Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ભુજમાં ગેરકાયદે ખનન પર તંત્રની કાર્યવાહી:રૂ. 1.07 કરોડનો મુદ્દામાલ જપ્ત, છ વાહનો સીઝ

    1 day ago

    સ્કવોડ-કચ્છ અને ભુજ પ્રાંત અધિકારીની સંયુક્ત ટીમે મંગળવારે ભુજ તાલુકાના સાકરાઈ ટીમ્બો વિસ્તારમાં દરોડા પાડ્યા હતા. આ કાર્યવાહીમાં પધ્ધર પોલીસ સ્ટેશનનો સ્ટાફ પણ જોડાયો હતો, જેથી સમગ્ર તપાસ કડક સુરક્ષા વચ્ચે હાથ ધરવામાં આવી હતી. તપાસ દરમિયાન અધિકારીઓને સ્થળ પર સાદીમાટી ખનિજનું ગેરકાયદે ખનન ચાલતું હોવાનું જણાયું હતું. સ્થળ પરથી ખનન માટે ઉપયોગમાં લેવાતા એક એક્સકેવેટર, એક લોડર અને ચાર ટ્રેક્ટર મળી કુલ છ વાહનો જપ્ત કરવામાં આવ્યા હતા. તપાસ ટીમે તમામ વાહનોને કાયદેસરની કાર્યવાહી માટે પધ્ધર પોલીસ સ્ટેશનને સુપરત કર્યા છે. વાહનોના દસ્તાવેજો સહિત અન્ય પુરાવાઓની ચકાસણી પણ શરૂ કરવામાં આવી છે. આ કાર્યવાહીમાં માત્ર વાહનો જ જપ્ત કરાયા નહોતા, પરંતુ ખનન થયેલા વિસ્તારનું પંચોની હાજરીમાં માપન પણ કરવામાં આવ્યું હતું. તપાસના આધારે સંબંધિત વ્યક્તિઓ સામે ખનિજ નિયમો અને અન્ય લાગુ કાયદાઓ હેઠળ આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. આ સમગ્ર કાર્યવાહીમાં અંદાજે રૂ. 1.07 કરોડનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. અધિકારીઓએ સ્પષ્ટ કર્યું છે કે કુદરતી સંપત્તિની ચોરી અથવા નિયમોના ભંગને કોઈપણ સંજોગોમાં ચલાવી લેવામાં આવશે નહીં.
    Click here to Read More
    Previous Article
    ગોધરાના વિજોરા ગામે શિવશક્તિ મંદિરમાં ચોરી:શિવલિંગ પર ચઢાવેલા પટ્ટા સહિત ₹2 લાખના ચાંદીના દાગીના સહિત મુદ્દામાલની ચોરી, CCTVનું સેટઅપ બોક્સ પણ ચોર્યુ
    Next Article
    પોલીસે ડ્રોનથી સાબરમતી નદીની કોતરોમાં ધમધમતી દારૂની ભઠ્ઠીની ઝડપી, VIDEO:65 હજારનો મુદ્દામાલ નાશ કરાયો: 4 બુટલેગરો સામે ગુનો દાખલ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment