Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ભરૂચમાં ઈદ-એ-મિલાદની ઉજવણી:મોટી સંખ્યામાં મુસ્લિમ બિરાદરો જુલૂસમાં જોડાયા

    4 days ago

    ભરૂચ શહેરમાં ઈસ્લામ ધર્મના અંતિમ પયગંબર હઝરત મહંમદ સાહેબના જન્મદિવસ નિમિત્તે ઈદ-એ-મિલાદ-ઉન-નબી પર્વની ઉજવણી કરવામાં આવી હતી. આ પર્વ નિમિત્તે શહેરના વિવિધ વિસ્તારોમાં ધાર્મિક માહોલ જોવા મળ્યો હતો અને મોટી સંખ્યામાં મુસ્લિમ બિરાદરો ઝુલૂસમાં જોડાયા હતા. ઈદ-એ-મિલાદ-ઉન-નબી ઈસ્લામ ધર્મનું એક મહત્વપૂર્ણ પર્વ છે. આ દિવસે મુસ્લિમ સમાજ હઝરત મહંમદ સાહેબના જીવન, તેમના ઉપદેશો તેમજ માનવતા અને ભાઈચારાના સંદેશને યાદ કરે છે. પર્વ નિમિત્તે મસ્જિદોમાં વિશેષ પ્રાર્થનાઓ, કુરાન પઠન અને અન્ય ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરાયું હતું. ઉજવણીના ભાગરૂપે ભરૂચમાં સવારથી જ વિવિધ ગલી-મહોલ્લાઓમાંથી નાના બાળકો સહિત મોટી સંખ્યામાં લોકો ઝુલૂસમાં જોડાયા હતા. દહેજ બાયપાસથી જંબુસર ચોકડી સુધી એક ઝુલૂસ યોજાયું હતું, જેમાં મોટી સંખ્યામાં મુસ્લિમ બિરાદરોએ ભાગ લીધો હતો. ઝુલૂસ દરમિયાન કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે પોલીસ તંત્ર દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. પોલીસ ટીમો દ્વારા સમગ્ર રૂટ પર સતત દેખરેખ રાખવામાં આવી હતી જેથી કોઈ અનિચ્છનીય બનાવ ન બને. આ પર્વ પયગંબર હઝરત મહંમદ સાહેબના જન્મદિવસની ઉજવણી ઉપરાંત તેમના જીવનમાંથી મળતા માનવતા, એકતા, ભાઈચારો અને જરૂરિયાતમંદોની મદદના સંદેશને યાદ કરવાનો અવસર પણ બન્યો હતો. આ નિમિત્તે મુસ્લિમ સમાજે પરસ્પર એકતા અને સૌહાર્દનો સંદેશ આપ્યો હતો.
    Click here to Read More
    Previous Article
    સુરતમાં સાસુ પર પુત્રવધૂ અને તેના પિયરિયાં તૂટી પડ્યાં, VIDEO:PCR વાનની સામે જ કપડાં ફાડી માર માર્યો, જમાઈ પાસે ₹10 લાખ માંગી ટાંટિયા તોડવાની ધમકી આપી
    Next Article
    વલસાડમાં ઈદ-એ-મિલાદની ઉજવણી:જુલૂસ શહેરના રાજમાર્ગો પરથી પસાર થયું, કોમી એકતાના દર્શન

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment