Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    જામનગરમાં ઈદ-મિલાદુન્નબીની ઉજવણી, જુલુસ નીકળ્યું:કોમી સદભાવનાના સંદેશ સાથે શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન

    4 days ago

    જામનગરમાં પયગંબર હઝરત મુહંમદ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમના જન્મદિવસ નિમિત્તે ઈદ-મિલાદુન્નબીની ઉજવણી કરવામાં આવી. આ પ્રસંગે શહેરમાં એક જુલુસનું આયોજન થયું હતું. આ જુલુસ શહેરના ઘાંચીની ખડકી, કાલાવડ નાકા, દરબારગઢ અને ચાંદી બજાર જેવા મુખ્ય વિસ્તારોમાંથી પસાર થયું હતું. તેમાં મુસ્લિમ સમાજના લોકો મોટી સંખ્યામાં જોડાયા હતા. જુલુસ દરમિયાન શ્રદ્ધાળુઓએ નાત-શરીફનું પઠન કર્યું અને ધાર્મિક પોકારો લગાવ્યા. આનાથી સમગ્ર શહેરનું વાતાવરણ ભક્તિમય બન્યું હતું. માર્ગમાં આવતા વિવિધ વિસ્તારોના સ્થાનિક રહીશો અને વેપારીઓએ જુલુસનું સ્વાગત કર્યું હતું. આ પાવન પ્રસંગે સમાજમાં શાંતિ, એકતા, ભાઈચારો અને કોમી સદભાવના જાળવી રાખવાનો સંદેશ આપવામાં આવ્યો. તમામ નાગરિકોના સહયોગથી આ જુલુસ શાંતિપૂર્ણ અને સૌહાર્દપૂર્ણ માહોલમાં સંપન્ન થયું.
    Click here to Read More
    Previous Article
    વલસાડમાં ઈદ-એ-મિલાદની ઉજવણી:જુલૂસ શહેરના રાજમાર્ગો પરથી પસાર થયું, કોમી એકતાના દર્શન
    Next Article
    ભાડુઆતને મકાન ખાલી કરવાનું કહેતા મકાન માલિકને છરીના ઘા ઝીંક્યા:જુહાપુરામાં 3 શખ્સે હત્યાની કોશિશ કરી, આસીફે પાંચ મહિનાથી ભાડું આપ્યું નહોતું

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment