Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પાયલટે પ્લેનની જેમ જ પોર્શે ઉડાવી, VIDEO:અમદાવાદમાં આંખના પલકારામાં લક્ઝુરિયસ કાર નીકળતા લોકો ફફડ્યા; 110 અને 300ની સ્પીડે ગાડી ચલાવતા ગાડી જપ્ત, ચાલકની ધરપકડ

    4 days ago

    અમદાવાદના રસ્તા જાણે કે રન વે હોય તેમ એક પાયલટ યુવકે લો ગાર્ડન પાસે પૂરઝડપે મોંઘીદાટ પોર્શે કાર 100થી વધુની સ્પીડે દોડાવી હતી. આ કારની રફતારના કારણે બે યુવકોના જીવ બચી ગયા હતા. અરકાન તિરમિઝી નામનો યુવક જ્યારે પ્લેનની જેમ પોર્શે ‘ઉડાવી’ નીકળ્યો ત્યારે લોકો ફફડી ઉઠ્યા હતા. આંખના પલકારામાં જ લક્ઝુરિયસ કાર નીકળી જતા અનેક વાહન ચાલકોના જીવ જોખમમાં મૂકાયા હતા. યુવકોની અરજીના પગલે નવરંગપુરા પોલીસે ફરિયાદ નોંધી કાર જપ્ત કરી ગાંધીનગરના લીંબડીયા ગામના 24 વર્ષીય પાયલટ અરકાન તિરમિઝીની ધરપકડ કરી હતી. સાથે જ 300ની સ્પીડે કાર ચલાવતા વાઇરલ વીડિયો અંગે પણ તપાસ હાથ ધરાઈ છે. પાયલટનું રફ ડ્રાઇવિંગ, 3 તસવીરમાં જુઓ શ્રેયાંશની ગાડીના ડેશ કેમમાં પૂરઝડપે જતી પોર્શેનો વીડિયો કેદ HCG હોસ્પિટલથી લો ગાર્ડન પાસેના રસ્તા પર શ્રેયાંશ નામનો યુવક કામ પતાવી ગાડીમાં જઈ રહ્યો હતો ત્યારે પૂરઝડપે વાયુવેગે એક પોર્શે કાર આવી હતી. આ કારની સ્પીડ એટલી હતી કે તેનાથી શ્રેયાંશનો જીવ માંડ બચી શક્યો હતો. શ્રેયાંશની ગાડીના ડેશ કેમમાં પૂરઝડપે જઈ રહેલી પોર્શે ગાડીનો વીડિયો કેદ થયો હતો જેના આધારે શ્રેયાંશે પોલીસને અરજી આપી હતી. કાર જપ્ત કરી ચાલક સામે ગુનો નોંધ્યો અરજી આપ્યાના બે દિવસ બાદ વીડિયો વાઇરલ થતા નવરંગપુરા પોલીસે તપાસ શરૂ કરી પોર્શે કારનો નંબર મેળવ્યો હતો. નંબરના આધારે કાર માલિકને પોલીસ સ્ટેશન બોલાવ્યો હતો. કાર માલિક આવતા પોલીસે કાર જપ્ત કરીને કાર ચાલક સામે બેદરકારી પૂર્વક લોકોના જીવ જોખમમાં મુકાય તે અંગેનો ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. પાયલટે અરજી પરત લેવા ખૂબ જ ધમપછાડા કર્યા આ બનાવ બન્યા બાદ અરજી કરનાર યુવક શ્રેયાંશને કાર ચાલકે સંપર્ક કર્યો હતો. કાર ચાલકે પોતાની ઓળખ પાયલટ તરીકે આપી હતી અને કારની સ્પીડ બનાવ સમયે 110 હોવાની પણ કબૂલાત કરી હતી. કાર ચાલકે અરજી પરત લેવા ખૂબ જ ધમપછાડા કર્યા હતા.
    Click here to Read More
    Previous Article
    USA જવાનું સ્વપ્ન જોનારા ભારતીયોને મોટો આંચકો!:ટ્રમ્પ સરકારે અચાનક વિઝા એપોઇન્ટમેન્ટ પર બ્રેક લગાવી; સપ્ટેમ્બર સુધી દુનિયાભરમાં એપોઇન્ટમેન્ટ્સ રદ
    Next Article
    સુરતમાં સાસુ પર પુત્રવધૂ અને તેના પિયરિયાં તૂટી પડ્યાં, VIDEO:PCR વાનની સામે જ કપડાં ફાડી માર માર્યો, જમાઈ પાસે ₹10 લાખ માંગી ટાંટિયા તોડવાની ધમકી આપી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment