Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પોલીસે ડ્રોનથી સાબરમતી નદીની કોતરોમાં ધમધમતી દારૂની ભઠ્ઠીની ઝડપી, VIDEO:65 હજારનો મુદ્દામાલ નાશ કરાયો: 4 બુટલેગરો સામે ગુનો દાખલ

    1 day ago

    મહેસાણા જિલ્લાના વિજાપુર તાલુકામાંથી પસાર થતી સાબરમતી નદીના કોતરો અને ઘનઘોર ઝાડીઓ અસામાજિક તત્વો માટે દેશી દારૂ બનાવવાનું સુરક્ષિત ઠેકાણું બની ગઈ હતી. નદીના આ દુર્ગમ કોતરોમાં મોટા પાયે દેશી દારૂની ભઠ્ઠીઓ ધમધમી રહી હોવાની ચોક્કસ બાતમીના આધારે મહેસાણા એલ.સી.બી ની ટીમે કડક કાર્યવાહી હાથ ધરી હતી.વિસ્તારની ભૌગોલિક સ્થિતિને ધ્યાનમાં રાખીને અડ્ડાઓ સુધી પહોંચવા માટે પોલીસે આધુનિક ટેકનોલોજી એટલે કે ડ્રોન કેમેરાનો સહારો લીધો હતો. ડ્રોન સર્વેલન્સમાં નદીની કોતરોમાં ધમધમતી દારૂની ભઠ્ઠી જોવા મળી પોલીસે ડ્રોન કેમેરાથી આકાશમાંથી વિહંગાવલોકન કરીને નદીના કોતરો અને ઝાડીઓમાં છુપાયેલી ભઠ્ઠીઓના ચોક્કસ લોકેશન મેળવ્યા હતા. લોકેશન ટ્રેસ થતાં જ પોલીસ ટીમ હિરપુરાથી ભાથીપુરા વચ્ચેના નદી વિસ્તારમાં એકાએક ત્રાટકી હતી અને દારૂના અડ્ડાઓ પર દરોડા પાડ્યા હતા. કાર્યવાહી દરમિયાન પોલીસે અલગ-અલગ ભઠ્ઠીઓ પરથી કુલ 2600 લિટર દારૂ બનાવવાનો વોશ ઝડપી પાડીને સ્થળ પર જ તેનો નાશ કર્યો હતો. જેમાં 800 લિટર કિંમત રૂ.20 હજાર, 1200 લિટર કિંમત 30 હજાર, 300 લિટર કિંમત રૂ 7 હજાર 500 અને અન્ય 300 લિટર કિંમત રૂ 7 હજાર 500 મળી કુલ રૂ.65 હજાર ની કિંમતનો મુદ્દામાલ સ્થળ પર જ નષ્ટ કરવામાં આવ્યો હતો. 4 બુટલેગરો સામે ગુનો નોંધવામાં આવ્યો આ દરોડા સંદર્ભે એલ.સી.બી ટીમે ભાથીપુરા ગામના 4 બુટલેગરો સામે પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસે ભાથીપુરાના રહીશ અંદરસિંહ તખતસિંહ રાઠોડ, સંજયસિંહ કનુસિંહ રાઠોડ, પોપટસિંહ તખતસિંહ રાઠોડ અને લક્ષમણસિંહ દલપતસિંહ રાઠોડ સામે અલગ-અલગ ચાર ગુના દાખલ કર્યા છે. ડ્રોનની મદદથી કરાયેલી આ સફળ કામગીરીથી અસામાજિક તત્વો અને બુટલેગરોમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે.
    Click here to Read More
    Previous Article
    ભુજમાં ગેરકાયદે ખનન પર તંત્રની કાર્યવાહી:રૂ. 1.07 કરોડનો મુદ્દામાલ જપ્ત, છ વાહનો સીઝ
    Next Article
    દેવ ફાઉન્ડેશને પૂરગ્રસ્તોને 1,750 ભોજન પેકેટ આપ્યા:મોરબી-માળિયામાં ભારે વરસાદ બાદ રાહત કાર્ય કર્યું

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment