Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વલસાડમાં ઈદ-એ-મિલાદની ઉજવણી:જુલૂસ શહેરના રાજમાર્ગો પરથી પસાર થયું, કોમી એકતાના દર્શન

    4 days ago

    વલસાડમાં પેગંબર હઝરત મોહમ્મદ મુસ્તફા (સ.અ.વ.)ના જન્મજયંતિ પર્વ 'ઈદ-એ-મિલાદુન્નબી'ની ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે શહેરના મુખ્ય માર્ગો પરથી એક વિશાળ જુલૂસ (શોભાયાત્રા) કાઢવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં મુસ્લિમ બિરાદરો અને સ્થાનિક નાગરિકો જોડાયા હતા. જુલૂસ દરમિયાન એક સ્થાનિક અગ્રણીએ જણાવ્યું હતું કે, પેગંબર સાહેબના જન્મદિવસે 1500થી વધુ વર્ષોની આ પરંપરા ઉજવવામાં આવી રહી છે. તેમણે હિંદુ-મુસ્લિમ ભાઈચારા અને સંપનો સંદેશ આપ્યો હતો, જેનું પાલન કરીને સૌ એકઠા થયા છે. અગ્રણીએ વધુમાં જણાવ્યું કે, દેશમાં હંમેશાં શાંતિ જળવાઈ રહે અને ભારત દુનિયાભરમાં પ્રગતિ કરે તેવી હિંદુ, મુસ્લિમ, સિખ અને ઈસાઈ બિરાદરો સાથે મળીને પ્રાર્થના કરી રહ્યા છે. આ પ્રસંગે કોમી એકતાના દર્શન થયા હતા. આ જુલૂસમાં બાળકોથી લઈને વડીલો સુધીના શ્રદ્ધાળુઓ જોડાયા હતા. રંગબેરંગી ઝંડાઓ, પેગંબર સાહેબના સંદેશા લખેલા બોર્ડ અને શણગારેલા વાહનો સાથે નીકળેલા આ જુલૂસે શહેરના મુખ્ય માર્ગો પર આકર્ષણ જમાવ્યું હતું. શાંતિપૂર્ણ માહોલમાં જુલૂસ સંપન્ન થાય તે માટે સ્થાનિક પોલીસ દ્વારા સુરક્ષાનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો.
    Click here to Read More
    Previous Article
    ભરૂચમાં ઈદ-એ-મિલાદની ઉજવણી:મોટી સંખ્યામાં મુસ્લિમ બિરાદરો જુલૂસમાં જોડાયા
    Next Article
    જામનગરમાં ઈદ-મિલાદુન્નબીની ઉજવણી, જુલુસ નીકળ્યું:કોમી સદભાવનાના સંદેશ સાથે શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment