Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    43 ગુજરાતીઓ નીકળ્યા'ને નેપાળમાં ભયંકર દુર્ઘટના સર્જાઈ:કચ્છના ટુર ઓપરેટરે કહ્યું- 'થોડું મોડું થયું હોત તો અમે પણ ભોગ બન્યા હોત', આંખમાં આંસુ સાથે પ્રવાસીઓ ચીન પહોંચ્યા

    1 day ago

    નેપાળમાં ભૂસ્ખલન અને બાદમાં આવેલા પૂરના કારણે ભયંકર દુર્ઘટના સર્જાતા 27 ઓગસ્ટે બપોર સુધીમાં 210 લોકોના મોતની પુષ્ટિ થઈ ચૂકી છે. જ્યારે 300 ભારતીય સહિત 1500 પ્રવાસીઓ ગુમ હોય શોધખોળ ચાલી રહી છે. 25 NRI સહિત 43 ગુજરાતી પ્રવાસીઓનો આ ભયંકર દુર્ઘટનામાં ચમત્કારિક બચાવ થયો. નેપાળના ઈમિગ્રેશન સેન્ટર પરથી પ્રવાસીઓ નીકળ્યા'ને ગણતરીની કલાકોમાં આફત આવી. કચ્છના ટુર ઓપરેટર શૈલેષ મહેશ્વરીએ ભાસ્કર સાથે વાતચીત કરતા કહ્યું- અમારે થોડું મોડું થયું હોત તો અમે પણ ભોગ બન્યા હોત. આણંદથી નેપાળ ગયેલું એક NRI દંપતી પણ દુર્ઘટના બાદ સંપર્કવિહોણું બન્યું છે. રાજકોટથી પણ એક ગ્રુપ કૈલાસ માનસરોવરની યાત્રાએ જવાનું હતું અને જ્યાં તબાહી સર્જાઈ ત્યાં જ 26મી ઓગસ્ટે રોકાવાનું આયોજન હતું. પરંતુ, ચીન સરકારે પરમીટ ઈસ્યુ ન કરતા યાત્રા કેન્સર કરવી પડી હતી. આ પ્રવાસીઓ આજે બચી ગયાની પ્રતીતિ કરી રહ્યા છે. અમે જ્યાં રોકાયા હતા ત્યાં બધુ તબાહ થઈ ગયું- શૈલેષ મહેશ્વરી કચ્છના ટુર ઓપરેટર શૈલેષ મહેશ્વરી 25 NRI સહિત 43 પ્રવાસીઓને લઈ કૈલાસ માનસરોવરની યાત્રાએ છે. તમામ પ્રવાસીઓ 26 ઓગસ્ટે નેપાળના ઈમિગ્રેશન સેન્ટર પર પહોંચી આગળની યાત્રાએ નીકળ્યા'ના ગણતરીની કલાકોમાંજ આફત આવી અને જે સ્થળ પર રોકાયા હતા ત્યાં ભયંકર નુકસાન થયું. ચીન પહોંચી ગયેલા શૈલેષ મહેશ્વરીએ 'ભાસ્કર' સાથે કરી વાતચીત શૈલેષ મહેશ્વરીએ જણાવ્યું કે, “અમે ત્યાં હતા ત્યારે જરા પણ એવું લાગ્યું નહોતું કે આવી ઘટના બનશે. તે સમયે વાતાવરણ પણ સારું હતું અને હાલમાં પણ ત્યાં વાતાવરણ સારું છે.આટલી મોટી દુર્ઘટના કઈ રીતે સર્જાઈ તેનું કારણ ખબર નથી પડતી. ફ્રેન્ડશિપ બ્રિજ, નેપાળનું ઈમિગ્રેશન સેન્ટર, માર્કેટ અને આસપાસના અનેક ગામો સંપૂર્ણપણે તબાહ થઈ ગયા. સ્થાનિકોના જણાવ્યા પ્રમાણે દુર્ઘટના સમયે ઈમિગ્રેશન સેન્ટરમાં આશરે 500 લોકો હાજર હતા. ઈમિગ્રેશન માટે આવેલા લોકો ઉપરાંત ત્યાંનો નેપાળી સપોર્ટિંગ સ્ટાફ પણ હતો. ‘થોડું મોડું થયું હોત તો અમે પણ ભોગ બન્યા હોત’ શૈલેષ મહેશ્વરીએ વધુમાં જણાવ્યું કે, તેમને રાત્રે આશરે 9.30 વાગ્યે વિઝા મળ્યા હતા. તેમનો એક મિત્ર દિલ્હીથી સવારે 4 વાગ્યાની ફ્લાઈટમાં નીકળી સવારે 6 વાગ્યે કાઠમંડુ પહોંચ્યો. તેના માટે હેલિકોપ્ટરની વ્યવસ્થા કરવામાં આવી હતી અને તે સવારે 10 વાગ્યે તેમની પાસે પહોંચ્યો હતો. ત્યારબાદ બપોરે 12 વાગ્યે કાફલો ઈમિગ્રેશનમાંથી નીકળી ગયો હતો. "જો અમારું ઈમિગ્રેશન થોડું મોડું થયું હોત તો કદાચ અમે પણ આ દુર્ઘટનાનો ભોગ બન્યા હોત. મહાદેવજીની કૃપા છે કે અમે ત્યાંથી સુરક્ષિત નીકળી શક્યા," 'જ્યાં રોકાયા, જમ્યા ત્યાં પણ ભારે નુકસાન' શૈલેષ મહેશ્વરીએ કહ્યું કે, દુર્ઘટનાના સમાચાર બાદ કાફલાના તમામ લોકો ભારે વ્યથિત છે. તેઓ જે સ્થળોએ રોકાયા હતા, જ્યાં જમ્યા હતા અને રાત્રિ રોકાણ કર્યું હતું, તે વિસ્તારોમાં પણ ભારે નુકસાન થયું છે. "એક માનવી તરીકે આટલી મોટી ઘટના સામે આવે ત્યારે સ્વાભાવિક રીતે જ વ્યક્તિ ડિસ્ટર્બ થઈ જાય. અમારા બધાની આંખોમાં આંસુ આવી રહ્યા છે. અમે ખૂબ જ દુઃખી અને વ્યથિત છીએ" 14 દિવસની યાત્રા, હવે પરત ફરવાનો માર્ગ સરકાર નક્કી કરશે ગુજરાતથી કાફલો 22 ઓગસ્ટે નીકળ્યો હતો અને નેપાળમાં બે રાત્રિ રોકાણ કર્યું હતું. કુલ 14 દિવસની યાત્રા દરમિયાન તેમને આ જ રૂટ પરથી પરત ફરવાનું હતું, પરંતુ હાલ આ માર્ગ બંધ હોવાનું જાણવા મળ્યું છે. હાલ કાફલો ચીનમાં આશરે 14 હજાર ફૂટની ઊંચાઈએ છે. અહીંના વાતાવરણ સાથે શરીર ટેવાય તે માટે પ્રવાસીઓને હાલમાં આરામ આપવામાં આવી રહ્યો છે. શૈલેષ મહેશ્વરીના જણાવ્યા પ્રમાણે ચીન અને નેપાળની સરકારની સ્થિતિ તથા માર્ગ અંગેના નિર્ણય બાદ જ પરત ફરવાનો રૂટ નક્કી થશે. ‘અમારી યાત્રા તો હવે શરૂ થઈ છે’ “અમારી યાત્રા તો હજુ શરૂ થઈ છે. અમે આવતીકાલે માનસરોવર જઈશું. ત્યારબાદના દિવસે કૈલાસની તળેટીમાં પહોંચીશું અને ત્રણ દિવસ કૈલાસ પરિક્રમા કરીશું. પરત કયા રૂટથી આવવાનું રહેશે તે સરકાર નક્કી કરશે.” મુંબઈના કુલવીરસિંહ: ‘આ ઘટના માટે કોઈ શબ્દ જ નથી’ કાફલામાં સામેલ મુંબઈના કુલવીરસિંહે જણાવ્યું હતું કે, “અમને એવો કોઈ અંદાજ જ નહોતો કે આવી ઘટના બનશે. અમે ઈમિગ્રેશનની પ્રક્રિયા પૂર્ણ કરીને ત્યાંથી નીકળી ગયા હતા. બીજા દિવસે અહીં પહોંચ્યા ત્યારે નેપાળમાં આવી ભયાનક ઘટના બની હોવાની જાણ થઈ. આ ઘટના વિશે કહેવા માટે ખરેખર કોઈ શબ્દ જ નથી.” 43 ગુજરાતીઓનો કાફલો હાલ ચીનમાં સુરક્ષિત છે, પરંતુ તેમની આંખો સામે થોડા કલાકો પહેલાં જ પસાર થયેલા નેપાળના એ જ સ્થળોની તબાહીના સમાચાર તેમને સતત વ્યથિત કરી રહ્યા છે. જ્યાં સંપૂર્ણ તબાહ થઈ ગયું ત્યાં જ રાજકોટના પ્રવાસી રોકાવાના હતા રાજકોટથી મોટી સંખ્યામાં દર્શનાર્થીઓ દર વર્ષે કૈલાસ માનસરોવરની યાત્રાએ જતા હોય છે.35 વાર કૈલાસ માન સરોવરની યાત્રા કરી ચૂકેલા ડો. યશવંત ગોસ્વામઈએ કહ્યું કે, આ વર્ષે 200 લોકોનું એક ગ્રુપ યાત્રા કરીને પરત ફર્યું અને અન્ય ગ્રુપ ઓગસ્ટમાં નીકળવાનું હતું. જે સ્થળે તબાહી સર્જાઈ છે ત્યાં જ યાત્રિકોનું 26મી તારીખે રોકાવાનું આયોજન હતું. પરંતુ, ચીન સરકારે પરમીટ ઈસ્યુ ન કરતા રાજકોટથી યાત્રિકોની ટુર કેન્સલ થઈ હતી.આ તમામ યાત્રિકો આજે બચી ગયાની પ્રતીતિ કરી રહ્યા છે. વડોદરાથી નેપાળ ગયેલું આણંદનું NRI દંપતી ગુમ આણંદથી કૈલાસ માનસરોવરની યાત્રાએ ગયેલું NRI દંપતી પણ ગુમ થયું છે. ન્યુયોર્કમાં રહેતા બીમલ રાવજીભાઈ પટેલ અને પત્ની જેમિની પટેલ ફ્લાઇટમાં કાઠમંડુ ગયા હતા.ત્યારબાદ તેઓએ પરિવારજનોને નેપાળ જતા હોવાનું કહ્યું હતું. કાઠમંડુ અને પોખરાની મુલાકાત લઇ કૈલાસ માનસરોવરનો પ્લાન બનાવ્યો હતો. જે માટે તિબેટ બોર્ડર પર જતાં ભારે પુર આવતા બચવાનો પણ સમય મળ્યો નહોતો. તે વિઝા લેવા ગયા તે ઓફિસ જ પ્રવાહમાં તણાતાં તે સંપર્ક વિહોણા બન્યા છે. પૂરની જાણ મળતા એમના ભાઈએ દિલ્હીની ટ્રાવેલ એજન્સીનો સંપર્ક કર્યો પરંતુ તેમણે કોઇ પ્રવાસીનો સંપર્ક થતો ન હોવાનું કહેતાં આણંદના સાંસદની મદદ લીધી છે.
    Click here to Read More
    Previous Article
    રેલવે પુલ પર ટ્રેકમાં ઊંટ ફસાતા 2 ટ્રેન રદ-4 લેઇટ:4 કલાકે દોરડા-પટ્ટા બાંધી ક્રેનથી ઊંચકી રેસ્ક્યૂ; પોરબંદરમાં હજારો મુસાફરો રઝળ્યા
    Next Article
    અશાંતધારો લાગુ હોવા છતાં ગેરકાયદેસર વસવાટ અને મિલકતોના સોદા:દેવબાગ અને વિજયરાજનગરમાં અશાંત ધારાના ભંગ અને ગેરકાયદેસર કબજા સામે સ્થાનિકોની કલેક્ટર સમક્ષ રજૂઆત

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment