Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સુરતમાં ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને નાગરિક સુવિધાઓમાં થશે વધારો:સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના હેઠળ સુરત મહાનગરપાલિકાને ₹770 કરોડની ગ્રાન્ટની ફાળવણી

    20 hours ago

    ગુજરાતના વિઝનરી નેતૃત્વ હેઠળ રાજ્યના શહેરોનો સર્વાંગી અને ટકાઉ વિકાસ ઝડપથી આગળ વધી રહ્યો છે. આ જ શ્રૃંખલામાં સુરત શહેરના આધુનિકીકરણ અને નાગરિક સુવિધાઓને વધુ સુદ્રઢ બનાવવાના હેતુથી મુખ્યમંત્રીના હસ્તે સુરત મહાનગરપાલિકાને સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના (SJMMSVY) હેઠળ ₹770.00 કરોડની ગ્રાન્ટની ફાળવણી કરવામાં આવી છે. આ ફાળવણી બદલ સુરત મહાનગરપાલિકાના મેયર માયા માવાણી, ડેપ્યુટી મેયર સુધાકર ચૌધરી, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન રાજન પટેલ, શાસક પક્ષના નેતા અલ્પા મહેતા, દંડક ઉર્મિલા ત્રિપાઠી અને કમિશનર દ્વારા એકસૂરે આભાર વ્યક્ત કરવામાં આવ્યો છે. આ ગ્રાન્ટ મળવાથી સુરત શહેરના ઈન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટને નવી ઊંચાઈ મળશે અને પ્રજાજનોને ગુણવત્તાયુક્ત જીવનશૈલી પૂરી પાડવાના મહાનગરપાલિકાના સંકલ્પને વધુ બળ મળશે. અંડરપાસનું નિર્માણ તેમજ રસ્તાઓના વાઇડનિંગના કામો કરાશે આ રકમનો ઉપયોગ શહેરના વિવિધ વિસ્તારોમાં મુખ્ય માર્ગોનું નવીનીકરણ કરવા, વાહનવ્યવહારની ટ્રાફિક સમસ્યા હળવી કરવા માટે નવા ફ્લાયઓવર અને અંડરપાસનું નિર્માણ કરવા તેમજ રસ્તાઓના વાઇડનિંગના કામો માટે કરવામાં આવશે. આ ઉપરાંત, નવા ભળેલા વિસ્તારોમાં પીવાના શુદ્ધ પાણીની પાઇપલાઇન અને અદ્યતન ડ્રેનેજ કે સીવરેજ નેટવર્કનો વિસ્તાર કરવામાં આવશે. શહેરના પર્યાવરણ અને સુખાકારીને ધ્યાનમાં રાખીને ગ્રીન સ્પેસ, પબ્લિક પાર્ક અને પર્યાવરણપૂરક પ્રોજેક્ટ્સનો પણ વિકાસ કરાશે. સાથોસાથ હેલ્થ સેન્ટર, કોમ્યુનિટી હોલ અને આંગણવાડીઓનું આધુનિકીકરણ જેવાં અનેકવિધ જનહિતના વિકાસકામો હાથ ધરવામાં આવશે.
    Click here to Read More
    Previous Article
    શહેરામાં સાંબેલાધાર 5 ઇંચ:ગુજરાત માથે એક સાથે ચાર સિસ્ટમ, બે દિવસ અતિભારે વરસાદની આગાહી, અમદાવાદના ઇન્ટિરિયર ડિઝાઇનર રેપ કેસમાં સ્ફોટક ખુલાસો
    Next Article
    સુરત મનપાના સરથાણા ઝોનમાં સ્ટ્રીટ લાઈટ મુદ્દે વિવાદ:પેવર બ્લોકનો ખર્ચ સોસાયટીઓ પર ઠોપી બેસાડાતાં પૂર્વ કોર્પોરેટર મહેશ અણઘણના ભાજપ શાસકો પર પ્રહાર

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment