Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    યુવતીને વીડિયો કોલ કરી યુવક કેનાલમાં કૂદી પડ્યો, VIDEO:5 મહિના પહેલાના વીડિયો સામે આવ્યો, મરી જવા મજબૂર કરનાર ગર્લફ્રેન્ડના પિતા સામે ફરિયાદ

    10 hours ago

    અમદાવાદના ઓઢવ વિસ્તારમાં રહેતા અને પાંચ મહિના પહેલા ગાંધીનગરના નભોઈ નજીક નર્મદા કેનાલમાં કૂદીને આપઘાત કરી લેનારા યુવકનો શોકિંગ વીડિયો સામે આવ્યો છે.યુવક દ્વારા તેની ગર્લફ્રેન્ડની સંબંધી યુવતી સાથે વીડિયો કોલ પર વાત કરતા કરતા જ કેનાલમાં કૂદી પડ્યો હતો. જે વીડિયો સામે આવ્યો છે. યુવકને આત્મહત્યા માટે મજબૂર કરનાર ગર્લફ્રેન્ડના પિતા સામે પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી છે. અમદાવાદમાં ઓઢવમાં રહેતા યુવકે 15 જાન્યુઆરીએ આપઘાત કર્યો હતો અમદાવાદના ઓઢવ વિસ્તારમાં રહેતા આશિષ શાહ નામના યુવકે 5 મહિના પહેલા ગાંધીનગર નજીક આવેલી નભોઈ કેનાલમાં કૂદીને આપઘાત કરી લીધો હતો. જે મામલે મૃતક યુવની ગર્લફ્રેન્ડના પિતા સામે પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી છે. આશિષને અમરાઈવાડી વિસ્તારમાં રહેતી એક યુવતી સાથે પ્રેમસંબંધ હતો. આશિષના મોબાઈલ ફોનની તપાસ કરતા ગર્લફ્રેન્ડના પિતાએ ધમકી આપ્યાના કોલ રેકોર્ડિંગ અને મેસેજ મળી આવ્યા છે. યુવતીના પિતા આશિષને અવારનવાર ફોન પર ધમકી આપતા હોવાના કારણે જ કંટાળીને આત્મહત્યા કરી હતી. યુવતી સાથે વાત કરતા કરતા જ આશિષ કેનાલમાં કૂદી પડ્યો આશિષના આપઘાત સમયનો એક શોકિંગ વીડિયો પણ સામે આવ્યો છે. આપઘાતના દિવસે આશિષ તેના મિત્ર સાથે ગાંધીનગરના નભોઈ નજીકથી પસાર થતી નર્મદા કેનાલ પર ગયો હતો. કેનાલ પર આશિષ તેની ગર્લફ્રેન્ડ અને તેની સંબંધી યુવતી સાથે વીડિયો કોલ કરીને વાત કરી રહ્યો હતો. વાતચીત ચાલુ હતી ત્યારે જ આશિષે અચાનક દોડીને કેનાલમાં ધુબાકો મારી દીધો હતો. આશિષના પિતા દ્વારા યુવતીના પિતા સામે ફરિયાદ નોંધાવાતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
    Click here to Read More
    Previous Article
    SBIમાં 50 લાખના લૂંટ કેસના આરોપીને સુરત લવાયા:14 કરોડની રિલાયન્સ જ્વેલરી લૂંટમાં સંડોવાયેલી બિહારની કુખ્યાત કુંદન ભગત ગેંગમાં એક્ટિવ, જેલમાં રચ્યું હતું લૂંટનું ષડ્યંત્ર
    Next Article
    5000 વડીલોને મળશે આજીવન ‘હૂંફાળું ઘર’:રાજકોટના મોટા રામપર ખાતે વિશ્વના સૌથી મોટા નિઃશુલ્ક વૃદ્ધાશ્રમનું નિર્માણ, ‘કોઈ વૃદ્ધ નિરાધાર ન રહે’ સંસ્થાની અપીલ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment