Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    5000 વડીલોને મળશે આજીવન ‘હૂંફાળું ઘર’:રાજકોટના મોટા રામપર ખાતે વિશ્વના સૌથી મોટા નિઃશુલ્ક વૃદ્ધાશ્રમનું નિર્માણ, ‘કોઈ વૃદ્ધ નિરાધાર ન રહે’ સંસ્થાની અપીલ

    11 hours ago

    રાજકોટ પાસે જામનગર હાઈવે પર પડધરી નજીક મોટા રામપર ખાતે વિશ્વના સૌથી મોટા નિઃશુલ્ક વૃદ્ધાશ્રમ વિનુભાઈ બચુભાઈ નાગ્રેચા પરિસરનું નિર્માણ થઈ રહ્યું છે. હાલમાં એક બિલ્ડિંગ ઊભું થઈ ગયું છે અને અન્ય બે બિલ્ડિંગ આકાર પામી રહ્યા છે. અહીં એકસાથે 5000 વડીલો રહી શકે તેવી વ્યવસ્થા છે. અહીં આવનાર વડીલોને નિઃશુલ્ક પ્રવેશ આપવામાં આવે છે.આ અંગે માહિતી આપવા સંસ્થાના ટ્રસ્ટીઓ દ્વારા વડોદરા ખાતે પત્રકાર પરિષદ યોજવામાં આવી હતી. વૃધ્ધાશ્રમ નહીં પણ વડીલો માટે હૂંફાળું ઘર આ આશ્રમ માત્ર એક ઈમારત નથી, પરંતુ એવા વડીલો માટે એક હુંફાળું ઘર છે જેઓ નિઃસંતાન છે, પથારીવશ છે અથવા ગંભીર બીમારીઓથી પીડાઈ રહ્યા છે. સંસ્થાના ધિરેન્દ્રભાઈએ જણાવ્યું હતું કે, અંદાજે 500 કરોડ રૂપિયાના ખર્ચે 30 એકર જમીનમાં ફેલાયેલા આ સંકુલમાં 1400 રૂમ તૈયાર કરવામાં આવ્યા છે, જેમાં 5000 જેટલા નિરાધાર વડીલોને આજીવન મફત આશ્રય, ભોજન અને તબીબી સારવાર આપવામાં આવશે. સંસ્થાનો મુખ્ય ઉદ્દેશ્ય એવા માવતરોની સેવા કરવાનો છે જેમનું આ દુનિયામાં કોઈ નથી. 24 કલાક તબીબી સારવાર અને સ્ટાફ આ પરિસરની વિશેષતા એ છે કે અહીં 11 માળના 7 ભવ્ય ટાવર્સ બનાવવામાં આવ્યા છે. જેમાં કેન્સરગ્રસ્ત, કોમામાં રહેલા દર્દીઓ અને સંપૂર્ણ પથારીવશ વડીલો માટે ખાસ સુવિધાઓ ઉપલબ્ધ છે. હાલમાં પણ અહીં 700 થી વધુ વડીલો વસવાટ કરી રહ્યા છે, જેમાંથી 400 થી વધુ વડીલો પથારીવશ છે. જૈન સમાજના વડીલો માટે અલગ ટાવર અને દેરાસરની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. આધુનિક સુવિધાઓની વાત કરીએ તો, અહીં 5-સ્ટાર હોટલ જેવી સગવડ ધરાવતા સિનિયર રૂમ, ફિઝિયોથેરાપી સેન્ટર, સમૃદ્ધ લાઈબ્રેરી, ગેમ રૂમ અને સાંસ્કૃતિક કાર્યક્રમો માટે વિશાળ ઓડિટોરિયમ ઉપલબ્ધ છે. 24 કલાક તબીબી દેખરેખ અને તાલીમબદ્ધ સ્ટાફ દ્વારા વડીલોની સેવા કરવામાં આવે છે. કોઈ વૃધ્ધ નિરાધાર ન રહે તે આશય સદભાવના વૃદ્ધાશ્રમ દ્વારા જાહેર જનતાને અપીલ કરવામાં આવી છે કે જો તમારી આસપાસ કોઈ પણ ઉંમરના નિરાધાર, પથારીવશ, કેન્સર કે કોમાગ્રસ્ત વ્યક્તિ જોવા મળે, તો તેમને આ સંસ્થા સુધી પહોંચાડવામાં મદદ કરો. અહીં જ્ઞાતિ કે ધર્મના ભેદભાવ વિના તમામ સુવિધાઓ સંપૂર્ણપણે મફત આપવામાં આવે છે. સંયુક્ત કુટુંબની વ્યવસ્થા તૂટતી જાય છે ત્યારે આ સંસ્થા એક મોટા પરિવારની ગરજ સારે છે. વડીલોને તેમના અંતિમ શ્વાસ સુધી સન્માન, પ્રેમ અને આધ્યાત્મિક શાંતિ મળે તે માટે આખું પરિસર કટિબદ્ધ છે. વધુ માહિતી માટે સંસ્થાના મોબાઈલ નંબર 80002 88888 પર સંપર્ક કરી શકાય છે.
    Click here to Read More
    Previous Article
    યુવતીને વીડિયો કોલ કરી યુવક કેનાલમાં કૂદી પડ્યો, VIDEO:5 મહિના પહેલાના વીડિયો સામે આવ્યો, મરી જવા મજબૂર કરનાર ગર્લફ્રેન્ડના પિતા સામે ફરિયાદ
    Next Article
    Ambalal Patel LIVE | અંબાલાલ પટેલની ડરામણી આગાહી | Farmers | Heavy Rains | Heatwave | N18L

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment