Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    રનવે પર ફાયર ટ્રક સાથે અથડાઇ એર કેનેડાની ફ્લાઇટ, VIDEO:4 ઘાયલ, ટ્રાફિક કંટ્રોલર બૂમો પાડતો રહ્યો- સ્ટોપ...સ્ટોપ...; ફ્લાઇટના આગળનાં ભાગનો બુકડો

    5 days ago

    અમેરિકાના ન્યૂયોર્કમાં લા ગાર્ડિયા એરપોર્ટ પર રવિવારે રાત્રે (સ્થાનિક સમય અનુસાર) એર કેનેડા એક્સપ્રેસનું એક વિમાન લેન્ડિંગ સમયે રનવે પર એક ફાયર ટ્રક સાથે અથડાયું. જેના કારણે વિમાનનો આગળનો ભાગ સંપૂર્ણપણે નષ્ટ થઈ ગયો. આ ફ્લાઇટ મોન્ટ્રિયલથી આવી રહી હતી. ટક્કરના તરત જ બાદ રનવે 4 બંધ કરી દેવામાં આવ્યો. એરપોર્ટ પર ઇમરજન્સી લાગુ કરીને તમામ ફ્લાઇટ ઓપરેશન રોકી દેવામાં આવ્યા અને આવનારી ફ્લાઇટ્સને ડાયવર્ટ કરવામાં આવી. પ્રાથમિક માહિતી અનુસાર, કેટલાક ફાયરફાઇટર્સ અને વિમાનમાં સવાર 4 મુસાફરો ઘાયલ થયા, જેમાંથી કેટલાકની હાલત ગંભીર છે. જોકે, હજુ સુધી સંપૂર્ણ માહિતી સ્પષ્ટ નથી. દુર્ઘટના પહેલાં એર ટ્રાફિક કંટ્રોલરે વિમાન અને ગ્રાઉન્ડ વાહન બંનેને રોકાવા માટે કહ્યું હતું, પરંતુ તેમ છતાં ટક્કર થઈ ગઈ. આ ઘટના બાદ ફેડરલ એવિએશન એડમિનિસ્ટ્રેશને એરપોર્ટ પરની તમામ ફ્લાઇટ્સ રોકી દીધી અને તપાસ શરૂ કરી દેવામાં આવી છે. દુર્ઘટનાનો વીડિયો જોઈ લો... ટેક્સીવે પર દુર્ઘટના શરૂઆતી રિપોર્ટ મુજબ, આ પ્લેન એર કેનેડા એક્સપ્રેસની ફ્લાઇટ AC8646 હતી, જે એક બોમ્બાર્ડિયર CRJ-900 જેટ છે. તેને જાઝ એવિએશન ઓપરેટ કરે છે. જણાવવામાં આવી રહ્યું છે કે પ્લેન રનવે 4/22 પાસે એક ટેક્સીવેને પાર કરતી વખતે ફાયર ટ્રક સાથે અથડાયું. ઘટનાસ્થળેથી મળેલા પ્રારંભિક ફોટામાં પ્રાદેશિક જેટના આગળના ભાગને ઘણું નુકસાન દેખાઈ રહ્યું છે, જે દર્શાવે છે કે ટક્કર જોરદાર હતી. ઇમરજન્સી ટીમો પહોંચતા જ મુસાફરોને પ્લેનમાંથી ઉતાવામાં આવ્યા. ઓનલાઈન વાઇરલ થઈ રહેલી એર ટ્રાફિક કંટ્રોલ (ATC)ની રેકોર્ડિંગમાં ટક્કરના બરાબર પહેલા ટ્રકને 'રોકો' (stop)ની ચેતવણી આપવામાં આવી રહી છે. આ જ કારણોસર એક ડેલ્ટા ફ્લાઇટને લેન્ડિંગ કરતા રોકી દેવામાં આવી. એર ટ્રાફિક કંટ્રોલરે વિમાનને રોકવાનો પ્રયાસ કર્યો હતો લેન્ડિંગ પહેલાં એર ટ્રાફિક કંટ્રોલરે વિમાનને રોકવાનો પ્રયાસ કર્યો હતો. વાઇરલ ઑડિયોમાં એર ટ્રાફિક કંટ્રોલરે પહેલાં ટ્રકને રનવે પાર કરવાની મંજૂરી આપી હતી, પરંતુ થોડી જ વાર પછી કંટ્રોલર સતત “સ્ટોપ, સ્ટોપ, ટ્રક 1” બૂમો પાડતો રહ્યો. જોકે, થોડી જ સેકન્ડમાં ટક્કર થઈ ગઈ. કંટ્રોલરનો અવાજ રેકોર્ડિંગમાં સંભળાય છે- “JAZZ 646, તમે વાહન સાથે અથડાયા છો, ત્યાં જ રોકાઈ રહો, મદદ પહોંચી રહી છે.” ફ્લાઇટ લેન્ડિંગ પછી રનવે પર લગભગ 130 માઇલ પ્રતિ કલાકની ઝડપે આગળ વધી રહી હતી. સોશિયલ મીડિયા પર વાઇરલ વીડિયોમાં વિમાનના આગળના ભાગમાં નુકસાન અને કૉકપિટ ઊંચકાયેલું દેખાઈ રહ્યું છે. એર ટ્રાફિક કંટ્રોલની વાઇરલ થયેલી રેકોર્ડિંગ સાંભળો… ઇમરજન્સી રિસ્પોન્સ અને એરપોર્ટ બંધ દુર્ઘટના બાદ, અમેરિકી અધિકારીઓએ આ મોટા ટ્રાન્સપોર્ટ હબ પર તમામ ફ્લાઇટ્સ પર પ્રતિબંધ મૂક્યો. ફેડરલ એવિએશન એડમિનિસ્ટ્રેશનએ ફ્લાઇટ્સ રોકવાનું કોઈ કારણ જણાવ્યું નથી, પરંતુ કહ્યું કે આ આદેશ આગળ વધવાની 'પૂરી સંભાવના' છે. રિપોર્ટ્સ અનુસાર, ઇમરજન્સી સેવાઓ તરત જ ટેક્સીવે પર તૈનાત થઈ ગઈ, જેથી પરિસ્થિતિનો તાગ મેળવી શકાય અને પ્લેનમાં સવાર લોકોને મદદ કરી શકાય. એવી અપેક્ષા છે કે નેશનલ ટ્રાન્સપોર્ટેશન સેફ્ટી બોર્ડ (NTSB), FAA સાથે મળીને આ ટક્કરની તપાસ કરશે. અધિકારીઓ ઘટના સમયેના એર ટ્રાફિક કંટ્રોલ કમ્યુનિકેશન, એરક્રાફ્ટ મૂવમેન્ટ ડેટા અને એરપોર્ટ વાહનોની સ્થિતિની તપાસ કરશે. આ દુર્ઘટના એવા સમયે થઈ છે જ્યારે સમગ્ર અમેરિકાના એરપોર્ટ્સ સ્ટાફની અછતનો સામનો કરી રહ્યા છે, ખાસ કરીને ટ્રાન્સપોર્ટેશન સિક્યુરિટી એડમિનિસ્ટ્રેશન (TSA) ના કર્મચારીઓની. આ સમાચાર પણ વાંચો… મહિલાના મૃતદેહ સાથે 13 કલાક વિમાન ઉડતું રહ્યું બ્રિટિશ એરવેઝની ફ્લાઇટમાં રવિવારે એક મહિલા યાત્રીનું ટેકઓફના લગભગ 1 કલાક પછી મૃત્યુ થયું. ત્યારબાદ તેનો મૃતદેહ પૂરા 13 કલાક સુધી વિમાનમાં જ રાખવામાં આવ્યો. મૃતદેહને વિમાનના પાછળના ભાગમાં રાખવામાં આવ્યો હતો, જ્યાં ફ્લોર ગરમ હતો. આ જ કારણે ધીમે ધીમે દુર્ગંધ ફેલાવા લાગી, જેનાથી પાછળ બેઠેલા યાત્રીઓને ઘણી મુશ્કેલી થઈ. સંપૂર્ણ સમાચાર માટે અહીં ક્લિક કરો…
    Click here to Read More
    Previous Article
    ઝારાએ ચીનમાં અડધી દુકાનો બંધ કરી:ફાસ્ટ ફેશનના યુદ્ધમાં ચીની બ્રાન્ડ શીન-ટેમુને હરાવ્યા, પ્રીમિયમ ગ્રાહકો પર ધ્યાન કેન્દ્રિત, રેકોર્ડ 4.3 લાખ કરોડનું વેચાણ
    Next Article
    રાજકોટ શહેરમાં IOC ના 7 પેટ્રોલ પંપ બંધ:યુધ્ધ વચ્ચે પેટ્રોલ - ડિઝલની સપ્લાય ચેનમાં મૂશ્કેલી : એસોસિએશનની ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશનના અધિકારીઓને રજૂઆત

    Related International Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment