Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    SBIમાં 50 લાખના લૂંટ કેસના આરોપીને સુરત લવાયા:14 કરોડની રિલાયન્સ જ્વેલરી લૂંટમાં સંડોવાયેલી બિહારની કુખ્યાત કુંદન ભગત ગેંગમાં એક્ટિવ, જેલમાં રચ્યું હતું લૂંટનું ષડ્યંત્ર

    1 day ago

    સુરતના વરાછામાં આવેલી SBI બેંકમાં 27 એપ્રિલ, 2026ના રોજ થયેલી 50 લાખની લૂંટમાં નવો ખુલાસો થયો છે. આ લૂંટના તાર બિહારની જેલ સાથે જોડાયા છે. આ લૂંટનો માસ્ટરમાઇન્ડ કુંદન કુમાર ઉર્ફે કુંદન ભગત હાલ બિહારની આદર્શ સેન્ટ્રલ જેલ બેઉર (પટના)માં બંધ છે. જેલમાં હોવા છતાં તેણે પોતાની ગેંગના સભ્યો સાથે સંપર્ક જાળવી રાખી સુરતની બેંકને ટાર્ગેટ બનાવી હતી. કુંદન ભગત અગાઉ દેહરાદૂનમાં 14 કરોડની રિલાયન્સ જ્વેલરી લૂંટમાં પણ સંડોવાયેલો હતો. ક્રાઇમ બ્રાન્ચ બે દિવસ પહેલા ઝડપાયેલા કુખ્યાત કુંદન ભગત ગેંગના બે સાગરીત એવા શુભમ અને વિકાસને UPથી સુરત લાવી છે. 1000 CCTV ચેક કર્યા ને 1500 KM દૂરથી ઝડપ્યા ગુનાની ગંભીરતા જોતા સુરત ક્રાઇમ બ્રાન્ચના 7 PI અને 100 પોલીસ જવાનોની ટીમો બનાવવામાં આવી હતી. તપાસ દરમિયાન ટીમે 1000થી વધુ CCTV તપાસ્યા હતા. જેમાં લૂંટમાં વપરાયેલી ત્રણ બાઈક (સ્પ્લેન્ડર, પલ્સર, અપાચે) પર નકલી નંબર પ્લેટો હોવાનું ખુલ્યું હતું. ટેકનિકલ સર્વેલન્સની મદદથી પોલીસને કુંદન ભગત ગેંગના સભ્ય શુભમ કુમાર ઠાકુરની કડી મળી હતી. પોલીસની એક ટીમ ઉત્તર પ્રદેશ પહોંચી હતી અને સતત ત્રણ દિવસ સુધી લોકેશન બદલતા શુભમને અયોધ્યાથી દબોચી લીધો હતો. નકલી આધારકાર્ડ બનાવી બે મહિના સુરતમાં ભાડે રહ્યા હતા પોલીસ તપાસમાં ચોંકાવનારો ખુલાસો થયો છે કે આ ગેંગે લૂંટ કરતા પહેલા બે મહિના સુધી સુરતમાં આશરો લીધો હતો. આરોપીઓએ જહાંગીરપુરા, રાંદેર અને વેડરોડ વિસ્તારમાં નકલી આધારકાર્ડનો ઉપયોગ કરી ભાડે મકાનો રાખ્યા હતા. આ સમય દરમિયાન તેઓએ બેંક અને આવવા-જવાના રસ્તાઓની વારંવાર રેકી કરી હતી. લૂંટ માટે વપરાયેલી એક બાઈક ખટોદરાથી ચોરી કરી હતી, જ્યારે બીજી તેલંગાણાથી લાવી નકલી નંબર પ્લેટ લગાવી હતી. મદદગારી કરનાર સાગરીત વિકાસ સિંહની પણ ધરપકડ શુભમની પૂછપરછમાં તેના મિત્ર વિકાસ સિંહ (રહે. રાયબરેલી)નું નામ સામે આવ્યું હતું. લૂંટ બાદ શુભમ અને અન્ય સાગરીતો વિકાસ પાસે પહોંચ્યા હતા. વિકાસે લૂંટના નાણાં છુપાવવા અને આરોપીઓને આશરો આપવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. ક્રાઇમ બ્રાન્ચે વિકાસ સિંહને પણ યુપીના ગોંડા જિલ્લામાંથી ઝડપી પાડ્યો હતો. આ બંને આરોપીઓ પાસેથી લૂંટના ₹93,000 અને ત્રણ મોબાઈલ ફોન રિકવર કરવામાં આવ્યા છે. શુભમ ઠાકુર પર હત્યા અને આર્મ્સ એક્ટ જેવા અનેક ગુના ઝડપાયેલો આરોપી શુભમ ઠાકુર બિહારનો નામચીન ગુનેગાર છે. તેની સામે બિહારના બારૂગંજ અને બ્રહ્મપુરા પોલીસ સ્ટેશનમાં હત્યા, લૂંટ અને આર્મ્સ એક્ટ હેઠળ ગંભીર ગુનાઓ નોંધાયેલા છે. આ ગેંગ અત્યંત પ્રોફેશનલ છે અને આંતરરાજ્ય લૂંટમાં માહિર છે. સુરત પોલીસ હવે આ ગેંગના અન્ય ફરાર સભ્યોને પકડવા માટે અલગ-અલગ રાજ્યોમાં મેગા સર્ચ ઓપરેશન ચલાવી રહી છે. માસ્ટરમાઇન્ડ કુંદન ભગતનો ટ્રાન્ઝિટ રિમાન્ડ મેળવવા તજવીજ હાલમાં પકડાયેલા બંને આરોપીઓને ગોંડા કોર્ટમાંથી 4 દિવસના ટ્રાન્ઝિટ રિમાન્ડ મેળવી સુરત લાવવામાં આવ્યા છે. સુરત ક્રાઇમ બ્રાન્ચ હવે બિહારની જેલમાં બંધ માસ્ટરમાઇન્ડ કુંદન ભગતનો કબજો મેળવવા કાયદાકીય પ્રક્રિયા કરી રહી છે. લૂંટના બાકીના 49 લાખ રૂપિયા રિકવર કરવા અને ગેંગના અન્ય સભ્યોના લોકેશન મેળવવા માટે પોલીસ સઘન પૂછપરછ કરી રહી છે. આગામી દિવસોમાં આ કેસમાં વધુ મોટા ખુલાસા થવાની શક્યતા છે. 50 લાખ નહીં 2થી 3 કરોડ લૂંટવાના ઇરાદે બેંકમાં ઘૂસ્યા હતા લૂંટારૂઓ માત્ર 50 લાખ નહીં પરંતુ 2થી 3 કરોડની લૂંટ કરવાના ઈરાદે બેંકમાં ઘૂસ્યા હતા. લૂંટારૂઓ પાસે બે નહીં પણ પાંચ મોટી બેગ હતી. જોકે, નસીબજોગે તે સમયે કેશ કાઉન્ટ પર અને કેશ વાનમાં અપેક્ષા કરતા ઓછી રકમ હોવાથી તેઓને માત્ર 50 લાખથી સંતોષ માનવો પડ્યો હતો. લૂંટ બાદ ભાગતી વખતે આ વધારાની ખાલી બેગ તેમના માટે બોજ બની જતાં તેમણે બાઈક પાસે ફેંકી દીધી હતી. કીમ પાસેના કન્યાસી ગામના ખેતરમાંથી મળ્યા પુરાવા લૂંટની ઘટનાને અંજામ આપ્યા બાદ લૂંટારૂઓ અત્યંત સાવચેતીપૂર્વક અલગ અલગ દિશામાં ફરાર થયા હતા. જોકે, પોલીસને કીમ પાસેના કન્યાસી ગામ નજીક એક ખેતરમાંથી લૂંટમાં વપરાયેલી ત્રણ બાઈક બિનવારસી હાલતમાં મળી હતી. આ બાઈકની બાજુમાં જ વિમલના ત્રણ મોટા ખાલી થેલા પણ મળી આવ્યા હતા. આ એ જ થેલા હતા જે લૂંટારૂઓ કરોડો રૂપિયા ભરવા માટે સાથે લાવ્યા હતા. 50 લાખની રોકડ મળતા બાકીના થેલા નકામાં જણાતા આરોપીઓએ પુરાવાનો નાશ કરવા અથવા ભાગવામાં સરળતા રહે તે હેતુથી બાઈક સાથે આ થેલા પણ ત્યાં જ ફેંકી દીધા હતા. FSLની ટીમે આ સ્થળેથી નમૂનાઓ લઈને તપાસ વધુ તીવ્ર બનાવી છે. કર્મચારીની સતર્કતાથી બે કરોડનું ગોલ્ડ બચ્યું આ લૂંટમાં સૌથી મોટો વળાંક બેંક કર્મચારીની હાજરજવાબીપણાને કારણે આવ્યો હતો. SBIની આ બ્રાન્ચ સુરતમાં ગોલ્ડ લોન આપવાના મામલે બીજા ક્રમે આવે છે. જેનો અર્થ છે કે, ત્યાં હંમેશા કરોડો રૂપિયાનું સોનું તિજોરીમાં સુરક્ષિત હોય છે. લૂંટ સમયે તિજોરીમાં અંદાજે 1.50થી 2 કરોડ રૂપિયાની ગોલ્ડ જ્વેલરી હતી. લૂંટારૂઓએ કર્મચારી પાસે તિજોરીની ચાવી માંગી હતી, પરંતુ કર્મચારીએ ચાલાકી પૂર્વક ચાવી મેનેજર પાસે છે અને તેઓ અત્યારે બેંકમાં નથી તેવો જવાબ આપ્યો હતો. આ સાંભળીને લૂંટારૂઓએ માત્ર સામે દેખાતી કેશ લઈને ભાગવાનું નક્કી કર્યું હતું. આ સિવાય કેશ વાનમાં પણ લાખો રૂપિયા પડ્યા હતા. જે લૂંટારૂઓની ઉતાવળને કારણે બચી ગયા હતા. લૂંટ પહેલાં આરોપીઓની 40 મિનિટ તમામ ગતિવિધિ પર નજર લૂંટની આખી ઘટના માત્ર 15 મિનિટમાં આટોપી લેવામાં આવી હતી. પરંતુ આરોપીઓ બેંકની અંદર છેલ્લી 40 મિનિટથી હાજર હતા. આ દરમિયાન સામાન્ય ગ્રાહકની જેમ વર્તતા રહ્યા અને બેંકના દરેક કર્મચારીની હલચલ પર ઝીણવટભરી નજર રાખી રહ્યા હતા. કયો કર્મચારી ક્યાં બેસે છે. કયા ટેબલ પર કેશ ટ્રાન્ઝેક્શન થાય છે અને સુરક્ષા વ્યવસ્થા કેવી છે. આટલો લાંબો સમય બેંકમાં હોવા છતાં બેંકના અન્ય ગ્રાહકો કે સ્ટાફને અણસાર પણ નહોતો આવ્યો કે, તેમની વચ્ચે બેઠેલા લોકો થોડી જ ક્ષણોમાં મોતનો ખેલ ખેલવાના છે. દેશી તમંચા સાથે બે મહિનાનું પ્લાનિંગ તપાસમાં સામે આવ્યું છે કે, આ ગેંગ છેલ્લા બે મહિનાથી આ લૂંટનું પ્લાનિંગ કરી રહી હતી. લૂંટારૂઓ એટલા આત્મવિશ્વાસમાં હતા કે, તેમને પોલીસનો જરાય ડર નહોતો. આ જ કારણ છે કે, તમામ સાત લૂંટારૂઓએ પોતાના ચહેરા ઢાંક્યા નહોતા. તેઓ જાણતા હતા કે, બેંકમાં સીસીટીવી કેમેરા લાગેલા છે અને તેમની છબી કેદ થઈ જશે છતાં તેમણે ઓળખ છૂપાવવાનો પ્રયાસ કર્યો નહોતો. તેમને ખાતરી હતી કે, તેમનું નેટવર્ક એટલું મજબૂત છે કે, પોલીસ તેમના સુધી પહોંચી શકશે નહીં. લૂંટમાં વપરાયેલા હથિયારો દેશી બનાવટના તમંચા હોવાનું પણ સામે આવ્યું છે. જે સ્પષ્ટ કરે છે કે, આ ગેંગ વ્યવસાયિક ગુનેગારોની બનેલી છે. કીમ થઈ ને નેશનલ હાઈવે-48 પર પહોંચ્યા લૂંટ કર્યા પછી લૂંટારુઓએ ભાગવા માટે અગાઉથી નક્કી કરેલા રસ્તાનો ઉપયોગ કર્યો હતો. તેઓ અલગ-અલગ રસ્તે થઈને કીમ પાસેના નેશનલ હાઇવે-48 પર પહોંચ્યા હતા. હાઇવે પર પોલીસનું ચેકિંગ હોઈ શકે છે તે જાણીને તેઓ હાઇવેથી 3 કિલોમીટર અંદર ગ્રામ્ય વિસ્તારમાં ઘૂસી ગયા હતા. કન્યાસી ગામના નિર્જન ખેતરમાં તેમણે પોતાની બાઇકો છોડી દીધી અને ત્યાંથી વાહનો બદલીને અલગ-અલગ દિશામાં ફંટાઈ ગયા હતા. આ રસ્તો પસંદ કરવા પાછળનો તેમનો હેતુ પોલીસને ગેરમાર્ગે દોરવાનો અને સીસીટીવી ફૂટેજમાં ટ્રેક ન થવાનો હતો. અયોધ્યાના આશ્રમમાં છુપાયો હતો આરોપી સુરત ક્રાઈમ બ્રાન્ચે આ કેસમાં ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન ઇન્ટેલિજન્સની મદદથી મોટી સફળતા મેળવી છે. પોલીસની ટીમે ઉત્તર પ્રદેશના અયોધ્યા અને ગોંડા વિસ્તારમાં દરોડા પાડીને બે મુખ્ય આરોપીઓની ધરપકડ કરી છે. જેમાં લૂંટમાં સીધો સામેલ આરોપી શુભમ અયોધ્યાના એક આશ્રમમાં છુપાયેલો હતો. જ્યારે અન્ય આરોપી વિકાસ તેને આશ્રય આપવામાં મદદ કરી રહ્યો હતો. આ ધરપકડ બાદ પોલીસને લૂંટમાં સામેલ અન્ય પાંચ આરોપીઓના સચોટ લોકેશન પણ મળી ગયા છે. 4 રાજ્યોમાં સર્ચ ઓપરેશન અને ધરપકડનો દોર આ હાઈ-પ્રોફાઈલ લૂંટ કેસમાં હવે ક્રાઈમ બ્રાન્ચની વિવિધ ટીમો એક્શન મોડમાં છે. યુપીમાં પકડાયેલા આરોપીઓની પૂછપરછમાં જાણવા મળ્યું છે કે આ ગેંગના તાર અન્ય રાજ્યો સાથે પણ જોડાયેલા છે. હાલમાં સુરત પોલીસની ચાર અલગ-અલગ ટીમો ઉત્તર પ્રદેશ, બિહાર, મધ્ય પ્રદેશ અને હરિયાણામાં ધામા નાખીને બેઠી છે. પોલીસને આશા છે કે આગામી 24 થી 48 કલાકમાં ગેંગના બાકીના સભ્યોને પણ રોકડ રકમ સાથે ઝડપી પાડવામાં આવશે. જે રીતે આરોપીઓ આશ્રમમાં છુપાયા હતા, તે જોતા પોલીસ હવે ધાર્મિક સ્થળો અને ધર્મશાળાઓ પર પણ નજર રાખી રહી છે. પાંચથી વધુ લૂંટારૂઓ હથિયારો સાથે બેંકમાં ઘૂસીને લૂંટ કરી ફરાર થયા હતા 27 એપ્રિલના રોજ વરાછા એલ.એચ.રોડ સ્થિત SBI બેંકની વરાછા બ્રાન્ચમાં ભરબપોરે પાંચથી વધુ લૂંટારૂઓ ખુલ્લા ચેહરામાં હથિયાર સાથે બેંકમાં ઘૂસ્યા હતા અને પિસ્તોલના નાળચે બેંકના સર્વિસ મેનેજર કિરણ પ્રકાશ ભોગે, કેશિયર અનિલ રાઠોડ, જુનિયર એસોસિએટ કાર્તિક પ્રજાપતિ ઉપરાંત ક્રેડિક કાર્ડનું કામ કરતી રિદ્ધિબેન અને પટાવાળા ગૌરવ ચૌધરી તથા ATMનો ગાર્ડ ગજેન્દ્ર પાટિલ ઉપરાંત બીજા છથી સાત ગાહકોને બંધક બનાવી અને ડરાવી ધમકાવી રોકડા 50 લાખ, બેંકકર્મી અને ગ્રાહકોના મોબાઈલ ફોન લૂંટી ત્રણ બાઈક પર નાસી ગયા હતા. (સંપૂર્ણ સમાચાર વાંચો)
    Click here to Read More
    Previous Article
    Tamil Nadu Government Formation Live Updates: Vijay meets Governor, moves to form Tamil Nadu government with Congress support
    Next Article
    યુવતીને વીડિયો કોલ કરી યુવક કેનાલમાં કૂદી પડ્યો, VIDEO:5 મહિના પહેલાના વીડિયો સામે આવ્યો, મરી જવા મજબૂર કરનાર ગર્લફ્રેન્ડના પિતા સામે ફરિયાદ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment