંગ સાથે તેમણે ઉગ્ર વિરોધ નોંધાવ્યો છે.
    Click here to Read More
    Previous Article
    સુરતમાં ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને નાગરિક સુવિધાઓમાં થશે વધારો:સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના હેઠળ સુરત મહાનગરપાલિકાને ₹770 કરોડની ગ્રાન્ટની ફાળવણી
    Next Article
    સાયબર ઠગો હોટલમાં સૂતા હતા'ને પોલીસ ત્રાટકી, VIDEO:PNB Oneના નામે APK ફાઈલ મોકલી 31 હજાર મોબાઈલ હેક કર્યા, 5613 લોકો પાસેથી 125 કરોડ પડાવ્યા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment