Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સુરતમાં સાસુ પર પુત્રવધૂ અને તેના પિયરિયાં તૂટી પડ્યાં, VIDEO:PCR વાનની સામે જ કપડાં ફાડી માર માર્યો, જમાઈ પાસે ₹10 લાખ માંગી ટાંટિયા તોડવાની ધમકી આપી

    4 days ago

    સુરત શહેરના કતારગામ વિસ્તારમાં કૌટુંબિક કંકાસમાં પુત્રવધૂ અને તેના પિયરપક્ષના સભ્યો દ્વારા વૃદ્ધ સાસુ પર હુમલો કરવાનો મામલો સામે આવ્યો છે. પીસીઆર વાનની હાજરીમાં જ સાસુ સાથે ઝપાઝપી કરી કપડાં ફાડી નાખી, જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી. આ મામલે કતારગામ પોલીસે પુત્રવધૂ, તેના ભાઈઓ, કાકા-કાકી સહિત કુલ 7 સાસરિયાઓ સામે ગુનો નોંધી કાયદેસરની તપાસ હાથ ધરી છે. દીકરો લંડન ગયો અને પુત્રવધૂના પિયરેથી ધમકીઓ શરૂ થઈ કતારગામના બાપા સીતારામ ચોક પાસે આવેલી રૂક્ષ્મણી નગર સોસાયટીમાં રહેતા 60 વર્ષીય મંજુબેન મથુરભાઈ કાકલોતરે નોંધાવેલી ફરિયાદ મુજબ, તેમના નાના દીકરા નિકુંજના લગ્ન ચાર વર્ષ પહેલાં કિરણ (રહે. અશોક નગર, કતારગામ) સાથે થયા હતા. નિકુંજ હાલ લંડન ખાતે અભ્યાસ અર્થે ગયો છે. ગત 17 ઓગસ્ટે કિરણના ભાઈ દિવ્યેશે ઘરે આવી ધમકી આપી હતી કે કિરણને રાત્રે મૂકી જઈશ, તેને કંઈ થશે તો ઘરમાં આગ લગાવી દઈશ. જેથી ડરી ગયેલા પરિવારે ઘરને તાળું મારી સંબંધીના ઘરે આશરો લીધો હતો. ઘરે આવી તોડફોડની ધમકી આપતાં પોલીસ બોલાવવી પડી ગત 22 ઓગસ્ટે મકાન માલિકે ફોન કરીને જણાવ્યું કે કિરણ સવારથી ઘરે આવી ધમપછાડા કરે છે અને બાર વાગ્યા સુધીમાં ઘર નહીં ખોલો તો તાળું તોડી નાખવાની ધમકી આપે છે. જેથી મોટા દીકરા ભાવિકે 112 પર કોલ કરી પોલીસ બોલાવી હતી. પોલીસે કિરણ અને તેના પરિવારને સમજાવી પોલીસ સ્ટેશને બોલાવ્યા હતા. આ દરમિયાન નિકુંજ ઘરેથી સામાન લઈને અલગ રહેવા જતો રહ્યો હતો. બાદમાં કિરણ ફરીથી ઘરે જઈને સોસાયટીમાં હોબાળો મચાવવા લાગી હતી. પોલીસ વાનમાંથી ઉતરતાં જ હુમલો, કપડાં ફાડી નાખ્યા રાત્રે 11 વાગ્યાના સુમારે પોલીસ વૃદ્ધા મંજુબેન અને તેમના પુત્ર ભાવિકને પીસીઆર વાનમાં ઘરે મૂકવા આવી હતી. તેઓ જેવા ગાડીમાંથી નીચે ઉતર્યા કે તરત જ કિરણ, તેના ભાઈઓ જીગ્નેશ અને દિવ્યેશ તથા માતા શારદાબેને મંજુબેન પર હુમલો કરી દીધો હતો. તે દરમિયાન કિરણના કાકા રમેશભાઈ, કાકી વિનતાબેન અને ભાભી રુદ્રિષાએ પણ આવીને ઝપાઝપી કરી હતી. પુત્રવધૂ કિરણે સાસુના મોઢા, માથા અને છાતીના ભાગે માર મારી કપડાં ફાડી નાખ્યા હતા. જીગ્નેશ અને રમેશે 'હવે ચપ્પુ ઘુસાડી દઈશ' તેવી ધમકી આપી હતી. સ્મીમેર હોસ્પિટલમાં સારવાર, 10 લાખની ખંડણી માંગી હુમલા બાદ ઈજાગ્રસ્ત વૃદ્ધાને પીસીઆર વાન મારફતે સારવાર અર્થે સ્મીમેર હોસ્પિટલ ખસેડાયા હતા, જ્યાં તેઓ બે દિવસ દાખલ રહ્યા હતા. દરમિયાન કિરણના કાકા રમેશભાઈએ વૃદ્ધાના જમાઈ મનસુખભાઈને ફોન કરી ₹10 લાખની માંગણી કરી હતી અને રૂપિયા ન આપે તો 'ટાંટિયા તોડી નાખવાની' ધમકી આપી હતી. કતારગામ પોલીસે બીએનએસ હેઠળ ગુનો નોંધી પીએસઆઈ સરોજબેન ભુવાએ વધુ તપાસ શરૂ કરી છે.
    Click here to Read More
    Previous Article
    પાયલટે પ્લેનની જેમ જ પોર્શે ઉડાવી, VIDEO:અમદાવાદમાં આંખના પલકારામાં લક્ઝુરિયસ કાર નીકળતા લોકો ફફડ્યા; 110 અને 300ની સ્પીડે ગાડી ચલાવતા ગાડી જપ્ત, ચાલકની ધરપકડ
    Next Article
    ભરૂચમાં ઈદ-એ-મિલાદની ઉજવણી:મોટી સંખ્યામાં મુસ્લિમ બિરાદરો જુલૂસમાં જોડાયા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment